અખિલેશ સરકારમાં જોડાયા નવા ચહેરા, શિવપાલ નારાજ, સમારોહમાં રહ્યા ગેરહાજર

Haresh Suthar | Pradesh18
Updated: June 27, 2016, 1:55 PM IST
અખિલેશ સરકારમાં જોડાયા નવા ચહેરા, શિવપાલ નારાજ, સમારોહમાં રહ્યા ગેરહાજર
#ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી અખિલેશ યાદવે સોમવારે સાતમી વાર પોતાના મંત્રીમંડળનો વિસ્તાર કર્યો છે. રાજભવન લખનૌના ગાંધી સભાગૃહમાં સવારે 11 વાગે શપથ સમારોહનું આયોજન કરાયું હતું. જેમાં રાજ્યપાલ રામ નાઇકે ચાર નવા મંત્રીઓને પદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યા હતા.

  • Pradesh18
  • Last Updated: June 27, 2016, 1:55 PM IST
  • Share this:
લખનૌ #ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી અખિલેશ યાદવે સોમવારે સાતમી વાર પોતાના મંત્રીમંડળનો વિસ્તાર કર્યો છે. રાજભવન લખનૌના ગાંધી સભાગૃહમાં સવારે 11 વાગે શપથ સમારોહનું આયોજન કરાયું હતું. જેમાં રાજ્યપાલ રામ નાઇકે ચાર નવા મંત્રીઓને પદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યા હતા.

અખિલેશ સરકારમાં મંત્રી મંડળમાં પાંચ નવા ચહેરા જોડાયા છે. બલરામ યાદવ અને નારદ રાયે કેબિનેટ મંત્રીના રૂપમાં શપથ લીધા હતા તો લખનૌના ધારાસભ્ય શારદા શુકલ અને રવિદાસ મેહોરત્રાએ રાજ્યમંત્રી સ્વતંત્ર હવાલાના રૂપમાં શપથ લીધા હતા. જ્યારે ધારાસભ્ય જિયાઉદ્દીન રિજવી 10 જુલાઇએ શપથ લેશે.

શપથ સમારોહ દરમિયાન સપા સુપ્રીમો મુલાયમસિંહ યાદવ હાજર રહ્યા હતા તો બીજી તરફ અખિલેશના આ નિર્ણયથી શિવપાલ નારાજ હોવાનું કહેવાઇ રહ્યું છે. તેઓ આ સમારોહમાં પણ હાજર રહ્યા ન હતા. એમની ગેરહાજરી ઉડીને આંખે વળગે એવી હતી.

મનોજ પાંડેને હટાવાયા
ઉત્તરપ્રદેશમાં કેબિનેટ વિસ્તાર કરતાં પહેલા સોમવારે અખિલેશ સરકારના મંત્રી મનોજ પાંડેને હોદ્દા પરથી હટાવાયા હતા. નારજ રાયને મનોજ પાંડેની જગ્યાએ મંત્રી મંડળમાં સામેવ કરવામાં આવ્યા છે.
First published: June 27, 2016, 11:59 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading