અખિલેશને સાયકલની ચિંતા નથી, ચૂંટણીમાં કરશે મોટર સાયકલની સવારી!

Haresh Suthar | Pradesh18
Updated: January 3, 2017, 3:35 PM IST
અખિલેશને સાયકલની ચિંતા નથી, ચૂંટણીમાં કરશે મોટર સાયકલની સવારી!
ઉત્તરપ્રદેશમાં ચૂંટણીના ઢોલ વાગવા જઇ રહ્યા છે ત્યાં આંતરિક વિખવાદને પગલે સમાજવાદી પાર્ટી બે ફાડિયામાં વહેંચાઇ ગઇ છે. પક્ષના ચિહ્ન સાયકલને લઇને પણ બંને જુથોમાં ખેંચમતાણી જેવી સ્થિતિ સર્જાઇ છે. મુલાયમસિંહ બાદ અખિલેશ જુથ પણ ચૂંટણી પંચમાં આ મામલે રજુઆત કરી રહ્યું છે. પરંતુ સુત્રોનું માનીએ તો અખિલેશ યાદવને સાયકલની ચિંતા નથી કારણ કે અખિલેશ પાસે વિધાનસભા ચૂંટણી માટે પ્લાન બી અને પ્લાન સી તૈયાર છે. આગામી ચૂંટણીમાં અખિલેશ યાદવ સાયકલ પર નહીં પરંતુ મોટર સાયકલ પર સવારી કરે એમ છે.

ઉત્તરપ્રદેશમાં ચૂંટણીના ઢોલ વાગવા જઇ રહ્યા છે ત્યાં આંતરિક વિખવાદને પગલે સમાજવાદી પાર્ટી બે ફાડિયામાં વહેંચાઇ ગઇ છે. પક્ષના ચિહ્ન સાયકલને લઇને પણ બંને જુથોમાં ખેંચમતાણી જેવી સ્થિતિ સર્જાઇ છે. મુલાયમસિંહ બાદ અખિલેશ જુથ પણ ચૂંટણી પંચમાં આ મામલે રજુઆત કરી રહ્યું છે. પરંતુ સુત્રોનું માનીએ તો અખિલેશ યાદવને સાયકલની ચિંતા નથી કારણ કે અખિલેશ પાસે વિધાનસભા ચૂંટણી માટે પ્લાન બી અને પ્લાન સી તૈયાર છે. આગામી ચૂંટણીમાં અખિલેશ યાદવ સાયકલ પર નહીં પરંતુ મોટર સાયકલ પર સવારી કરે એમ છે.

  • Pradesh18
  • Last Updated: January 3, 2017, 3:35 PM IST
  • Share this:
નવી દિલ્હી #ઉત્તરપ્રદેશમાં ચૂંટણીના ઢોલ વાગવા જઇ રહ્યા છે ત્યાં આંતરિક વિખવાદને પગલે સમાજવાદી પાર્ટી બે ફાડિયામાં વહેંચાઇ ગઇ છે. પક્ષના ચિહ્ન સાયકલને લઇને પણ બંને જુથોમાં ખેંચમતાણી જેવી સ્થિતિ સર્જાઇ છે. મુલાયમસિંહ બાદ અખિલેશ જુથ પણ ચૂંટણી પંચમાં આ મામલે રજુઆત કરી રહ્યું છે. પરંતુ સુત્રોનું માનીએ તો અખિલેશ યાદવને સાયકલની ચિંતા નથી કારણ કે અખિલેશ પાસે વિધાનસભા ચૂંટણી માટે પ્લાન બી અને પ્લાન સી તૈયાર છે. આગામી ચૂંટણીમાં અખિલેશ યાદવ સાયકલ પર નહીં પરંતુ મોટર સાયકલ પર સવારી કરે એમ છે.

મુખ્યમંત્રી અખિલેશ યાદવે પિતા મુલાયમસિંહ યાદવ અને કાકા શિવપાલસિંહ યાદવનો તખ્તાપલટ કરી સમાજવાદી પાર્ટીમાં પોતાનો કબ્જો જમાવ્યો છે. અખિલેશ હવે કાકા રામગોપાલ યાદવના સહયોગથી મુલાયમસિંહ પાસેથી ચૂંટણી ચિહ્ન સાયકલ હડપવાની તૈયારીમાં છે. જોકે વિશેષજ્ઞોનું કહેવું છે ચૂંટણી પંચ અખિલેશ અને મુલાયમસિંહ બંનેમાંથી કોઇને પણ સાયકલની સવારી કરવા દે એમ લાગતું નછી. એવામાં બધા માટે ચર્ચાનો વિષય એ છે કે પિતા પાસેથી તખ્તપલટ કરનાર અખિલેશ ચૂંટણી ચિહ્ન માટે આગળનું પગલું કયું ઉઠાવશે?

સપાના અખિલેશ છાવણીના નેતાઓએ સંકેત આપ્યા છે કે, તેમણે ચૂંટણી ચિહ્નને લઇને પ્લાન બી અને પ્લાન સી તૈયાર રાખ્યો છે. મુલાયમસિંહ યાદવ તરફથી સોમવારે ચૂંટણી પંચ સામે સાયકલને લઇને રજુઆત કરી હતી તો આજે અખિલેશ છાવણીએ પોતાની વાત રજુ કરી છે.

અખિલેશ છાવણીનું કહેવું છે કે એમની પ્રાથમિકતામાં સાયકલને પ્રાપ્ત કરવાની છે પરંતુ જો આવું ના થાય તો એમના માટે પહેલેથી જ પ્લાન તૈયાર છે. સપા પ્રવક્તા જુહી સિંહે જણાવ્યું કે એમના નેતા અખિલેશ યાદવે જ્યારે આટલું મોટું પગલું ઉઠાવ્યું છે તો એમણે ચૂંટણી ચિહ્નને લઇને પણ તૈયારી કરી છે.

સપા સુત્રોનું કહેવું છે કે, મુખ્યમંત્રી અખિલેશ યાદવ ચૂંટણીને લઇને મક્કમ છે. ચૂંટણી પંચ દ્વારા જો એમને સાયકલનું ચિહ્ન નહીં મળે તો તેઓ મોટર સાયકલના ચિહ્ન સાથે ચૂંટણી લડશે. અખિલેશના અંગત સુત્રોનું કહેવું છે કે, તે યુવા નેતૃત્વના પ્રતિક છે. એવામાં મોટર સાયકલનો વિકલ્પ યોગ્ય છે. એની પાછળ એ પણ તર્ક છે કે જુની સમાજવાદી કરતાં આ સપા વિકાસ પર કેન્દ્રિત છે.

ચંદ્રશેખરના પુત્રની પાર્ટી, પ્લાન સીએક સમય હતો કે જ્યારે ભારતીય રાજનીતિમાં યુવા તુર્કના નામથી જાણીતા પૂર્વ વડાપ્રધાન ચંદ્રશેખરના સહયોગથી મુલાયમસિંહ યાદવે યૂપીમાં પોતાની રાજકીય ભૂમિકા તૈયાર કરી હતી. મુલાયમ સિંહ યાદવે વીપી સિંહનો સાથ છોડીને ચંદ્રશેખર સિંહને 56 સાંસદોનું સમર્થન અપાવી એમને વડાપ્રધાન બનાવ્યા હતા. જે રીતે ચંદ્રશેખરની સત્તા છીનવી મુલાયમે પલટી મારતાં એમનો સાથ છોડી બહુજન સમાજ પાર્ટી સાથે હાથ મીલાવ્યા હતા અને મુખ્યમંત્રી બન્યા હતા. બાદમાં બસપા છોડીને 1992માં સમાજવાદી પાર્ટીની રચના કરી હતી.

સમયનું ચક્ર ફરી એકવાર એ જ રસ્તે આગળ વધ્યું છે. અખિલેશ યાદવ પિતા મુલાયમ યાદવથી અલગ થવા તખ્તો તૈયાર કરી રહ્યો છે અને એમાં ચંદ્રશેખરના પુત્ર નીરજ શેખર અખિલેશનો સહારો બનવા જઇ રહ્યો છે.

ચર્ચા છે કે જો અખિલેશને સાયકલનું ચિહ્ન નથી મળતું તો તે નીરજ શેખરની રજીસ્ટર કરાવેલ પાર્ટી સમાજવાદી જનતા પાર્ટી(સજપા)ના નેજા હેઠળ ચૂંટણી લડી શકે છે. આ પાર્ટીનું ચૂંટણી ચિહ્ન વટ વૃક્ષ છે.
First published: January 3, 2017, 3:35 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading