અમદાવાદઃ શું ફૂલોના મારફતે મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના 11 સંતો કોરોનામાં સપડાયા?


Updated: July 1, 2020, 6:54 PM IST
અમદાવાદઃ શું ફૂલોના મારફતે મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના 11 સંતો કોરોનામાં સપડાયા?
ફાઈલ તસવીર

કોરોના વાયરસના ઝપેટલમાં 11 સંતો આવતા મંદિરને સેનિટાઇઝર કરવામાં આવ્યું છે અને હાલ પૂરતું બંધ કરીને આગામી 15 જૂલાઈએ મંદિર ખૂલે તેવી શક્યતાઓ સેવાઇ રહી છે.

  • Share this:
અમદાવાદઃ શહેરના મણીનગર વિસ્તારમાં આવેલા સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના (Swaminarayan Gadi Sansthan) 11 જેટલા સંતોને કોરોના પોઝિટિવ (corona positive) થયા હોવાના સમાચાર મળી રહ્યા છે. 11 જેટલા સંતો કેવી રીતે કોરોના પોઝિટિવ થયા તે અંગે અમદાવાદ મહાનગરપાલિકા (AMC) તપાસ કરશે. જોકે, સ્વામિનારાયણ ભગવાનના ફૂલોના વાઘા માટે બરોડાથી ફૂલો આવ્યા હતા. આશંકા સેવાઈ રહી છે કે આ ફૂલો મારફતે સંતોને કોરોના પોઝિટિવનું સંક્રમણ થયું હશે.

આ તમામ 11 જેટલા સંતોને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. આ ગયા સંતો બાકીના તમામ સંતોના સંપર્કમાં આવ્યા હોવાથી તમામ સંતોને મંદિરમાં જ કોરેન્ટાઇન કરવામાં આવ્યા છે. આ અંગે મંદિર સાધુ ભગવત પ્રિયદાસજી સાધુના જણાવ્યા પ્રમાણે મંદિરના સંતોને કોરોના થયો છે. તેઓ 9 દિવસથી હોસ્પિટલમાં એડમિટ છે.

આ પણ વાંચોઃ-TikTok ઉપર બેન TMC સાંસદ નુસરત જહાએ કહ્યું એવું કે ચારે બાજુ થયું થૂ... થૂ...

જોકે બિનસત્તાવાર રીતે જે વાત સામે આવી છે તેમાં કુલ 30 જેટલા સંતોને કોરોના પોઝિટિવ હોવાના સમાચાર પણ છે. આજ કારણે મંદિરને સેનિટાઇઝર કરવામાં આવ્યું છે અને હાલ પૂરતું બંધ કરીને આગામી 15 જૂલાઈએ મંદિર ખૂલે તેવી શક્યતાઓ સેવાઇ રહી છે.

આ પણ વાંચોઃ-હવે કોરોનાના બોલાશે ભુક્કા! કોરોના વેક્સીનનું હ્યુમન ટ્રાયલ સફળ થવાનો દાવો, કન્ફ્યૂઝ થશે વાયરસ

કેવી રીતે થયો સંતોને કોરોના?મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સાથે જોડાયેલા એક ભક્ત સાથેની વાતચીતમાં સામે આવ્યું છે કે મંદિરના અગ્રણી સંત પ્રિય દાસજી સાધુ પણ કોરોના પોઝિટિવ તેમના જણાવ્યા અનુસાર સંતના સંપર્કમાં અન્ય સંતો આવતા સંક્રમણ થયું હશે.

આ પણ વાંચોઃ-આજથી બદલાઈ ગયા Aadhaar Cardના આ નિયમો, હવે આ કામો માટે પણ જરૂરી છે આધાર

તેમણે પણ જણાવ્યું કે સરકારી અનલૉક-2ની (Unlock-2) ગાઈડલાઈન બાદ પણ મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાન બંધ હતું. પરંતુ સ્વામિનારાયણ ભગવાનના ફૂલોના વાઘા માટે બરોડાથી ફૂલો આવ્યા હતા. આશંકા સેવાઈ રહી છે કે આ ફૂલો મારફતે સંતોને કોરોના પોઝિટિવનું સંક્રમણ થયું હશે.
First published: July 1, 2020, 6:41 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading