Home /News /madhya-gujarat /

Gandhinagar: અક્ષરધામ મંદિર સોલાર સિસ્ટમથી થયું સજ્જ,સોલાર પેનલથી થશે પરિસર રોશન

Gandhinagar: અક્ષરધામ મંદિર સોલાર સિસ્ટમથી થયું સજ્જ,સોલાર પેનલથી થશે પરિસર રોશન

100% સ્વ ઉપયોગ માટે રચાયેલી છે આ રૂફટોપ સોલાર સિસ્ટમ

આ સિસ્ટમ્સ જર્મન ડેવલપમેન્ટ એજન્સી GIZ એ ડિઝાઇન કરી100% સ્વ ઉપયોગ માટે રચાયેલી છે આ રૂફટોપ સોલાર સિસ્ટમPV પોર્ટ સિસ્ટમ એ દેશમાં સૌર ઊર્જાને વધુ અપનાવવા માટે ભવિષ્યનો માર્ગ

  સર્વોટેક પાવર સિસ્ટમ્સ (Servotech Power Systems) અને જર્મન ડેવલપમેન્ટ એજન્સી (German development agency) GIZ ના સમર્થન સાથે ગુજરાતના ગાંધીનગર (Gandhinagar) જિલ્લામાં સ્વામિનારાયણ અક્ષરધામ (Akshardham) મંદિર સંકુલમાં 10 પોર્ટેબલ સોલાર રૂફટોપ સિસ્ટમ્સ સ્થાપિત કરવામાં આવી છે.

  આ સિસ્ટમ્સ જર્મન ડેવલપમેન્ટ એજન્સી GIZ એ ડિઝાઇન કરી

  PV પોર્ટ તરીકે ઓળખાતા ગાંધીનગર જિલ્લાનાસ્વામિનારાયણ (Swaminarayan) અક્ષરધામ મંદિર (Temple) સંકુલમાં સિસ્ટમો નવી અને નવીનીકરણીય ઉર્જા (Energy) મંત્રાલયની સમગ્ર ભારતના શહેરો વિકસાવવા માટેની પહેલ હેઠળ સ્થાપિત કરવામાં આવી છે. PV પોર્ટ્સ એ ન્યૂનતમ 2 KWP સાથે પ્રમાણભૂત પ્લગ એન્ડ પ્લે ફોટોવોલ્ટેઇક સિસ્ટમ્સ છે. જે જર્મન ડેવલપમેન્ટ એજન્સી ડોઇશ ગેસેલશાફ્ટ ફ્યુર ઇન્ટરનેશનલ ઝુસામેનારબીટ (GIZ) દ્વારા ડિઝાઇન કરવામાં આવી છે. આ બેટરી સ્ટોરેજ સાથે અથવા સ્ટોરેજ (Storage) વગર પણ આવતી હોય છે. ગુજરાતના સ્વામિનારાયણ અક્ષરધામ મંદિરમાં હવે પરંપરાગત પ્રદૂષિત ઇંધણને અસરકારક રીતે બદલવા માટે તેની હાલની 200 KWP સોલર સિસ્ટમને પૂરક કરતી 10 પોર્ટેબલ સોલાર રૂફટોપ સિસ્ટમ્સ છે.

  100% સ્વ ઉપયોગ માટે રચાયેલી છે આ રૂફટોપ સોલાર સિસ્ટમ

  પરંપરાગત રૂફટોપ સોલાર સિસ્ટમથી (Rooftop Solar System) વિપરીત પીવી પોર્ટ (PV Port) સિસ્ટમ એક વ્યક્તિ દ્વારા રિવાયરિંગ અને સિવિલ વર્કની જરૂરિયાત વિના સરળતાથી ઇન્સ્ટોલ કરી શકાય છે અને પેનલની નીચેની જગ્યાનો ઉપયોગ કરવાની મંજૂરી આપે છે. સિસ્ટમો ખૂબ ખર્ચાળી અસરકારક, ઓછી જાળવણીની જરૂરવાળી છે અને 25-30 વર્ષ લાંબી શેલ્ફ લાઇફ ધરાવે છે. આ 100% સ્વ ઉપયોગ માટે રચાયેલી રૂફટોપ સોલાર સિસ્ટમ છે. આ સોલાર સિસ્ટમની ગ્રીડમાં કોઈ પાવર આપવામાં આવતો નથી. દરેક સિસ્ટમ વીજળીના બિલ (Electricity Bill) પર સરેરાશ વાર્ષિક INR 24,000 ની બચત તરફ દોરી જાય છે.

  PV પોર્ટ સિસ્ટમ એ દેશમાં સૌર ઊર્જાને વધુ અપનાવવા માટે ભવિષ્યનો માર્ગ

  PV પોર્ટનું નિર્માણ નવી દિલ્હી સ્થિત સર્વોટેક પાવર સિસ્ટમ્સ લિમિટેડ (SPSL) દ્વારા કરવામાં આવ્યું હતું. જે મેક ઇન ઇન્ડિયા પ્રોજેક્ટ હેઠળ હાઇ એન્ડ સોલાર પ્રોડક્ટ્સ, LEDs, ઓક્સિજન કોન્સેન્ટ્રેટર અને EV ચાર્જિંગ સાધનોની અગ્રણી ઉત્પાદક ધરાવતી કંપની છે.શૌર્યઊર્જાએ (Solar Energy) વીજળીના પરંપરાગત સ્ત્રોતો પર દેશની નિર્ભરતા ઘટાડવામાં મહત્વની ભૂમિકા ભજવવી પડશે. અનોખી પીવી પોર્ટ સિસ્ટમ એ દેશમાં સૌર ઊર્જાને વધુ અપનાવવા માટે આગળનો માર્ગ છે. અમે રિન્યુએબલ ટ્રાન્સફોર્મેશનમાં (Renewable Transformation) યોગદાન આપવા આ તક માટે GIZ તથા નવી અને નવીનીકરણીય ઉર્જા મંત્રાલયના આભારી છીએ તેવું સર્વોટેક પાવર સિસ્ટમ્સ લિમિટેડના સ્થાપક અને મેનેજિંગ ડિરેક્ટરે જણાવ્યું હતું.

  GIZ ના મુખ્ય સલાહકારે જણાવ્યું કે આવો સહયોગ અને પરિણામી સિનર્જીઝથી ગ્રાહકોને મોટા પ્રમાણમાં લાભ થવાની અપેક્ષા

  PV પોર્ટ સિસ્ટમ્સનું ઉદ્ઘાટન ગુજરાત સરકારના ક્લાઈમેટ ચેન્જ વિભાગના સલાહકાર શ્વેતલ શાહ, GERMI અને સ્વામિનારાયણ અક્ષરધામ મંદિરના અધિકારીઓની હાજરીમાં કરવામાં આવ્યું હતું.GIZ ના મુખ્ય સલાહકારે જણાવ્યું હતું કે આવો સહયોગ અને પરિણામી સિનર્જીઝથી (Synergies) ગ્રાહકોને મોટા પ્રમાણમાં લાભ થવાની અપેક્ષા છે. અમે ખૂબ જ આશાવાદી છીએ કે ભાગીદારી અમને ઉભરતા પડકારોનો સામનો કરવા અને શહેર સ્તરની તકોનો (Opportunities) લાભ ઉઠાવવા માટે આંતરર્દષ્ટિ પ્રદાન કરશે. જે અમને ભારતના અન્ય શહેરોમાં પરિણામોની નકલ કરવામાં મદદ કરશે.
  Published by:kuldipsinh barot
  First published:

  Tags: Ahmedabad news, Gandhinagar News, અક્ષરધામ મંદિર, અમદાવાદ

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन