Home /News /madhya-gujarat /અમદાવાદ: એરપોર્ટનું ખાનગીકરણ મુદ્દે 150 કર્મીઓ ઉતર્યા ભૂખ હડતાળ પર

અમદાવાદ: એરપોર્ટનું ખાનગીકરણ મુદ્દે 150 કર્મીઓ ઉતર્યા ભૂખ હડતાળ પર

ખાનગીકરણથી પ્રજા પર મોંઘવારીનો માર પડશે, સાથે કર્મચારીઓ રિઝર્વેશન પોલીસી સહિતના અનેક લાભથી વંચિત થઈ જશે

ખાનગીકરણથી પ્રજા પર મોંઘવારીનો માર પડશે, સાથે કર્મચારીઓ રિઝર્વેશન પોલીસી સહિતના અનેક લાભથી વંચિત થઈ જશે

    દેશભરમાં એરપોર્ટની ખાનગીકરણની પ્રક્રિયા ચાલી રહી છે, તેવામાં અમદાવાદ એરપોર્ટનું પણ ખાનગીકરણ થઈ રહ્યું છે, ત્યારે એરપોર્ટ કર્મચારીઓ ખાનગીકરણના વિરોધમાં ભૂખ હડતાળ પર ઉતરતા વ્યવસ્થા તંત્ર ખોરવાઈ ગયું છે.

    પ્રાપ્ત માહિતી મુજબ, અમદાવાદ એરપોર્ટના 150 જેટલા કર્મચારીઓ ખાનગીકરણના વિરોધમાં ભૂખ હડતાળ પર ઉતરી ગયા છે. આ મુદ્દે હડતાળ પર ઉતરેલા કર્મચારીઓનું માનવું છે કે, ખાનગીકરણથી પ્રજા પર મોંઘવારીનો માર પડશે, સાથે કર્મચારીઓ રિઝર્વેશન પોલીસી સહિતના અનેક લાભથી વંચિત થઈ જશે, જેને પગલે વિરોધ માટે ભૂખ હડતાળ કરવામાં આવી રહી છે.

    ઉલ્લેખનીય છે કે, અમદાવાદ સહિત દેશના મોટાભાગના એરપોર્ટને ખાનગીકરણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એરપોર્ટ્સના ખાનગીકરણની ચાલી રહેલી પ્રક્રિયા વચ્ચે અમદાવાદના ગૌતમ અદાણી જૂથને દેશના પાંચ એરપોર્ટના અપગ્રેડેશન અને સંચાલનનો કોન્ટ્રાક્ટ મળ્યો છે. અદાણી જૂથને આ કોન્ટ્રાક્ટ આગામી 50 વર્ષ માટે મળ્યો છે. આ એરપોર્ટ્સમાં અમદાવાદ ઉપરાંત લખનઉ, જયપુર, મેંગલોર અને ત્રિવેન્દ્રમનો સમાવેશ થાય છે.

    સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે અમદાવાદ સહિત પાંચ એરપોર્ટ્સના ખાનગીકરણનું કામ હવે અદાણી જૂથ કરશે. સૂત્રોના કહેવા પ્રમાણે AAI (એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા) તરફથી છ એરપોર્ટ્સના નવીનીકરણ અને સંચાલનની બીડ્સ પૈકી પાંચ એરપોર્ટ્સની બીડ અદાણી જૂથના ફાળે ગઈ છે.

    અદાણી ગ્રુપે આ બીડ્સ જીતી લેતા હવે અદાણી જૂથ એવિએશન સેક્ટરમાં પ્રવેશ કરશે. બીડ્સ પ્રમાણે આગામી 50 વર્ષ સુધી અદાણી આ એરપોર્ટ્સનું સંચાલન કરી શકશે. સંચાલનની સાથે સાથે અદાણી જૂથ આ એરપોર્ટ્સનું નવીનીકરણ (અપગ્રેડેશન) પણ કરશે.

    રિપોર્ટ્સ પ્રમાણે એએઆઈ દ્વારા છ એરપોર્ટ્સ માટે બીડ મંગાવવામાં આવી હતી. જેમાંથી પાંચ બીડ અદાણીના ફાળે ગઈ છે, જ્યારે ગૌહાટી માટેની બીડ હજુ સુધી ખુલી નથી. આ માટે એક કરાણ એવું પણ છે કે ગૌહાટી હાઇકોર્ટ તરફથી ગૌહાટી એરપોર્ટના ખાનગીકરણ અંગે સ્ટે આપવામાં આવ્યો છે. આ માટે આ બીડ હજુ સુધી ખુલી નથી.

    ઉલ્લેખનીય છે કે અદાણી જૂથ પાવર, પોર્ટ, ગેસ, ઇન્ફ્રા, માઇનિંગ વગેરે ક્ષેત્રમાં પહેલેથી જ હયાત છે. એરપોર્ટના સંચાલન અને નવીનીકરણનો કોન્ટ્રાક્ટ મળતાની સાથે હવે અદાણી જૂથનો ઉડ્ડયન ક્ષેત્રમાં પણ પ્રવેશ થશે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Issue, અમદાવાદ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन