યુવતીઓ માટે અમદાવાદનો ચેતવણી રૂપ કિસ્સોઃ એક યુવતીના નામે એક પછી એક fake એકાઉન્ટ બનાવી મૂક્યા ગંદા ફોટા

યુવતીઓ માટે અમદાવાદનો ચેતવણી રૂપ કિસ્સોઃ એક યુવતીના નામે એક પછી એક fake એકાઉન્ટ બનાવી મૂક્યા ગંદા ફોટા
પ્રતિકાત્મક તસવીર

આરોપીએ બીજું એક એકાઉન્ટ બનાવ્યું હતું અને યુવતીને મેસેજ કર્યો હતો કે તું મારું એક આઈ ડી બંધ કરવઈશ તો હું બીજું આઈ ડી બનાવીશ.

  • Share this:
અમદાવાદઃ હાઈ ટેક (Hi-tech) યુગ માં ટેકનોલોજીનો વ્યાપ વધી રહ્યો છે. તો બીજી તરફ લોકો સોશિયલ મીડિયાનો (social media) પણ લોકો મનફાવે તેમ ઉપયોગ કરતા થયા છે. સોશિયલ મીડિયા મારફતે યુવતીને પરેશાન કરવી, એક તરફી પ્રેમનો બદલો કે સામાજિક બદલો લેવા માટે હવે લોકો સોશિયલ મીડિયાના પ્લેટ ફોર્મનો ઉપયોગ કરી રહ્યા છે. સાયબર ક્રાઇમમાં (cyber crime) આ પ્રકારના અસંખ્ય બનાવો સામે આવી રહ્યા છે. ત્યારે આવો વધુ એક બનાવ સામે આવ્યો છે.

યુવતીના નામના એક પછી એક ઈન્સ્ટાગ્રામ (Instagram) પર બનાવટી એકાઉન્ટ બનાવ્યા બાદ બીભત્સ મેસેજ મોકલીને ફોટો મૂક્યો. જો કે યુવતીએ ઈન્સ્ટાગ્રામમાં રિપોર્ટ કરી એકાઉન્ટ બંધ કરાવ્યા તો આરોપીએ ફેસબુક (facebook) પર એકાઉન્ટ બનાવ્યું. અંતે યુવતીએ કંટાળીને પોલીસ ફરિયાદ (police complaint) દાખલ કરાવી છે.સાયબર ક્રાઇમમાં એક યુવતી એ પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે કે તેના મિત્ર થકી તેને જાણ થઈ હતી કે કોઈ વ્યક્તિ એ ઈન્સ્ટાગ્રામ પર તેના નામનું એકાઉન્ટ બનાવ્યું છે. જેથી યુવતીએ સર્ચ કરતા આ એકાઉન્ટ મળી આવ્યું હતું. જો કે યુવતીએ આ એકાઉન્ટ બનાવ્યું ના હોવાથી તેણે ઈન્સ્ટાગ્રામમાં રિપોર્ટ કરીને આ એકાઉન્ટ બંધ કરાવ્યું હતું.

આ પણ વાંચોઃ-સેલ્ફીના શોખીનો સાવધાન! સેલ્ફી લેવા માટે ટ્રેન ઉપર ચડ્યો યુવક, હાઈ વોલ્ટેજ લાઈન અડતા કમકમાટી ભર્યું મોત

જો કે ત્યારબાદ આરોપીએ બીજું એક એકાઉન્ટ બનાવ્યું હતું અને યુવતીને મેસેજ કર્યો હતો કે તું મારું એક આઈ ડી બંધ કરવઈશ તો હું બીજું આઈ ડી બનાવીશ. યુવતીએ ઈન્સ્ટાગ્રામમાં રિપોર્ટ કરી આ એકાઉન્ટ પણ બંધ કરાવી દીધું હતું.

આ પણ વાંચોઃ-શોલે ફિલ્મ જેવો સીન! પત્ની સાથે ઝઘડો થયા બાદ પત્ની હાઈટેન્શન ટાવર ઉપર ચડી ગયો પતિ, 'તું પિયર જઈશ તો કૂદી જઈશ'

જો કે આરોપી એ ત્રીજું એકાઉન્ટ બનાવી યુવતીને મેસેજ કર્યો હતો કે તું મારું આઈ ડી બંધ કરવઈશ તો હું ફેસબુક પર તારા નામથી આઈ ડી બનાવીશ તેમ કહીને. યુવતીને બીભત્સ મેસેજ કરીને બીભત્સ ફોટો સ્ટોરીમાં મૂક્યો હતો.

આ પણ વાંચોઃ-અમદાવાદઃ dating appsમાં યુવતીઓ શોધતા યુવકો સાવધાન! યુવકોને ટાર્ગેટ કરતી સુંદર મહિલા કેવી રીતે ચલાવતી હતી આખું રેકેટ?

જો કે એક પછી એક પોતાના નામના બનાવટી એકાઉન્ટ બનાવ્યા હોવાની જાણ થતાં જ યુવતીએ પોતાનું જ એકાઉન્ટ બંધ કરી દીધું હતું. તો બીજી તરફ આરોપી એ યુવતીના નામથી ફેસબુક પર બનાવટી આઈ ડી બનાવ્યું.જે અંગે ની જાણ યુવતી ને થતાં તેણે અંતે કંટાળીને આ બાબતે સાયબર ક્રાઇમમાં પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે. હાલમાં પોલીસ એ આ સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.
Published by:ankit patel
First published:November 30, 2020, 21:52 pm