આજથી અખિલેશની વિકાસ રથયાત્રા શરૂ, શિવપાલ નહીં જોડાય

Haresh Suthar | Pradesh18
Updated: November 3, 2016, 8:56 AM IST
આજથી અખિલેશની વિકાસ રથયાત્રા શરૂ, શિવપાલ નહીં જોડાય
સમાજવાદી પાર્ટી માટે આજનો દિવસ મહત્વનો છે. મુખ્યમંત્રી અખિલેશ યાદવ આજથી વિકાસ રથયાત્રા નીકાળવા જઇ રહ્યા છે તો બીજી તરફ કાકા શિવપાલ આજની વિકાસ રથયાત્રામાં નહીં જોડાય તો સમાજવાદી પાર્ટી બે ભાગમાં વહેંચાઇ જશે એ નક્કી છે.

  • Pradesh18
  • Last Updated: November 3, 2016, 8:56 AM IST
  • Share this:
નવી દિલ્હી #સમાજવાદી પાર્ટી માટે આજનો દિવસ મહત્વનો છે. મુખ્યમંત્રી અખિલેશ યાદવ આજથી વિકાસ રથયાત્રા નીકાળવા જઇ રહ્યા છે તો બીજી તરફ કાકા શિવપાલ આજની વિકાસ રથયાત્રામાં નહીં જોડાય તો સમાજવાદી પાર્ટી બે ભાગમાં વહેંચાઇ જશે એ નક્કી છે.

મુખ્યમંત્રી અખિલેશ યાદવ 2017માં થનાર ચૂંટણી પૂર્વે જનતાની નસ પારખવા માટે વિકાસ રથયાત્રા કાઢવા જઇ રહ્યા છે. પાર્ટીના અનુસાર રથયાત્રાની તૈયારી થઇ ચુકી છે. તંત્ર દ્વારા સુરક્ષા વ્યવસ્થાની તૈયારી કરી દેવાઇ છે. રથયાત્રા પહેલા દિવસે આજે લખનૌથી ઉન્નાવ સુધી નીકળશે.

રથ પર મુખ્યમંત્રી અખિલેશની સાથે એમના પિતા અને પૂર્વ મુખ્યમંત્રી મુલાયમસિંહ યાદવનું મોટું પોસ્ટર મુકાયું છે. પરંતુ એમના કાકા શિવપાલ યાદવનો ફોટો પોસ્ટરમાંથી ગાયબ છે. જે જોતાં એવું લાગી રહ્યું છે તે. દેશના સૌથી મોટા રાજકીય પરિવાર સમાજવાદી પરિવારમાં છેડાયેલો આંતરિક ડખો ફરી એકવાર મહાભારત તરફ આગળ વધી રહ્યો છે.
First published: November 3, 2016, 8:56 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading