અમદાવાદ: 'અહીં કેમ ઊભા છો? જતા રહો નહીં તો સારું નહીં થાય,' યુવકે પોલીસને ગાળો ભાંડી

અમદાવાદ: 'અહીં કેમ ઊભા છો? જતા રહો નહીં તો સારું નહીં થાય,' યુવકે પોલીસને ગાળો ભાંડી
પ્રતીકાત્મક તસવીર

પોલીસે જ્યારે યુવકને પકડવાનો પ્રયત્ન કર્યો ત્યારે તેણે પોલીસ સાથે ઝપાઝપી કરીને એક કર્મચારીઓને ઇજા પહોંચાડી હતી.

  • Share this:
અમદાવાદ: નાઇટ કર્ફ્યૂ (Night curfew) અને કોરોનાની ગાઈડલાઈન (Corona guideline)નો અમલ કરાવતી પોલીસ સાથે પ્રજાના ઘર્ષણના અનેક બનાવો સામે આવ્યા છે. કર્ફ્યૂ દરમિયાન બિનજરૂરી રીતે બહાર નીકળતા તેમજ માસ્ક (Mask) પહેર્યા વગર બહાર નીકળતા લોકોને પોલીસ (Ahmedabad police) રોકીને કાર્યવાહી કરતા અનેક લોકો પોલીસ સાથે બિનજરૂરી રીતે ઘર્ષણમાં ઉતરી આવે છે. શહેરના મજૂર ગામ વિસ્તારમાં પોઇન્ટ પર હાજર પોલીસ જવાનોને મનફાવે તેમ ગાળો આપીને ઝપાઝપી કરતા યુવક વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

કાગડાપીઠ પોલીસ સ્ટેશનના સ્ટાફ ગઈકાલે મજૂરગામ ત્રણ રસ્તા પાસે ફરજ પર હાજર હતો તે દરમિયાન એક શખ્સ ચાલતાં ચાલતાં આવ્યો હતો અને પોલીસને જાહેરમાં ગંદી ગાળો બોલવા લાગ્યો હતો. જોકે, પોલીસે તેને ગાળો બોલવાની ના પાડતાં જ તે વધારે ઉશ્કેરાઈ ગયો હતો અને જોર જોરથી વધારે ગાળો બોલવા લાગ્યો હતો. યુવકે પોલીસને કહ્યું હતું કે, અહીં કેમ ઊભા છો? જતા રહો નહીં તો સારું નહીં થાય.



આ પણ વાંચો: લૉકડાઉનમાં નોકરી ગુમાવતા BPO કંપનીમાં કામ કરતો યુવક બની ગયો મેલ એસ્કોર્ટ, પત્નીને ખબર પડી તો આવી આફત

પોલીસે જ્યારે યુવકને પકડવાનો પ્રયત્ન કર્યો ત્યારે તેણે પોલીસ સાથે ઝપાઝપી કરીને એક કર્મચારીઓને ઇજા પહોંચાડી હતી. આ ઉપરાંત તેણે પોલીસને જાનથી મારી નાખવાની પણ ધમકી આપી હતી. જે બાદમાં પોલીસે બળપ્રયોગ કરીને તેને ઝડપી લીધો હતો. પોલીસ પૂછપરછમાં વ્યક્તિ કાંકરિયા વિસ્તારનો રહેવાસી ભાવેશ વાઢેર હોવાનું જાણવા મળ્યું છે.

આ પણ વાંચો: અમદાવાદ: દીકરીના જન્મને અપશુકનિયાળ ગણાવી પતિ અને સાસરિયાઓએ પરિણીતાને કાઢી મૂકી

આ પણ વાંચો: ફોર્ચ્યુનર કાર ચાલકે પિતા-પુત્રને ફૂટબોલની જેમ હવામાં ફંગોળ્યા, જુઓ હચમચાવી દેતા અકસ્માતની તસવીરો

પોલીસ જ્યારે ભાવેશ સામે સામે કાર્યવાહી કરવા માટે તેને ગાડીમાં બેસાડીને પોલીસ સ્ટેશન લઈ જઈ રહી હતી ત્યારે પણ તેણે ગાડીના કાચને લાત મારીને નુકસાન પહોંચાડ્યું હતું. પોલીસે આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધીને વધુ તપાસ શરુ કરી છે.
Published by:Vinod Zankhaliya
First published:April 13, 2021, 10:44 am

ટૉપ ન્યૂઝ