અમદાવાદ: રૂપિયાની ઉઘરાણી માટે યુવકને માર્યો ઢોર માર, પેન્ટ ઉતારી વીજ કરન્ટ આપ્યો, વીડિયો પણ ઉતાર્યો

અમદાવાદ: રૂપિયાની ઉઘરાણી માટે યુવકને માર્યો ઢોર માર, પેન્ટ ઉતારી વીજ કરન્ટ આપ્યો, વીડિયો પણ ઉતાર્યો
યુવકને માર માર્યો.

આશિષ તથા જગુએ નરેન્દ્રનું પેન્ટ ઉતારીને તેનો વીડિયો બનાવ્યો હતો. એટલું જ નહીં, દુકાનમાં પડેલો વાયર ઇલેક્ટ્રિક બોર્ડમાં ભરાવીને આશિષ અને જગુએ કરંટ આપ્યો હતો. 

  • Share this:
અમદાવાદ: શહેરના બોપલ વિસ્તાર (Bopal area)માં રૂપિયાની ઉઘરાણી માટે યુવકની દુકાનમાં ગેરકાયદેસર કબજો કરી, તેને ઢોર માર મારીને વીજ કરંટ આપ્યાનો તેમજ પેન્ટ ઉતરાવીને વીડિયો ઉતાર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. સાબરમતી વિસ્તારમાં રહેતા સૌરભ ગુપ્તા (Saurabh Gupta) નામના વ્યક્તિએ બોપલ પોલીસ સ્ટેશન (Bopal Police Station)માં પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે કે, 15 ફેબ્રુઆરીના દિવસે તે અને તેનો મિત્ર નરેન્દ્ર મુકતા તેની ફોર્ચ્યુનર કાર લઈને નરેન્દ્રની બોપલ ખાતે આવેલી દુકાને ગયા હતા.

અહીં, કાચનો દરવાજો ખોલતા જ દુકાનમાં ચિરાગ અને હૈદર નામના બે વ્યક્તિ હતા. જેમણે નરેન્દ્રને કહ્યું હતું કે તારી દુકાન પર અમારો કબજો છે. 1,90,000 હજાર રૂપિયા લીધા છે તે આપી દે બાદમાં જ દુકાનનો કબજો મળશે. જોકે, નરેન્દ્ર તેઓને કહ્યું હતું કે, મારી પાસે હાલ રૂપિયા નથી. હું પછી આપી દઈશ. આવું કહેતા જ બંને જણા ઉશ્કેરાઈ ગયા હતા અને નરેન્દ્રને મારવા લાગ્યા હતા.

આ પણ વાંચો: નવસારી: આઈસર ચાલકે બેફામ ઝડપે વાહન હંકારીને સાઇકલ ચાલકને ઉડાવ્યો, ચાલક 50 ફૂટ ફંગોળાયો

આ દરમિયાન આશિષ, અક્ષય, જગુ, મેહુલ મકવાણા, તુષાર અને અંકિત ગોધવી આવી ગયા હતા અને તેઓએ કહ્યું હતું કે, નરેન્દ્ર ગુપ્તા રૂપિયા આપવાની ના કહે છે. તેને દુકાનમાં લઈ લો, બરાબરનો પાઠ ભણાવવાનો છે. જે બાદમાં તેને દુકાનમાં લઈ જઈને માર માર્યો હતો. આશિષ તથા જગુએ નરેન્દ્રનું પેન્ટ ઉતારીને તેનો વીડિયો બનાવ્યો હતો. એટલું જ નહીં, દુકાનમાં પડેલો વાયર ઇલેક્ટ્રિક બોર્ડમાં ભરાવીને આશિષ અને જગુએ કરંટ આપ્યો હતો.

આ પણ વાંચો: અમદાવાદ: રિક્ષાને બે વ્હીલ પર ચલાવીને સ્ટન્ટ કરનાર ચાલક ઝડપાયો

ફરિયાદી આ બાબતે વચ્ચે પડતાં તેને પણ માર મારવામાં આવ્યો હતો. ચિરાગે ફરિયાદીના કારની ચાવી લઇને તેને વચ્ચેની સીટમાં બેસાડી દીધો હતો. ચિરાગ અને આશિષ ફરિયાદીને ગાડીમાં લઇ જઇને કહ્યું હતું કે, તું નરેન્દ્રના રૂપિયાનો હવાલો પડાવી દે. જેથી તેણે તેના મિત્ર શ્રવણના એકાઉન્ટમાંથી આશિષના એકાઉન્ટમાં રૂપિયા 2 લાખ 51 હજાર ઓનલાઇન ટ્રાન્સફર કરાવ્યા હતા. આ મામલે પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.
Published by:Vinod Zankhaliya
First published:February 17, 2021, 12:06 pm

ટૉપ ન્યૂઝ