અમદાવાદના યુવકને OLX પર iPad વેચવું ભારે પડ્યું, પૈસા જમા થવાને બદલે કપાયા

News18 Gujarati
Updated: November 12, 2019, 8:33 AM IST
અમદાવાદના યુવકને OLX પર iPad વેચવું ભારે પડ્યું, પૈસા જમા થવાને બદલે કપાયા
પ્રતિકાત્મક તસવીર

15 હજાર લેવાના ચક્કરમાં 66 હજાર ગુમાવ્યા, ઇ ટ્રાન્ઝેક્શન કરનારા લોકો માટે ચેતવણીરૂપ કિસ્સો.

  • Share this:
હર્મેશ સુખડિયા, અમદાવાદ : શહેરમાં રહેતા એક યુવકે પોતાનું આઇપેડ વેચવા માટે OLX પર મૂક્યું હતું. જેથી એક ગ્રાહકે તેની ઇન્કવાયરી કરી હતી. બાદમાં 10 હજાર રૂપિયા પેમેન્ટ લેવાનું હોવાથી યુવકે ગ્રાહકને ફોન પે દ્વારા પેમેન્ટ કરવા કહ્યું હતું. જોકે, પૈસા જમા થવાને બદલે થોડીવારમાં યુવકના ખાતામાંથી 66 હજાર રૂપિયા ડેબિટ થઇ ગયા હતા. હાલ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે.

થલતેજ ખાતે આવેલા વેસ્ટેન્ડ પાર્કમાં રહેતા દક્ષ સિંઘ બિઝનેસ ઇન્ટેલિજન્ટ ડેવલપર તરીકે એક ખાનગી કંપનીમાં નોકરી કરે છે. દક્ષના મિત્ર જુગલ શાહે તેનું આઇપેડ વેચવા માટે ઓએલએક્સ પર મૂક્યું હતું. જેના માટે રાહુલ નામના વ્યક્તિનો આઇપેડ લેવા માટે ફોન આવ્યો હતો. રાહુલે આ આઇપેડ 15 હજારમાં લેવાની વાત કરી હતી. બાદમાં રાહુલે પેમેન્ટ ફોન પેથી કરશે તેવું જણાવ્યું હતું.

બીજી તરફ જુગલ પાસે ફોન પે ન હોવાથી તેણે દક્ષનો ફોન પે નંબર અને આઇડી આપ્યું હતું. બાદમાં રાહુલ નામના શખ્સે પેમેન્ટ મળે છે કે નહીં તે તપાસવા માટે પહેલા 20 રૂપિયા ફોન પેથી મોકલ્યા હતા. જે ટ્રાન્ઝેક્શન સફળ રહેતા તેણે 10 હજાર રૂપિયા ટ્રાન્સફર કરવા માટે મોકલ્યા હતા પણ તે ટ્રાન્ઝેક્શન થયું ન હતું.

રાહુલે આવા છ ટ્રાન્ઝેક્શન કર્યા હતા અને બાદમાં પાંચ હજાર ટ્રાન્સફર કર્યા હતા તેમજ બીજું એક હજારનું ટ્રાન્ઝેક્શન કર્યું હતું. આ રૂપિયા દક્ષના ખાતામાં આવવાના બદલે ડેબિટ થઇ ગયા હતા. જેથી તેણે પુરાવા ભેગા કરી તાત્કાલિક પોલીસનો સંપર્ક કર્યો હતો અને 66 હજારની છેતરપિંડી થઇ હોવાની ફરિયાદ આપી હતી.

વસ્ત્રાપુર પોલીસે આઇપીસી 406, 420 અને આઇટી એક્ટ 66-C, 66-D મુજબ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.
First published: November 12, 2019
વધુ વાંચો
अगली ख़बर