અમદાવાદનો લાલબત્તી સમાન કિસ્સો, જાણો ટિકિટ કેન્સલ કરાવતા ગઠિયાઓ શું કરી ગયા
અમદાવાદનો લાલબત્તી સમાન કિસ્સો, જાણો ટિકિટ કેન્સલ કરાવતા ગઠિયાઓ શું કરી ગયા
આજકાલ ફ્રોડના કેસો ખૂબ જ વધી ગયા
જો કે આ ઘટના વિશે જાણીને તમારી આંખો પણ પહોળી થઇ જશે. તો તમને જણાવી દઇએ કે આ વ્યક્તિ પોતાના વતન જવા માટે ફ્લાઈટની (Flight) ટિકિટ બુક કરાવી હતી. જો કે સંજોગોને આધીન ફ્લાઇટની ટિકિટ (Ticket) કેન્સલ (Cancel) કરાવવાનો વારો આવ્યો. જો કે ફ્લાઇટની ટિકિટ કેન્સલ કરાવવા માટે એમને ગૂગલ (Google) પરથી નંબર લઇને ફોન કર્યો હતો.
અમદાવાદ: જો જો તમારી સાથે પણ ક્યાંક આવું ના થાય… એક ખાનગી (Private) કંપનીમાં (Company) કામ કરતા વ્યક્તિ (Person) સાથે સાયબર ફ્રોડની (Cyber Fraud) ઘટના બની છે. જો કે આ ઘટના વિશે જાણીને તમારી આંખો પણ પહોળી થઇ જશે. તો તમને જણાવી દઇએ કે આ વ્યક્તિ પોતાના વતન જવા માટે ફ્લાઈટની (Flight) ટિકિટ બુક કરાવી હતી. જો કે સંજોગોને આધીન ફ્લાઇટની ટિકિટ (Ticket) કેન્સલ (Cancel) કરાવવાનો વારો આવ્યો. જો કે ફ્લાઇટની ટિકિટ કેન્સલ કરાવવા માટે એમને ગૂગલ (Google) પરથી નંબર લઇને ફોન કર્યો હતો. જો કે આ ફોન કર્યા પછી વળતો ફોન કરનારે સીમ કાર્ડ સ્માર્ટ ફોનમાં નખાવીને એક ફાઇલ મોકલતાની સાથે જ એમના એકાઉન્ટમાંથી 1 લાખ ટ્રાન્સફર (Transfer) થઇ ગયા હતા.
આજકાલ ફ્રોડના કેસો ખૂબ જ વધી ગયા
જો કે આજકાલ ફ્રોડના (Fraud) કેસો ખૂબ જ વધી ગયા છે. આ વ્યક્તિ મૂળ ઉત્તરપ્રદેશના અને હાલ બાવળામાં મુન્નાપ્રસાદ ચાંગોદર ખાતે આવેલી ઝાયડ્સ કેડીલા (Zydus Cadillac) કંપનીમાં એક્ઝિક્યુટિવ તરીકે હાલમાં ફરજ (Duty) બજાવે છે. આમ, તેઓ પોતાના વતન જવા માટે ફ્લાઇટની ટિકિટ બુક કરાવી હતી. પરંતુ કેન્સલ કરાવવાની વાતમાં એમના એક લાખ રૂપિયાનો ચૂનો લાગી ગયો હતો. જો કે આજકાલ આ બધા કેસો ખૂબ જ વધી રહ્યા છે. આમ, આ બધી બાબતો વચ્ચે નાની-નાની વાતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. આજકાલ અનેક ગઠીયાઓ (Arthritis) આ બધી વાતની રાહ જોઇને જ બેઠા હોય છે.
સામેની વ્યક્તિ પર વિશ્વાસ મુકતા પહેલા સો વાર વિચારજો
આ વાત પરથી દરેક માણસે શીખવા જેવું છે. જો તમે પણ બીજા લોકોની વાતમાં આવીને સામેની વ્યક્તિ પર વિશ્વાસ (Trust) મુકી દો છો. તો તમારે ખાસ ચેતવાની જરૂર છે. આજના આ સમયમાં અનેક કિસ્સાઓ આવા બનતા હોય છે. આ માટે તમે પણ સામેની વ્યક્તિ પર વિશ્વાસ મુકતા પહેલા સો વાર વિચારજો. નહિં તો તમારી સાથે પણ આવી ઘટના બની શકે છે. આમ, જો તમને ક્યારે પણ કોઇ વ્યક્તિ તમારી બેન્કની ડિટેઈલ્સ (Bank Details) પૂછે તો ક્યારે પણ શેર ના કરો. જો તમે ભૂલથી પણ બેન્કની માહિતી શેર કરો છો તમારું ખાતું મિનિટોમાં ખાલી થઇ જશે.
Published by:kuldipsinh barot
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર