Home /News /madhya-gujarat /

અજય દેવગન અને કાજોલ બનશે આંધ્રપ્રદેશના બ્રાન્ડ એમ્બેસેડર

અજય દેવગન અને કાજોલ બનશે આંધ્રપ્રદેશના બ્રાન્ડ એમ્બેસેડર

કાજોલ વિષે અજય દેવગણે એક ઇન્ટરવ્યૂ જણાવ્યું હતું કે જ્યારે તે કાજોલને પહેલીવાર મળ્યા ત્યારે તેમને એકબીજાથી અણગમો હતો. પણ જે પિક્ચરના તે હિરો હિરોઇન હતા તે પિક્ચર પૂરી થતા તેમને પ્રેમ થઇ ગયો અને આજીવન સાથે રહેવાના નિર્મણ કરી તેમણે મીડિયાથી છુપાઇને લગ્ન કરી લીધા.

બોલીવુડ અભિનેતા અજય દેવગણ અને તેમની પત્ની કાજોલ આંધ્રપ્રદેશ પર્યટન ના બ્રાન્ડ એમ્બેસેડર હશે. એક સત્તાવાર નિવેદન અનુસાર, અજયે મંગળવારે આંધ્રપ્રદેશ ના CM એન. ચંદ્રાબાબૂ નાયડૂ સાથે મુલાકાત કરી હતી.

  • IBN7
  • Last Updated :
વિજયવાડા# બોલીવુડ અભિનેતા અજય દેવગન અને તેમની પત્ની કાજોલ આંધ્રપ્રદેશ પર્યટનના બ્રાન્ડ એમ્બેસેડર હશે. એક સત્તાવાર નિવેદન અનુસાર, અજયે મંગળવારે આંધ્રપ્રદેશના CM એન. ચંદ્રાબાબૂ નાયડૂ સાથે મુલાકાત કરી હતી. તેઓએ રાજ્યની નવી રાજધાની અમરાવતીના વિકાસ અને તેના પ્રવાસી આકર્ષણો માટે ઉંડો રસ દર્શાવ્યો છે.

CM ઓફિસ તરફથી અપાયેલ નિવેદન અનુસાર, અજયે કહ્યું કે, તે તેમની પત્ની કાજોલ સાથે અમરાવતી તથા રાજ્ય પર્યટનના બ્રાન્ડ એમ્બેસેડર બનવા માટે તૈયાર છે. નાયડૂએ આ નિર્ણયનો સ્વાગત કર્યો છે અને આશા વ્યક્ત કરી છે કે, તેમના યોગદાનથી રાજ્ય પર્યટનમાં આકર્ષણ વધશે.

અજય દેવગને એન્ટરટેનમેન્ટ એન્ડ મીડિયા સિટીના સ્થાપના અંગે પણ રસ દર્શાવ્યો છે. તેમણે પોતાની ટીમ સાથે પ્રસ્તાવિત પ્રોજેક્ટ પર એક પ્રેઝન્ટેશન પણ આપ્યું છે. નાયડૂએ અજયને જણાવ્યું કે, તે રાજ્યની રાજધાની અમરાવતીને દુનિયાના સૌથી શ્રેષ્ઠ શહેરો માનું એક બનાવવા ઇચ્છે છે. તેઓએ અભિનેતા સૂચિત એન્ટરટેનમેન્ટ એન્ડ મીડિયા સિટી માટે સરકારના તરફથી તમામ શક્ય મદદ આપવાનું આશ્વાસન આપ્યું છે.
First published:

Tags: અજય દેવગન, અભિનેતા, આંધ્રપ્રદેશ, કાજોલ, પત્ની, બોલીવુડ, બ્રાન્ડ એમ્બેસેડર

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन