અનામત વિશે તમામ માહિતી, અનામત એટલે શું? ડો. આંબેડકરનો શું હતો વિચાર?

News18 Gujarati
Updated: September 16, 2018, 6:12 PM IST
અનામત વિશે તમામ માહિતી, અનામત એટલે શું? ડો. આંબેડકરનો શું હતો વિચાર?
અનામત વિશેની તમામ માહિતી (ફાઈલ ફોટો)

શિક્ષણ અને સરકારી નોકરીઓમાં કેટલી છે અનામત? અનામતની શરૂઆત ક્યારથી થઈ?

  • Share this:
આજે આપણે અનામત વિષય પર વાત કરીએ. અનામતનો મુદ્દો દેશ, સમાજ અને સરકાર માટે કોયડો બની ગયો છે. જેનો ઉકેલ લાવવો ખુબ અઘરો છે. જે સમાજને અનામતનો લાભ મળી રહ્યો છે, તે પણ ફરિયાદો કરે છે અને જે સમાજને અનામતનો લાભ નથી મળી રહ્યો તે અન્યાય થયાની વાત કરી ફરિયાદ કરે છે. હકિકતમાં અનામતનો મુખ્ય હેતુ શું હતો, કેમ અનામતની માંગ ઉઠી હતી. બંધારણમાં અનામતની શું જોગવાઈ છે? સંવિધાન સભામાં ડૉ. ભીમરાવ આંબેડકરનો શું વિચાર હતો?

સૌથી પહેલા સમજવુ રહ્યું કે અનામત એટલે શું?
અનામત અંગે ભારતીય બંધારણમાં 'પ્રતિનિધિત્વ' શબ્દ અપાયો છે. વંચિત સમુદાયને પ્રતિનિધિત્વ આપવા માટેની તક એટલે અનામત. પરંતુ આજના સમયમાં શા માટે અનામત જરુરી છે શું એ સમય આવી ગયો છે કે અનામત પર સર્વે કરાવવો જોઈએ થોડા સમય પહેલા પણ ભાજપના નેતા હરિ ચૌધરીએ કહ્યું હતું કે, 20થી 25 ટકા લોકોએ જ અનામતનો લાભ લીધો,અનામતનો લાભ લે પછી તેઓએ અનામત છોડી દેવી જોઈએ જેથી બીજાને તક મળે. પરંતું આ બધાની વચ્ચે મોટ પ્રશ્ન જાતિવાદનો પણ છે જેમાંથી દેશ બહાર નીકળી શક્યો નથી, માટે અનામત જરુરી છે તેમ એક મોટો વર્ગ માને છે. માટે આ તમામ સવાલો અને જરુરીયાત પર ચિંતન કરવાની જરૂરિયાત હવે ઉભી થઈ છે.

અનુસૂચિત જાતિ, બંધારણમાં અનામત
બંધારણની કલમ 366(24)માં અનુસૂચિત જાતિ શબ્દની વ્યાખ્યા કરવામાં આવી છે. બંધારણની કલમ 366(22)માં અનુસૂચિત આદિજાતિ શબ્દની વ્યાખ્યા કરવામાં આવી છે. બંધારણની કલમ 15(4), 16(4), 338(3) અને 440(1)માં પછાત વર્ગ તરીકે ઉલ્લેખ. બંધારણની કલમ 46 રાજય સરકારને પછાત વર્ગના શોષણ સામે રક્ષણ આપવાનો આદેશ કરે છે. રાષ્ટ્રપતિ દ્વારા 1953માં બંધારણની કલમ 340 હેઠળ પછાત વર્ગ કમિશનની નિમણૂંક કરવામાં આવી. પછાત વર્ગ માટેના કમિશનનો અહેવાલ 30 માર્ચના રોજ રાષ્ટ્રપતિ સમક્ષ રજુ કરવામાં આવ્યો, જે અહેવાલ 3જી સપ્ટેમ્બર 1956માં સંસદમાં મુકવામાં આવ્યો. આ અહેવાલના આધારે 2399 જ્ઞાતિની યાદી તૈયાર થઈ, જેમાંથી 930 જ્ઞાતિની વસતી 11.50 કરોડ હતી. 1953માં સૌરાષ્ટ્ર રાજયએ પણ પછાત વર્ગ માટે સમિતિની રચના કરી પછાત વર્ગ તપાસ સમિતિના અધ્યક્ષ હતા પરીક્ષિતલાલ મજમુદાર. પરીક્ષિતલાલ મજમુદાર સમિતિએ ડિસેમ્બર 1953માં અહેવાલ રજૂ કર્યો. 1961માં મહારાષ્ટ્રે બી.ડી. દેશમુખના અધ્યક્ષપદે સમિતિની રચના કરી. 1964માં કેરલમાં જી.કુમાર પિલ્લાઈની આગેવાનીમાં સમિતિ રચાઈ. ગુજરાતમાં 1972માં કમિશનની રચના કરવામાં આવી એ.આર.બક્ષીની આગેવાનીમાં કમિશનની રચના કરી. કમિશને 12000 કુંટુબની મોજણી કરી, અનુસૂચિત જાતિ શબ્દનો પ્રયોગ 1935ના અધિનિયમથી પ્રચલિત થયો આઝાદી બાદ અસ્પૃશ્યતા નિવારણ મહત્વનો રાષ્ટ્રીય વિષય હતો. બંધારણની કલમ 17માં તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, કલમ 17 સામાજિક અન્યાય સામે રક્ષણ પુરુ પાડે છે. 1919 સુધી દલિત વર્ગ શિર્ષક હેઠળ પછાત વર્ગનો સમાવેશ થતો હતો, 1919 પછી આદિજાતી શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો. બંધારણમાં આદિવાસી સમાજ માટે આદિજાતિ શબ્દનો પ્રયોગ કર્યો
  • આ પણ વાંચો


દરેક સમાજને અનામતનો લાભ મળવો જોઇએઃ BJPના મંત્રી હરી ચૌધરીનું મોટું નિવેદન

નરસિંહ રાવના રસ્તે કોંગ્રેસ, સવર્ણો માટે 10 ટકા અનામતની માંગ

તમે બિન અનામત વર્ગમાં આવો છો ? તો તમારા માટે આ રહી સરકારી યોજનાઓ

દેખો હાર્દિક તુમ અપની સમસ્યા ફિક્સ કરો…અનામત, ખેડૂતો યા રાજનીતિ?

SC/ST પર સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય, એક જ રાજ્યમાં લઈ શકશો અનામતનો લાભ

મહારાષ્ટ્રમાં હવે મુસલમાનોને પણ જોઇએ છે અનામત, 60 જુથ થયા એક

નીતિશ સરકારનો મોટો નિર્ણય, બિહારમાં SC/STને પ્રમોશનમાં મળશે અનામત

હવે SC/STની જેમ બિન-અનામત વર્ગને પણ મળશે જાતિ પ્રમાણપત્ર અને વિવિધ લાભો

શિક્ષણ અને સરકારી નોકરીઓમાં કેટલી છે અનામત?
અનુસૂચિત જનજાતીને 15 ટકા અનામત મળે છે. અનુસૂચિત જાતીને 7.5 ટકા અનામતની છે જોગવાઈ, જ્યારે ઓબીસી સમાજને 27 ટકા અનામતની જોગવાઈ છે. આ રીતે કુલ 49.5 ટકા કુલ અનામતની જોગવાઈ કરવામાં આવી છે.

સંવિધાન સભામાં ડૉ. ભીમરાવ આંબેડકરના વિચાર
ડો. ભીમરાવ આંબેડકરે કહ્યું હતું કે, એ યોગ્ય નથી કે, બહુસંખ્યક જાતીઓ અલ્પસંખ્યક સમૂહોના અસ્તિત્વથી ઈનકાર કરે, પરંતુ એ પણ યોગ્ય નથી કે, અલ્પસંખ્યક હંમેશા અલ્પસંખ્યક જ બની રહેવા જોઈએ. અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓને શિક્ષણ સંસ્થાઓ અને નોકરીઓમાં માત્ર 30-40 વર્ષ સુધી જ અનામત અપાય. અનામત વ્યવસ્થાની અવધિને કોઈ પણ સંજોગોમાં વધારવામાં ન આવે. પોતાનો વિકાસ કર્યા બાદ વિશેષ સમુદાયે બાકી સમાજમાં ભળી જવુ જોઈએ અને વિશેષ દરજ્જો છોડી દેવો જોઈએ.

અનામતની શરૂઆત ક્યારથી થઈ
મહારાષ્ટ્રના કોલ્હાપુરમાંથી સૌપ્રથમ અનામતની શરૂઆત થઈ હતી. મહારાજા છત્રપતિ સાહુજીએ 1902માં અનામતની શરૂઆત કરી હતી. પછાત વર્ગના લોકોમાંથી ગરીબી દૂર કરવાનો આનો મુખ્ય હેતુ હતો. રાજ્ય પ્રશાસનમાં પછાત વર્ગની ભાગીદારી માટે અનામત લાગૂ કરાઈ. કોલ્હાપુર રાજ્યમાં પછાત વર્ગો અને સમૂદાયો માટે નોકરીમાં અનામત મળી હતી.

ઓબીસી માટેની અનામત નીતિની શરૂઆત કેવી રીતે થઈ?
વર્ષ 1951માં કરાયો બંધારણીય સુધારો. બંધારણીય સુધારા દ્વારા ઓબીસી માટે અનામત નીતિની વ્યવસ્થા થઈ. 29-01-1953માં કાકાસાહેબ કાલેલકર કમિશનની રચના થઈ. 30-03-1955માં કાલેલકર પંચે તેનો રિપોર્ટ સંસદને સોંપ્યો. કાલેલકર પંચે રિપોર્ટમાં 2,399 જ્ઞાતિઓને ઓબીસીમાં સમાવવા કરી ભલામણ. આ જ્ઞાતિઓમાંથી 837 જ્ઞાતિઓને સૌથી વધુ પછાત ગણાવી. તમામ સમુદાયની મહિલાઓને પણ પછાત ગણાવી હતી. કાલેલકર પંચની ભલામણનો સંસદે સ્વીકાર કર્યો નહીં. જાન્યુ. 1979- માંડલ કમિશન બનાવવામાં આવ્યુ. ડિસેમ્બર 1980- માંડલ કમિશનરે તેનો રિપોર્ટ સંસદને સોંપ્યો. માંડલ કમિશને 3,743 જ્ઞાતિઓને ઓબીસીમાં સમાવવા કરી ભલામણ. આ સમયે પણ સંસદને માંડલ કમિશનની ભલામણોનો અમલ ન કર્યો. દસ વર્ષ બાદ, વીપી સિંહ સરકારે માંડલ કમિશનનો અમલ કર્યો. વર્ષ 2006માં NCBCના રિપોર્ટ મુજબ, દેશમાં 5,013 જ્ઞાતિઓ ઓબીસીમાં. આ આંકડામાં કેન્દ્રશાસિત પ્રદેશની જ્ઞાતિઓનો સમાવેશ નથી કરાયો. 80ના દાયકામાં ગુજરાતમાં બક્ષી કમિશનની રચના થઈ. વર્ષ 1978માં. બક્ષી કમિશને તેનો રિપોર્ટ ગુજરાત સરકારને સોંપ્યો. બક્ષી કમિશને રાજ્યની 83 જ્ઞાતિઓનો સમાવેશ કરવા કરી ભલામણ. વર્ષ 1994માં ગુજરાત સરકારે 38 જ્ઞાતિઓનો ઓબીસીમાં સમાવેશ કરાયો. આ પહેલાં, વર્ષ 1993માં કેન્દ્ર સરકારે ગુજરાતમાં 79 જ્ઞાતિઓને ઓબીસીમાં વર્ગીકૃત કરી

ગુર્જર અનામત મુદ્દો
રાજસ્થાનમાં ગુર્જર સમુદાય અનુસુચિત જનજાતિમાં પાંચ ટકા અનામત સાથે સામેલ થવાની માગણી કરી રસ્તા પર ઉતરી આવ્યો હતો. ગુર્જર સમુદાયનું અનામત આંદોલન વર્ષ 2008થી ચાલ્યું આવે છે, જે સમાંયતરે અલગઅલગ વળાંકો તરફ વળ્યું છે, જુલાઈ મહિનામાં સરકારે ગુર્જરોની માગણીઓને સંતોષવા અને રાજ્યામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા માટે એસબીસી (વિશેષ પછાત વર્ગ) અંતર્ગત ઓબીસી આરક્ષણ વિધેયક પસાર કર્યું, જેમાં પાચં ટકા અનામતની જોગવાઈ કરવામાં આવી છે. રાજસ્થાનમાં 21 ટકા અન્ય પછાત વર્ગ, 16 ટકા અનુસુચિત જાતિ અને 12 ટકા અનુસુચિત જનજાતિને અનામત મળતી જે કુલ 49 ટકા થતી હતી. રાજ્યની વિધાનસભાએ ગુર્જર સહિત ગાડિયા, લુહાર, બંજારા, રેબારી, રાયકા, ગડરિયા, ગાડોલિયા અને અન્યને પાંચ ટકા અનામત આપી એસબીસીમાં સામેલ કરી હતી, જેથી અનામતની ટકાવારી 54 ટકા થઈ જે ગેરબંધારણીય હતી. રાજસ્થાન હાઈકોર્ટે આ કાયદો રદ કરી નાખ્યો હતો. રાજસ્થાન વિધાનસભાએ અન્ય પછાત વર્ગ વિધેયક 2015 પસાર કર્યું હતું, જેમાં બિનઆરક્ષિત વર્ગોને 14 ટકા અનામત આપવાની માગ કરી હતી. આ વિધેયક પસાર થતા જ રાજ્યામાં અનામતની ટકાવારી 68 ટકા થઈ હતી. ત્યારે ગૃહમંત્રી ગુલાબચંદ કટારિયાએ સદનમાં જણાવ્યું હતું કે સરકાર આ નવા વિધેયકને સંવિધાનમાં લાવવાનો પ્રયાસ કરશે. હાલની સ્થિતિ રાજસ્થાન સરકારે અનામત મુદ્દે સુપ્રીમ કોર્ટમાં વિશેષ અરજી કરી છે, હાલ ગુર્જર અનામતનો મુદ્દો કોર્ટમાં વિચારાધીન છે.
First published: September 16, 2018, 5:57 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading