Home /News /madhya-gujarat /

અમદાવાદઃ સ્વરૂપવાન એરહોસ્ટેસના બેડ પર રૂમ પાર્ટનરનો મિત્ર નશામાં ધૂત થઈ સુઈ ગયો, ને પછી યુવતી સાથે..... 

અમદાવાદઃ સ્વરૂપવાન એરહોસ્ટેસના બેડ પર રૂમ પાર્ટનરનો મિત્ર નશામાં ધૂત થઈ સુઈ ગયો, ને પછી યુવતી સાથે..... 

પ્રતિકાત્મક તસવીરઃ shutterstock

એક એર હોસ્ટેસ તેના મિત્રોને બોલાવી ઘરમાં દારૂ તથા અન્ય નશા કરી મ્યુઝિક વગાડી ધમાલ મસ્તી કરતા હતા. જેથી એક એર હોસ્ટેસ યુવતીએ આ પ્રકારનું ન કરવાનું કહેતા મામલો બિચક્યો હતો.

અમદાવાદ: શહેરના ચાંદખેડા (chandkheda) વિસ્તારમાં એર હોસ્ટેસ વચ્ચેની (Air hostess) બબાલની ઘટનાની ફરિયાદ (complaint) નોંધાઈ છે. ઘટના એમ બની હતી કે જગતપુર રોડ ઉપર આવેલા એક ફ્લેટમાં ચાર એર હોસ્ટેસ સાથે રહેતી હતી. જેમાંથી એક એર હોસ્ટેસ તેના મિત્રોને બોલાવી ઘરમાં દારૂ તથા અન્ય નશા કરી મ્યુઝિક વગાડી ધમાલ મસ્તી કરતા હતા. જેથી એક એર હોસ્ટેસ યુવતીએ આ પ્રકારનું ન કરવાનું કહેતા મામલો બિચક્યો હતો. જ્યારે ભોગ બનનાર યુવતી જયપુર ખાતેથી પરત આવી ત્યારે તે તેના રૂમમાં સૂતી હતી. ત્યારે નશામાં ધૂત એક શખ્સ તેના રૂમમાં આવ્યો હતો અને શરીરે સ્પર્શ કરવાનો પ્રયત્ન કર્યો હતો. જેથી આ યુવતી ભાગી ને હોલમાં આવી ગઈ હતી. બાદમાં આ તમામ લોકોએ આ યુવતીને ધમકી આપી તેની છેડતી કરતા પોલીસને જાણ કરી હતી. જેથી સમગ્ર બાબતને લઈને ચાંદખેડા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

મૂળ પંજાબની 25 વર્ષીય યુવતી હાલ ચાંદખેડાના જગતપુર રોડ ઉપર આવેલા એક ફ્લેટમાં રહે છે અને તેની સાથે છેલ્લા છ મહિનાથી રૂમ-પાર્ટનર તરીકે અન્ય ત્રણ યુવતીઓ પણ રહે છે. આ યુવતી શહેરના સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ ખાતે સ્પાઇસ જેટ એરલાઇન્સમાં એરહોસ્ટેસ તરીકે નોકરી કરે છે. આજથી બે ત્રણ મહિના પહેલા આ યુવતીની રૂમ-પાર્ટનર ના મિત્રો જગતપુર ખાતેના ઘરે આવ્યા હતા.

આ યુવતીની રૂમ પાર્ટનર અને તેના મિત્રો  દારૂ તથા અન્ય પ્રકારના નશા કરી ઘરે ધમાલ મસ્તી કરી હતી અને ત્રણથી ચાર દિવસ ઘરે રોકાઇ ને જતા રહ્યા હતા. ત્યારબાદ ફરીથી આ યુવતીની રૂમ-પાર્ટનરના મિત્રો ઘરે આવ્યા હતા. ત્યારે આ યુવતીએએ તેની રૂમ પાર્ટનરને તે લોકો વિશે પૂછતાં તેણે જણાવ્યું હતું કે તે તમામ લોકો તેને મળવા આવ્યા છે અને થોડા દિવસ રહીને જતા રહેશે.

આ પણ વાંચોઃ-ગોંડલઃ ચેતવણીરૂપ કિસ્સો! VIP મેમ સાથે ડેટિંગ-શરીર સુખ અને ત્રણ ગણા રૂપિયાની લાલચમાં આધેડે રૂ.1.30 કરોડ ગુમાવ્યા

આ પણ વાંચોઃ-સેલ્ફીએ ખોલી પતિની પોલ! વટ સાવિત્રી વ્રતની પૂજા કરી પત્નીએ લીધી પતિ સાથે સેલ્ફી, ગેલેરી જોતા જ પત્ની ચોંકી ગઈ

બાદમાં આ યુવતીની અન્ય રૂમ પાર્ટનર તેના વતન દિલ્હી જતી રહી હતી. જેથી આ યુવતી તથા અન્ય બે રૂમ પાર્ટનર ઘરે હાજર હતા અને એક રૂમ પાર્ટનર ના મિત્રો તેઓના ઘરે રહેવા આવ્યા હતા. ત્યારબાદ રોજેરોજ ઘરના હોલમાં બેસીને દારૂ તથા અન્ય પ્રકારના નશાઓ કરીને જોરજોરથી મ્યુઝિક વગાડી ને ધમાલ મસ્તી કરતા હતા. જેથી આ યુવતીએ ઘરમાં નશો કરી ધમાલ-મસ્તી ન કરવા જણાવતા એની રૂમ પાર્ટનર એડજસ્ટ કરી લેવાનું કહ્યું હતું અને થોડા દિવસ પછી તમામ મિત્રો જતા રહેશે તેવુ જણાવ્યું હતું.

આ પણ વાંચોઃ-અમદાવાદઃ 'મેં તારા નગ્ન વીડિયો ફોટો ઉતારી લીધા છે', ઉજ્જવળ ભવિષ્યના સપના બતાવી માલિકનું યુવતી સાથે દુષ્કર્મ

આ પણ વાંચોઃ-રોડ અકસ્માતનો live Video જોઇ તમારા રૂવાડાં ઉભા થઈ જશે, મોર્નિંગ વોક પર નીકળેલા ચાર લોકોને ડમ્પર કચડી નાંખ્યા

એક દિવસ આ યુવતીની ફ્લાઇટ હોવાથી તે જયપુર ગઈ હતી અને બાદમાં ત્યાંથી ઘરે પરત આવી ત્યારે તેના રૂમ પાર્ટનર તથા અન્ય મિત્રો ઘરે હાજર હતા. આ તમામ લોકો દારૂ તથા અન્ય પ્રકારના નશા કરી ધમાલ મસ્તી કરતા હતા. જેથી યુવતીએ તેની રૂમ પાર્ટનરને તેના મિત્રોને સમજાવવાનું કહ્યું હતું તો તે લોકો વચ્ચે બોલાચાલી ઝઘડો થયો હતો. બાદમાં આ યુવતી તેના રૂમમાં જતી રહી અને સૂઈ ગઈ હતી.

આ પણ વાંચોઃ-કમકમાટી ભરી ઘટના! લિવ ઈનમાં રહેતા યુવકે જ યુવતીને જીવતી સળગાવી, યુવતીએ મરતા મરતા ડોક્ટરને જણાવ્યું દર્દ

ત્યારે રૂમ પાર્ટનર યુવતીનો મિત્રો મયંક આ યુવતીના રૂમમાં આવી તેના બેડ ઉપર તેની બાજુમાં સૂઈ ગયો હતો અને તેની પાસે અભદ્ર માંગણીઓ કરી શરીરે સ્પર્શ કરવાનો પ્રયત્ન કરવા લાગ્યો હતો. જેથી યુવતીએ બૂમાબૂમ કરીને તેને આવું નહીં કરવા સમજાવતાં આ શખશે તેને પકડવાનો પ્રયત્ન કરતા યુવતિ રૂમમાંથી દોડીને બહાર હોલમાં આવી ગઈ હતી. બહાર હોલ માં તેની રૂમ પાર્ટનર અને અન્ય મિત્રો હાજર હતા.તે તમામ લોકોને જાતીય સતામણી બાબતે કહેતા હાજર લોકોએ આ યુવતીને ગાળો બોલી હતી અને તે તેમનું કંઈ બગાડી શકશે નહીં જે કરવું હોય તે કરી દે તેમ કહી મારીને બહાર કાઢી મૂકવાની ધમકી આપી હતી. જોકે અન્ય રૂમ પાર્ટનર વચ્ચે પડતાં આ યુવતીએ પોલીસમાં ફોન કર્યો હતો. જેથી ચાંદખેડા પોલીસે ઘટના સ્થળે પહોંચી પ્રિયંકા, શુભમ શેરાવત, મયંક શેરાવત અને નીતીશ નામના શખ્સો સામે યુવતીએ છેડતી, ધમકી સહિતની ફરિયાદ નોંધવતા પોલીસે તપાસ શરૂ કરી છે.
Published by:ankit patel
First published:

Tags: Crime news, અમદાવાદ, ગુજરાત

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन