અખિલેશના નિકટ ગણાતા વ્યક્તિના ઇમેલ થયો લીક, શું ફિક્સ છે સમાજવાદી પાર્ટીનો ઝઘડો?

Haresh Suthar | Pradesh18
Updated: December 31, 2016, 11:55 AM IST
અખિલેશના નિકટ ગણાતા વ્યક્તિના ઇમેલ થયો લીક, શું ફિક્સ છે સમાજવાદી પાર્ટીનો ઝઘડો?
ઉત્તરપ્રદેશમાં વિધાનસભા ચૂંટણીના ઢોલ વાગવામાં જ છે ત્યાં સમાજવાદી પાર્ટીમાં ઉભા થયેલા ડખાએ ઘણા રહસ્યો સર્જ્યા છે. પિતા મુલાયમસિંહ અને પુત્ર અખિલેશ વચ્ચેની ખેંચમતાણીને લઇને સમાજવાદી પાર્ટી જાણે ભંગાણના આરે આવી ઉભી છે. પરંતુ આ સંજોગોમાં લીક થયેલ એક ઇમેલ જોતાં આ સમગ્ર મામલો જાણી જોઇને કરાયેલ એક રાજકીય દાવ હોવાની ચર્ચાઓ ઉઠી રહી છે.

  • Pradesh18
  • Last Updated: December 31, 2016, 11:55 AM IST
  • Share this:
લખનૌ #ઉત્તરપ્રદેશમાં વિધાનસભા ચૂંટણીના ઢોલ વાગવામાં જ છે ત્યાં સમાજવાદી પાર્ટીમાં ઉભા થયેલા ડખાએ ઘણા રહસ્યો સર્જ્યા છે. પિતા મુલાયમસિંહ અને પુત્ર અખિલેશ વચ્ચેની ખેંચમતાણીને લઇને સમાજવાદી પાર્ટી જાણે ભંગાણના આરે આવી ઉભી છે. પરંતુ આ સંજોગોમાં લીક થયેલ એક ઇમેલ જોતાં આ સમગ્ર મામલો જાણી જોઇને કરાયેલ એક રાજકીય દાવ હોવાની ચર્ચાઓ ઉઠી રહી છે.

સમાજવાદી પાર્ટીમાં મચેલા રાજકીય ધમાસાણ વચ્ચે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી અખિલેશ યાદવના રાજકીય રણનીતિકાર પ્રોફેસર સ્ટીવ જાર્ડિગના કથિત ઇમેલે નવો વિવાદ ઉભો કર્યો છે.

આ ઇમેલમાં કેટલીક એવી વાતો છે જે સામે આવી છે કે જેનાથી એવું લાગે છે કે સમાજવાદી પાર્ટીમાં ચાલી રહેલો ઝઘડો ફિક્સ છે? દિલચસ્પ વાત એ છે કે શુક્રવારે મુલાયમસિંહ યાદવ તરફથી અખિલેશ અને રામગોપાલ યાદવને 6 વર્ષ માટે પાર્ટીમાંથી બહાર કરવામાં આવ્યા એને ગણતરીના સમયમાં જ આ ઇમેલ સામે આવ્યો છે.

થોડી જ વારમાં આ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આમ તો એવો દાવો કરવામાં આવે છે કે આ ઇમેલ 24 જુલાઇએ મોકલવામાં આવ્યો હતો. જોકે આ અંગે હજુ સત્તાવાર રીતે કોઇ સમર્થન મળ્યું નથી.

આ કથિત ઇમેલ અનુસાર સમાજવાદી પાર્ટીમાં ચાલી રહેલ ઝઘડો ફિક્સ લાગી રહ્યો છે. આ એક સમજી વિચારીને તૈયાર કરાયેલ એક રણનીતિનો જ ભાગ છે. જે અંતર્ગત કાકા શિવપાલના ભોગે અખિલેશની સ્પષ્ટ છબિને વધુ મજબૂત કરવાનો પ્રયાસ છે. જેનો સ્પષ્ટ ઇરાદો અખિલેશને ભવિષ્યમાં પાર્ટીના નેતાના રૂપમાં રજુ કરવાનો છે.

Steve-Jording-email
First published: December 31, 2016, 11:55 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading