નવી દિલ્હી #મુખ્યમંત્રી અખિલેશ યાદવે બસપા અને ભાજપને નિશાને લેતાં કહ્યું કે, તે ચોર..ચોર...પિતરાઇ ભાઇ છે અને રાજ્યમાં આગામી સરકાર બનાવવા માટે કોઇ પણ હદ સુધી જઇ શકે એમ છે.
ગાજિયાબાદ અને હાપુડ વિસ્તાર સ્થિત ધૌલાના વિધાનસભાથી કોંગ્રેસ સપાના ઉમેદવાર ધર્મેશ તોમર માટે બુધવારે મસુરી શહેરમાં એક જનસભાને સંબોધિત કરતાં અખિલેશે કહ્યું કે, ભાજપા બસપાએ પૂર્વમાં ગઠબંધન સરકાર બનાવી હતી પરંતુ સત્તાની લાલચના કારણે ગઠબંધન તૂટી ગયું હતું.
તેમણે કહ્યું કે, સમાજવાદી પાર્ટી કોંગ્રેસ ગઠબંધન સાંપ્રદાયિક તાકતોને હરાવીને ઓછામાં ઓછી 300 બેઠકો પર જીત મેળવશે. તેમણે કહ્યું કે, 2014ની લોકસભા ચૂંટણી દરમિયાન માયાવતીએ જાણી જોઇને બસપાના મત ભાજપને અપાવ્યા હતા.