મંત્રાલયની ભલામણથી ગાયકવાડને મળી માફી, એર ઇન્ડિયાએ પ્રતિબંધ હટાવ્યો

Haresh Suthar | News18 Gujarati
Updated: April 7, 2017, 4:58 PM IST
મંત્રાલયની ભલામણથી ગાયકવાડને મળી માફી, એર ઇન્ડિયાએ પ્રતિબંધ હટાવ્યો
એર ઇન્ડિયાના એક કર્મચારી સાથે મારપીટ કરવાને લઇને વિવાદમાં ઘેરાયેલા શિવસેનાના સાંસદ રવિન્દ્ર ગાયકવાડની મુસીબતોનો અંત આવ્યો છે. ઉડ્ડયન મંત્રાલયની ભલામણને લીધે એર ઇન્ડિયાએ રવિન્દ્ર ગાયકવાડને માફી આપી છે. જોકે ગાયકવાડે એર ઇન્ડિયાને હજુ સુધી કોઇ માફી નથી માંગી, તેમણે ઉડ્ડયન મંત્રાલયને આ સમગ્ર મામલે ખેદ વ્યક્ત કરતો એક પત્ર લખ્યો હતો.

  • Share this:
નવી દિલ્હી #એર ઇન્ડિયાના એક કર્મચારી સાથે મારપીટ કરવાને લઇને વિવાદમાં ઘેરાયેલા શિવસેનાના સાંસદ રવિન્દ્ર ગાયકવાડની મુસીબતોનો અંત આવ્યો છે. ઉડ્ડયન મંત્રાલયની ભલામણને લીધે એર ઇન્ડિયાએ રવિન્દ્ર ગાયકવાડને માફી આપી છે. જોકે ગાયકવાડે એર ઇન્ડિયાને હજુ સુધી કોઇ માફી નથી માંગી, તેમણે ઉડ્ડયન મંત્રાલયને આ સમગ્ર મામલે ખેદ વ્યક્ત કરતો એક પત્ર લખ્યો હતો.

ઓલ ઇન્ડિયા કેબિન ક્રુ એસોશિએશને એર ઇન્ડિયાને લખેલા પત્રમાં કહ્યું હતું કે, ગાયકવાડને ત્યાં સુધી વિમાનમાં ન ચઢવા દેવાય કે જ્યાં સુધી તેઓ તમામ કર્મચારીઓની માફી ન માંગે અને નિયમોનું પાલન કરવાની લેખિતમાં ખાતરી ન આપે. પરંતુ આવું થયું નથી.

શિવસેના સાંસદ રવિન્દ્ર ગાયકવાડ પર ગત મહિને એર ઇન્ડિયાના એક સિનિયર ઓફિસરને ચપ્પલ વડે મારવાનો આરોપ છે. કારણ માત્ર એટલું જ હતું કે ગાયકવાડની પાસે બિઝનેસ ક્લાસની ટિકિટ હતી પરંતુ એમને ઇકોનોમી ક્લાસમાં મુસાફરી કરવી પડી હતી. આ ઘટના બાદ એર ઇન્ડિયાએ રવિન્દ્ર ગાયકવાડ પર પ્રતિબંધ લગાવ્યો હતો. આ મુદ્દો શિવસેનાએ સંસદમાં પણ ઉઠાવ્યો હતો.
First published: April 7, 2017
વધુ વાંચો
अगली ख़बर