Home /News /madhya-gujarat /

અજય દેવગન મુંબઇ નહીં ઇંદોરમાં આજે લોન્ચ કરશે ફિલ્મ 'શિવાય' નું ટ્રેલર

અજય દેવગન મુંબઇ નહીં ઇંદોરમાં આજે લોન્ચ કરશે ફિલ્મ 'શિવાય' નું ટ્રેલર

બોલીવુડ અભિનેતા અજય દેવગન ને પોતાની અપકમિંગ ફિલ્મ 'શિવાય' ના પ્રમોશન માટે એક નવી પદ્ધત્તિ અપનાવી છે. અજયે પોતાની આ નવી ફિલ્મનું ટ્રેલર મુંબઇના સ્થાને 'મિની મુંબઇ' કહેવાતા ઇંદોર શહેરમાં લોન્ચ કરવાનો નિર્ણય કર્યો છે. આ માટે તેઓ રવિવારે ઇંદોર પહોંચશે.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :
મુંબઇ# બોલીવુડ અભિનેતા અજય દેવગન ને પોતાની અપકમિંગ ફિલ્મ 'શિવાય' ના પ્રમોશન માટે એક નવી પદ્ધત્તિ અપનાવી છે. અજયે પોતાની આ નવી ફિલ્મનું ટ્રેલર મુંબઇના સ્થાને 'મિની મુંબઇ' કહેવાતા ઇંદોર શહેરમાં લોન્ચ કરવાનો નિર્ણય કર્યો છે. આ માટે તેઓ રવિવારે ઇંદોર પહોંચશે.

ફ્રેન્ડશિપ ડે પર અજય દેવગન પોતાના ફેન્સ વચ્ચે ફિલ્મ 'શિવાય' નું ટ્રેલર લોન્ચ કરશે. આ માટે તે જેટના માધ્યમથી મુંબઇથી ઇંદોર જવા માટે રવાના થઇ ગયા છે.

અજયના આ નિર્ણયથી તમામ લોકો હેરાન છે, પરંતુ અજય ના આ નિર્ણય પાછળ છુપાયેલું એક ખાસ કારણ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ઇંડોરમાં અજય દેવગનનું ઘણો મોટું ફેન્સ ક્લબ છે, જે ઘણું એક્ટિવ પણ છે અને હંમેશા પોતાના પસંદીદાર સ્ટારના ટચમાં રહે છે. તેઓએ ઘણી વાર અજય દેવગન ને ઇંદોર આવવા અને તેમના મળવા માટે વિનંતી કરી હતી.

આ માટે અજયે પોતાની ફિલ્મ 'શિવાય' નું ટ્રેલર ઇંદોરમાં પોતાના ફેન્સ વચ્ચે લોન્ચ કરવાનો નિર્ણય લીધો છે. માનવામાં આવી રહ્યું છે કે, આ ઇવેન્ટમાં હજારોની સંખ્યામાં લોકો પહોંચશે.

તો આ તરફ અજયના આગમનની ખબરથી તેમનું ફેન ક્લબ પણ ખૂબજ ઉત્સાહિત છે અને આ ઇવેન્ટને સફળ બનાવવામાં લાગ્યા છે. ફેન્સ આ ઇવેન્ટને ટ્વીટર પર પણ પ્રમોટ કરી રહ્યાં છે, જેથી Ajay Devgan In Indore ટ્વીટરના ટ્રેન્‍ડ લિસ્ટમાં આવી ગયું છે.
First published:

Tags: 'શિવાય', અજય દેવગન, અભિનેતા, ટ્રેલર, ફિલ્મ, બોલીવુડ, લોન્ચ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन