અખિલેશે સપાના 191 ઉમેદવારોની યાદી જાહેર કરી, કાકા શિવપાલને આપી ટિકિટ

News18 Gujarati | News18 Gujarati
Updated: January 20, 2017, 12:50 PM IST
અખિલેશે સપાના 191 ઉમેદવારોની યાદી જાહેર કરી, કાકા શિવપાલને આપી ટિકિટ
લખનઉઃ સમાજવાદી પાર્ટીના નવા સુપ્રિમો અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી અખિલેશ યાદવે શુક્રવારે 191 ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી છે. અખિલેશે પહેલી યાદીમાં પોતાના કાકા શિવપાલ યાદવને પણ ટિકિટ આપી છે. તેઓ જસવંતનગર સીટ પરથી ચૂંટણી લડશે. આટલું જ નહી બેની પ્રસાદ વર્માના દિકરા રાકેશ વર્માને પણ ટિકિટ આપવામાં આવી છે.

  • Share this:

પહેલી યાદીમાં અખિલેશે પહેલા અને બીજા તબક્કાની ચૂંટણીના ઉમેદવારો જાહેર કર્યા છે. યુપીમાં ગઠબંધન પછી સમાજવાદી પાર્ટી દ્વારા પ્રથમ ઉમેદવારોની યાદી જાહેર કરાઇ છે.

સમાજવાદી પાર્ટીની કમાન મુખ્યમંત્રી અખિલેશ યાદવના હાથમાં આવ્યા બાદ બાહુબલી અને મુલાયમ જુથ તરફથી કાનપુર કેટના ઉમેદવાર અતીક અહમદે ચુંટણી લડવાના ઇનકાર કરી દીધો છે.

યુપીમાં 11 ફેબ્રુઆરીથી 8 માર્ચ સુધીમાં સાત તબક્કામાં મતદાન વિધાનસભાનું મતદાન થવાનું છે. કોંગ્રેસ, રાષ્ટ્રીય લોકદળ અને સમાજવાદી પાર્ટીના અખિલેશ ધડે વચ્ચે ગઠબંધન છતાં બહુકોળીય મુકાબલો જોવા મળશે.
કેન્દ્રમાં પુર્ણ બહુમત સરકાર બનાવ્યા પછી બીજેપીને દિલ્હી અને બિહારમાં કરારી હારનો સામનો કરવો પડ્યો છે. તેવી રીતે જ ઉત્તર પ્રદેશ ચુંટણી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માટે ચુનૌતીથી કમ નથી. મુખ્યમંત્રી જાહેર ન કરી ફરી બીજેપીએ પીએમ મોદીના ચહેરા પર દાવ ખેલ્યો છે. જેનો ફાયદો થશે કે નહી તે 11 માર્ચે જ ખબર પડશે.
First published: January 20, 2017, 12:50 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading