અમદાવાદ : વિકૃત પાડોશી યુવકે આધેડ મહિલાને અડપલાં કર્યાં, પોલીસે ધરપકડ કરી


Updated: February 17, 2020, 1:59 PM IST
અમદાવાદ : વિકૃત પાડોશી યુવકે આધેડ મહિલાને અડપલાં કર્યાં, પોલીસે ધરપકડ કરી
પ્રતિકાત્મક તસવીર

પરિણીતા બપોરના સમયે તેના ઘર પાસે કપડાં સૂકવતી હતી ત્યારે પાડોશી યુવક તેની પાસે દોડી આવ્યો હતો.

  • Share this:
અમદાવાદ : શહેરના શાહીબાગ વિસ્તારમાં આવેલી એક ચાલીમાં અજીબો-ગરીબ ઘટના બની છે. અહીં રહેતી એક પરિણીત આધેડ મહિલા કપડાં સૂકવતી હતી ત્યારે જ પાડોશી યુવક આવ્યો હતો અને અચાનક જ આધેડ કંઈ સમજે એ પહેલા એના શરીરના ગુપ્ત ભાગે હાથ નાખી દીધો હતો.

ગીરધરનગરમાં આવેલી એક ચાલીમાં 50 વર્ષીય આધેડ પરિણીતા તેના પરિવાર સાથે રહે છે. તે બપોરના સમયે તેના ઘર પાસે કપડાં સૂકવતી હતી ત્યારે પાડોશી યુવક તેની પાસે આવ્યો હતો. 20 વર્ષીય પારસ દંતાણીએ અચાનક જ આ આધેડ મહિલાના કપડાં ઊંચા કરીને તેના ગુપ્ત ભાગમાં હાથ નાખી દીધો હતો.

યુવકના આવા અધમ કૃત્યા બાદ મહિલાએ બૂમાબૂમ કરતા તેના પતિ સહિતના લોકો દોડી આવ્યા હતા. જોકે, પારસ આ હરકત કરીને ત્યાંથી નાસી ગયો હતો અને ખૂણામાં સંતાઈ ગયો હતો. જે બાદમાં તાત્કાલિક પોલીસને જાણ કરતા જ શાહીબાગ પોલીસે આરોપી પારસની ધરપકડ કરી હતી.

First published: February 17, 2020, 1:59 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading