નવી દિલ્હી #ઘરની લડાઇને પગલે સમાજવાદી પાર્ટીમાં ઘમાસાણ ચરમસીમાએ પહોંચ્યું છે. ઉત્તરપ્રદેશમાં મુખ્યમંત્રી અખિલેશ યાદવ અને સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અને કદાવર મત્રી શિવપાલ યાદવ વચ્ચે ચાલી રહેલ વિખવાદ ખુલીને સામે આવ્યો છે. હવે હવે રામગોપાલ યાદવેે કાર્યકર્તાઓને ચિઠ્ઠી લખી સમર્થકો અને વિરાધીઓ વચ્ચે સ્પષ્ટ લાઇન ખેંચી દીધી છે. સમાજવાદી પાર્ટીમાં બે ફાડ પડવા હવે લગભગ નક્કી છે.
તો આજે અખિલેશે સમર્થક ધારાસભ્યોની બેઠક બોલાવી માહોલ વધુ ગરમ કર્યો છે. અખિલેશે મંત્રી મંડળથી શિવપાલ યાદવને દુર કરી આ લડાઇમાં બળતામાં ઘી હોમ્યું છે.
આજે શું થયું જાણો, લાઇવ અપડેટ
#બારાબંકીથી ધારાસભ્ય રાજેશ યાદવે કહ્યું કે, આજે બેઠકમાં લગભગ આજે તમામ આવ્યા હતા. દરમિયાન સીએમ અખિલેશે કહ્યું કે, જ્યારે હું નાનો હતો તો કોઇએ નેતાજીને ગાળ આપી હતી તો એ વખતે હું ઘણો નાનો હતો. મેં એણે માથામાં પથ્થર માર્યો હતો. પુત્રના રૂપમાં કહું છું પિતા પુત્રના વચ્ચે જે પણ આવશે એને બખ્શવામાં નહીં આવે. મુખ્યમંત્રીના રૂપમાં કહું છું જે અમરસિંહની નજીક આવશે એને કેબિનેટથી બહાર મોકલાશે.
#સીએમએ કહ્યું, જે લોકો અમરસિંહની સાથે છે એમને મંત્રી મંડળમાં રહેવાનો કઇ અધિકાર નથી. કાલે નેતાજીની બેઠકમાં જશે અને 5 નવેમ્બરના કાર્યક્રમમાં પણ જશે. જે પણ પિતા પુત્રની વચ્ચે આવશે એને બહાર કરાશે.
#અખિલેશે ચાર મંત્રીઓને બહાર કર્યા છે. શિવપાલે કહ્યું કે, ઓમ પ્રકાશ, શાદાબ ફાતિમા અને જયાપ્રદાને પણ દુર કરાયા છે.