અમદાવાદ : કિન્નર સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરી યુવાને લૂંટ ચલાવી


Updated: August 10, 2020, 9:26 AM IST
અમદાવાદ : કિન્નર સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરી યુવાને લૂંટ ચલાવી
પ્રતિકાત્મક તસવીર

યુવકે જીવથી મારી નાખવાની ધમકી આપી કિન્નર સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું, કિન્નર છેલ્લા આઠ મહિનાથી આરોપીના સપર્કમાં હતો.

  • Share this:
અમદાવાદ: શહેરના રામોલ વિસ્તારમાં એક કિન્નરને એક યુવક સાથે મિત્રતા રાખવી ભારે પડી છે. મિત્રતાનો ગેરલાભ ઉઠાવી યુવાને કિન્નર સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરી લૂંટ ચલાવી હતી. આ મામલે પોલીસ ફરિયાદ દાખલ થઈ છે. ફરિયાદ પ્રમાણે યુવકે કિન્નરને મુખમૈથુન કરવાની ફરજ પાડી હતી તેમજ ત્યાર બાદ તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હતું. એટલું જ નહીં યુવકે કિન્નરની સોનાની ચેન અને રોકડા રૂપિયા પણ પડાવી લીધા હતા.

રામોલ પોલીસ સ્ટેશનમાં એક કિન્નરે ફરિયાદ દાખલ કરાવી છે કે તે વસ્ત્રાલમાં રહેતા સાગર પંચાલને છેલ્લા આઠેક મહિનાથી ઓળખે છે. બંને અવારનવાર મળતા હતા. રવિવારે મોડી સાંજે સાગરે આ કિન્નરને સિવિલ હૉસ્પિટલ પાસે બોલાવ્યો હતો. અહીંથી તેઓ વસ્ત્રાલ આર.ટી.ઓ નજીક આવ્યા હતા. જ્યાં સાગરે તેના કોઈ મિત્રને બોલાવ્યો હતો. ત્યારબાદ સાગર ફરિયાદી કિન્નરને આ મિત્રના ઘરે લઈ ગયો હતો.

(આ પણ વાંચો : શું છે ટ્રેન્ડ થઈ રહેલું ‘#Binod’? જાણો ઇન્ટરનેટ પર કેવી રીતે આવ્યું Memesનું પૂર)

અહીં સાગરે ફરિયાદીને કોઈ સોફ્ટ ડ્રિંક આપતા કિન્નરે પીધું હતું, જે બાદમાં તેની તબિયત બગડી હતી. જેથી ફરિયાદીએ સાગરને તેમના ઘરે મૂકવા માટે કહ્યું હતું. પરંતુ સાગર ફરિયાદીને એક્ટિવા પર વસ્ત્રાલમાં અલગ અલગ જગ્યાએ ફેરવતો રહ્યો હતો. શ્રીજી બાપા કોમ્પલેક્ષ બિલ્ડિંગની નીચે ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપીને તેની પાસે મુખમૈથુન કરવાની ફરજ પાડી હતી અને ત્યાર બાદ કિન્નર સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હતું.

નીચે વીડિયોમાં જુઓ, આજથી રાજ્યમાં ભારે વરસાદની આગાહી
બાદમાં આરોપી સાગર ફરિયાદીને રિંગ રોડ પર આવેલા ભારત પેટ્રોલપંપના ખાંચામાં લઈ ગયો હતો અને ત્યાં ફરિયાદીની સોનાની ચેન અને રોકડ રૂપિયા 7,000 અને બુટ્ટી પડાવી લીધા હતા. જે બાદમાં તે ફરાર થઈ ગયો હતો. સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરતા પોલીસે આ સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.
Published by: Vinod Zankhaliya
First published: August 10, 2020, 9:26 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading