જે કોંગ્રેસને મુલાયમે ઉખાડી ફેંકી હતી, એને પુત્ર અખિલેશે આપી સંજીવની

Haresh Suthar | News18 Gujarati
Updated: January 23, 2017, 3:59 PM IST
જે કોંગ્રેસને મુલાયમે ઉખાડી ફેંકી હતી, એને પુત્ર અખિલેશે આપી સંજીવની
અખિલેશ યાદવ રાષ્ટ્રીય અધ્યક્ષ બનતાંની સાથે જ સમાજવાદી પાર્ટીમાં જાણે મુલાયમ રાગનો અંત થવાનો પ્રારંભ થયો છે. હવે પાર્ટીમાં એમની ભૂમિકા માત્ર એક સંરક્ષકના રૂપમાં રહી ગઇ છે. જેને રાજનીતિમાં એક રીતે સંન્યાસના રૂપમાં જોવામાં આવે છે. મુલાયમે જે કોંગ્રેસને યૂપીમાંથી ઉખાડી ફેંકી હતી અે જ કોંગ્રેસને અખિલેશ યાદવ સજીવન કરવા જઇ રહ્યા છે. એકલા હાથે ચૂંટણી મેદાનમાં ટકી ન શકનાર કોંગ્રેસને સપાનો સહારો મળ્યો છે. અખિલેશની ઘોડી પર કોંગ્રેસના મૂરતિયા વિધાનસભા જંગમાં ઉતર્યા છે.

અખિલેશ યાદવ રાષ્ટ્રીય અધ્યક્ષ બનતાંની સાથે જ સમાજવાદી પાર્ટીમાં જાણે મુલાયમ રાગનો અંત થવાનો પ્રારંભ થયો છે. હવે પાર્ટીમાં એમની ભૂમિકા માત્ર એક સંરક્ષકના રૂપમાં રહી ગઇ છે. જેને રાજનીતિમાં એક રીતે સંન્યાસના રૂપમાં જોવામાં આવે છે. મુલાયમે જે કોંગ્રેસને યૂપીમાંથી ઉખાડી ફેંકી હતી અે જ કોંગ્રેસને અખિલેશ યાદવ સજીવન કરવા જઇ રહ્યા છે. એકલા હાથે ચૂંટણી મેદાનમાં ટકી ન શકનાર કોંગ્રેસને સપાનો સહારો મળ્યો છે. અખિલેશની ઘોડી પર કોંગ્રેસના મૂરતિયા વિધાનસભા જંગમાં ઉતર્યા છે.

  • Share this:
લખનૌ #અખિલેશ યાદવ રાષ્ટ્રીય અધ્યક્ષ બનતાંની સાથે જ સમાજવાદી પાર્ટીમાં જાણે મુલાયમ રાગનો અંત થવાનો પ્રારંભ થયો છે. હવે પાર્ટીમાં એમની ભૂમિકા માત્ર એક સંરક્ષકના રૂપમાં રહી ગઇ છે. જેને રાજનીતિમાં એક રીતે સંન્યાસના રૂપમાં જોવામાં આવે છે. મુલાયમે જે કોંગ્રેસને યૂપીમાંથી ઉખાડી ફેંકી હતી અે જ કોંગ્રેસને અખિલેશ યાદવ સજીવન કરવા જઇ રહ્યા છે. એકલા હાથે ચૂંટણી મેદાનમાં ટકી ન શકનાર કોંગ્રેસને સપાનો સહારો મળ્યો છે. અખિલેશની ઘોડી પર કોંગ્રેસના મૂરતિયા વિધાનસભા જંગમાં ઉતર્યા છે.

અખિલેશના શાસનમાં નવો ચીલો

અખિલેશ પાર્ટીના અધ્યક્ષ બનતાં નવી પરંપરાની શરૂઆત થઇ છે. જેને રાજકીય પંડિતો કોંગ્રેસ માટે સંજીવનીના રૂપમાં જોઇ રહ્યા છે. એક તબક્કે મુલાયમે જે કોંગ્રેસને ઉખાડી ફેંકી હતી એને જ પુત્ર અખિલેશ ખાતર પોષી રહ્યા છે. મુલાયમસિંહ યાદવે 27 વર્ષ પહેલા કોંગ્રેસને ઉત્તરપ્રદેશમાંથી બહાર કાઢ્યું હતું. જેમણે કોંગ્રેસના પરંપરાગત વોટ બેંક(મુસલમાન)માં ઘૂસ મારી હતી અને સમાજવાદીને મજબૂત બનાવી હતી તો કોંગ્રેસને જડમૂળથી ઉખેડી ફેંકી હતી. એટલું જ નહીં મુસલમાનો સામે એક વિકલ્પ પણ ઉભો કર્યો હતો અને સત્તા પ્રાપ્ત કરી હતી.

કોંગ્રેસને ઉખાડી મુલાયમ બન્યા મુલ્લા!

મુસલમાનોમાં એમના મૂળ એટલા બધા લાગ્યા હતા કે એમને મુલ્લા મુલાયમનું ઉપનામ પણ મળ્યું હતું. પરંતુ હવે અખિલેશે કોંગ્રેસ સાથે ગઠબંધન કરી કોઇને કોઇ રીતે કોંગ્રેસને ફરી ઉત્તરપ્રદેશમાં પગ પસારવા માટે જગ્યા કરી આપી છે. એટલું જ નહીં આવું પહેલીવાર થઇ રહ્યું છે કે જ્યારે સમાજવાદી પાર્ટી પહેલીવાર કોઇ રાષ્ટ્રીય પાર્ટી સાથે ગઠબંધન કરીને ચૂંટણી લડવા જઇ રહ્યું છે. જાણકારોના કહેવા મુજબ આ ગઠબંધનનો ફાયદો સમાજવાદી પાર્ટીને કેટલો થશે એની તો ખબર નથી પરંતુ કોંગ્રેસને જરૂરથી આનો લાભ મળશે.

અખિલેશે કોંગ્રેસને આપી સંજીવનીપરંતુ હવે અખિલેશ યાદવે કોંગ્રેસ સાથે ગઠબંધન કરી ફરી એકવાર કોંગ્રેસને સજીવ થવા માટે તક આપી છે. ગઠબંધન અંતર્ગત કોંગ્રેસ 105 બેઠકો પર ચૂંટણી લડશે. આ સ્થિતિ કોંગ્રેસ માટે ઘણી પોઝિટિવ છે. કારણ કે એમની નજર 2019ની લોકસભાની ચૂંટણી પર છે. ઉપરાંત જે રીતે દેશના અન્ય રાજ્યોમાંથી કોંગ્રેસનો સફાયો થઇ રહ્યો છે એ જોતાં કોંગ્રેસ માટે કપરી સ્થિતિ સર્જાઇ રહી છે. આવા સમયે ગઠબંધન કર્યા સિવાય કોંગ્રેસ પાસે કોઇ વિકલ્પ નથી રહ્યો. બિહારમાં પણ એણે ગઠબંધનનો ફાયદો મળ્યો. પાર્ટીએ 41માંથી 27 બેઠકો જીતી છે જ્યારે 2010માં કોંગ્રેસ પાસે માત્ર 4 બેઠકો જ હતી.

2012માં રાલોદ ગઠબંધનથી મળી 28 બેઠકો

2012ની વિધાનસભા ચૂંટણીમાં પણ કોંગ્રેસે રાલોદથી ગઠબંધ કરી ચૂંટણી લડી હતી. જેને કારણે કોંગ્રેસને 28 બેઠકો મળી હતી. એટલું જ નહી મતની સરાસરી પણ 11.63 ટકા રહી હતી. આ ઉપરાંત એના 31 ઉમેદવારો બીજા નંબરે રહ્યા હતા. જ્યારે ત્રીજા સ્થાને 87 અને ચોથા નંબરે 122 ઉમેદવારો હતા. પાંચમા નંબરે 62 અને છઠ્ઠા સ્થાને 22 ઉમેદવારો રહ્યા હતા.

એકલા હાથે કોંગ્રેસની તાકાત ન હતી

આંકડા પર નજર નાંખીએ તો કોંગ્રેસ ક્યાંયથી પણ 403 બેઠકો પર ચૂંટણી લડી શકે એવી સ્થિતિમાં નથી. એવામાં એણે સમાજવાદી પાર્ટીનો સહારો જોઇતો હતો. એટલું જ નહીં કોંગ્રેસની હાલત એવી છે કે જો ગઠબંધન ના થયું હોત તો એની પાસે કેટલીય બેઠકો માટે તો ઉમેદવારો જ ન હતા. જો 2014ના લોકસભા ચૂંટણીની વાત કરવામાં આવે તો કોંગ્રેસને 7.5 ટકા મત મળ્યા હતા અને પાર્ટી માત્ર બે બેઠકો જ જીતી શકી હતી. એવામાં કોંગ્રેસને એ લાગી રહ્યું હતું કે જો એકલા હાથે ચૂંટણી લડવામાં આવશે તો ડિપોઝીટ ડૂલ થવાની સંખ્યા ઘણી હોત.

અખિલેશની ઘોડી પર કોંગ્રેસના મૂરતિયા

અખિલેશ યાદવ સાથે ગઠબંધન કરી કોંગ્રેસ પાર્ટી અંદાજે 70-80 બેઠકો પર જીત પ્રાપ્ત કરવાના સ્વપ્ન જોઇ રહ્યું છે. જેમાં એને 2019ની લોકસભાની ચૂંટણી માટે પોતાનો આંકડો વધારવાની તક મળી રહે. આ કારણે જ કોંગ્રેસે પોતાની પ્રથમ યાદીમાં પૂર્વ સાંસદોને જ ટિકિટ આપી છે. પહેલા લિસ્ટમાં પૂર્વ સાંસદ જિતિન પ્રસાદને તિલહારથી ટિકિટ આપી છે જ્યારે મુરાદનગરથી પૂર્વ સાંસદ સુરેન્દ્ર ગોયલને પણ ટિકિટ આપી છે. આશા જોવાઇ રહી છે કે આગામી લિસ્ટમાં અન્ય કેટલાક દિગ્ગજોને ટિકિટ મળી શકે એમ છે.
First published: January 23, 2017, 3:52 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading