છત્તીસગઢમાં કોંગ્રેસ ભંગાણના આરે, અજીત જોગી 6 જુને કરશે નવી પાર્ટીનું એલાન

Haresh Suthar | Pradesh18
Updated: June 2, 2016, 5:16 PM IST
છત્તીસગઢમાં કોંગ્રેસ ભંગાણના આરે, અજીત જોગી 6 જુને કરશે નવી પાર્ટીનું એલાન
છત્તીસગઢ કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ મુખ્યમંત્રી અજીત જોગીએ કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો છે અને કોંગ્રેસના મોવડી મંડળ સાથેની પોતાની નારાજગી જાહેર કરી છે. તેમણે કહ્યું કે સોનિયા અને રાહુલ મોટા માણસ છે અને એમની પાસે કાર્યકર્તાઓ માટે સમય નથી. જોગીના આ નિવેદનથી છત્તીસગઢ કોંગ્રેસમાં ભંગાણની સ્થિતિ જોવા મળી રહી છે. નારાજગીને પગલે અજીત જોગીએ 6 જૂને નવી પાર્ટીનું એલાન કરે એવું માનવામાં આવી રહ્યું છે. 6 જુને મરવાહીમાં શક્તિ પ્રદર્શન થવાનું છે જેને લઇને જોગીના સમર્થકોમાં ખુશીનો માહોલ છે.

  • Pradesh18
  • Last Updated: June 2, 2016, 5:16 PM IST
  • Share this:
નવી દિલ્હી #છત્તીસગઢ કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ મુખ્યમંત્રી અજીત જોગીએ કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો છે અને કોંગ્રેસના મોવડી મંડળ સાથેની પોતાની નારાજગી જાહેર કરી છે. તેમણે કહ્યું કે સોનિયા અને રાહુલ મોટા માણસ છે અને એમની પાસે કાર્યકર્તાઓ માટે સમય નથી.

જોગીના આ નિવેદનથી છત્તીસગઢ કોંગ્રેસમાં ભંગાણની સ્થિતિ જોવા મળી રહી છે. નારાજગીને પગલે અજીત જોગીએ 6 જૂને નવી પાર્ટીનું એલાન કરે એવું માનવામાં આવી રહ્યું છે. 6 જુને મરવાહીમાં શક્તિ પ્રદર્શન થવાનું છે જેને લઇને જોગીના સમર્થકોમાં ખુશીનો માહોલ છે.

આગામી 6 જુને છત્તીસગઢની મરવાહી વિધાનસભા વિસ્તાકના ગ્રામ કોટમીમાં જોગી પિતા પુત્ર ગ્રામ અવાજ અભિયાનના બહાને રાજનીતિનો નવો અધ્યાય શરૂ કરવા જઇ રહ્યા છે. સમગ્ર અભિયાન દરમિયાન આ પહેલીવાર થશે કે જ્યારે પૂર્વ મુખ્યમંત્રી અજીત જોગી જાહેરમાં આ રીતે પુત્ર અમિતના અભિયાનને ખુલ્લુ સમર્થન આપશે. એટલું જ નહીં આખો જોગી પરિવાર પણ એક મંચ પર જોવા મળશે.
First published: June 2, 2016, 5:16 PM IST
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading