Home /News /madhya-gujarat /

અમદાવાદ: ટ્રાફિક પોલીસે જપ્ત કરેલું વાહન છોડાવવા યુવકનો તમાસો, ટોઇંગ વાહન પર ચઢી ગયો

અમદાવાદ: ટ્રાફિક પોલીસે જપ્ત કરેલું વાહન છોડાવવા યુવકનો તમાસો, ટોઇંગ વાહન પર ચઢી ગયો

યુવકનો તમાસો.

મળતી માહિતી પ્રમાણે આ બનાવ અમદાવાદના પ્રહલાદનગર વિસ્તારમાં બન્યો હતો, વાહન ચાલકે અયોગ્ય રીતે વાહન પાર્ક કર્યું હોવાથી પોલીસે જપ્ત કર્યું હતું.

    અમદાવાદ: અમદાવાદમાં ટ્રાફિકને નડતરરૂપ થતા વાહનોની જપ્ત કરવની ડ્રાઇવ સતત ચાલતી હોય છે. નૉ પાર્કિગ ઝોન (No Parking Zone) કે રસ્તામાં નડતરરૂપ થાય તે રીતે પાર્ક (Parking) કરવામાં આવતા વાહનોને ટ્રાફિક પોલીસ (Ahmedabad Traffic Police) ટોઇંગ કરે છે. જે બાદમાં આ વાહનને દંડ ભરીને છોડાવવામાં આવે છે. આ દરમિયાન પોલીસે જપ્ત કરેલું વાહન છોડાવવા માટે અમદાવાદમાં એક યુવકે જાહેરમાં તમાસો કર્યો હતો. આ માટે યુવક જાહેરમાં રોડ પર જ ટ્રાફિક પોલીસના ટોઇંગ વાહન પર ચઢી ગયો હતો. આ દરમિયાન યુવકો બૂમો પાડીને પોલીસ ખોટા દંડ લઈ રહી હોવાનું જણાવી રહ્યો હતો.

    મળતી માહિતી પ્રમાણે આ બનાવ અમદાવાદના પ્રહલાદનગર વિસ્તારમાં બન્યો હતો. વાહન ચાલકે અયોગ્ય રીતે વાહન પાર્ક કર્યું હોવાથી પોલીસે જપ્ત કર્યું હતું. આ દરમિયાન વાહન ચાલકે આવીને તમાસો કર્યો હતો. જે બાદમાં વાહન ચાલક પોલીસની ટોઇંગ વાનના બોનેટ પર બેસી ગયો હતો. બોનેટ પર બેસીને યુવક જોર જોરથી પોલીસ ખોટી રીતે માસ્ક સહિત બીજા દંડ ઉઘરાવી રહી હોવાની બૂમો પાડી હતી. આ દરમિયાન યુવાને પોલીસને એવું પણ કહ્યું હતું કે પોલીસ કમિશનર સાહેબને સ્થળ પર બોલાવો.

    આ પણ વાંચો: 

    અમદાવાદ પોલીસનું જાહેરનામું: કારમાં ડ્રાઈવર સાથે ચાર લોકોને મંજૂરી

    કોરોના કાળમાં સરકાર તરફથી વિવિધ નિયંત્રણો લાદવામાં આવ્યા હતા. અનલૉક દરમિયાન સરકારે વિવિધ છૂટછાટ આપી છે. આ સંદર્ભમાં અમદાવાદ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડીને ખાનગી કારમાં એક ડ્રાઈવર અને ત્રણ પેસેન્જરને બેસવાની છૂટ આપી દીધી છે.

    આ સાથે જાહેરનામામાં એવો પણ ઉલ્લેખ કરાયો છે કે કારને અંદર તમામ લોકોએ માસ્ક પહેરવું ફરજિયાત છે. આ જ રીતે ઓટો રિક્ષામાં બે પેસેન્જર બેસી શકશે. આ લોકોએ પણ માસ્ક પહેરવું ફરજિયાત રહેશે. ઉલ્લેખનીય છે કે ટુ-વ્હીલર પર બે લોકો સવારી કરી શકશે તેની છૂટ બહુ સમય પહેલા જ આપી દેવામાં આવી છે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Ahmedabad police, અમદાવાદ, ગુનો, ટ્રાફિક પોલીસ, દંડ, પોલીસ

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन