અમદાવાદ: 'તમે લોકો ક્યારથી 'સિંહ' લખાવતા થઈ ગયા? કાઢી નાખજે નહીં તો છરી મારી દઈશું'

અમદાવાદ: 'તમે લોકો ક્યારથી 'સિંહ' લખાવતા થઈ ગયા? કાઢી નાખજે નહીં તો છરી મારી દઈશું'
પ્રતીકાત્મક તસવીર

અનુસૂચિત જાતિના યુવકે સોશિયલ મીડિયામાં નામ પાછળ 'સિંહ' લખતા ચાર શખ્સોએ ધમકી આપી, યુવકની ફરિયાદ બાદ પોલીસે ફરિયાદ નોંધી કાર્યવાહી શરૂ કરી.

  • Share this:
અમદાવાદ: તાજેતરમાં જ ગુજરાત રાજ્યના અનેક ગામડાઓમાં દલિતો સાથે અન્યાય થતો હોવાની ઘટનાઓ બની હતી. અરવલ્લી જિલ્લા (Aravalli District)ના એક ગામમાં પણ દલિત યુવકનો વરઘોડો નીકળતા ધીંગાણું સર્જાયું હતું. ત્યારે વધુ એક આવી ઘટના બની છે. જેમાં અનુસૂચિત જાતિના એક યુવકે સોશિયલ મીડિયા (Social Media)માં નામ પાછળ 'સિંહ' (Sinh) લખતા અને યૂઝર આઈડીમાં રાણા લખતા તેના જ ગામના લોકોએ 'સિંહ' શબ્દ હટાવવા ધમકી આપી હતી. યુવક 'સિંહ' શબ્દ ન હટાવે તો તેને છરી મારી દેશે તેવી ધમકી આપવામાં આવતા યુવકે સાબરમતી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

મૂળ પાટણના હારીજના કુકરાણા ગામનો અને હાલ અમદાવાદ સાબરમતીમાં રહેતો વિવેક ભાટેસરા ટી.વાય.બી.એ.માં અભ્યાસ કરે છે. હાલ તે અમદાવાદમાં માતાપિતા સાથે રહે છે. વિવેક વોટ્સએપ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ જેવી સોશિયલ સાઇટ્સનો ઉપયોગ કરે છે. તેના ઇન્સ્ટાગ્રામ આઈડીનું યૂઝર નેમ viveksinh_1408 છે. તેના ગામમાં મોટાભાગની વસ્તી એક ચોક્કસ જ્ઞાતિની છે. આ યુવકનો આક્ષેપ છે કે, આ જ્ઞાતિના લોકો અનુસૂચિત જાતિના લોકો પર વર્ષોથી ત્રાસ ગુજારી ભેદભાવ રાખે છે. લગ્નના વરઘોડા નીકળે ત્યારે પણ તેઓ આ જ્ઞાતિના લોકોનો અત્યાચાર સહન કરતા આવ્યા છે. પરંતુ યુવકની અનુસૂચિત જાતિના લોકો ઓછા હોવાથી સામે વાળી ચોક્કસ જ્ઞાતિના લોકોનો અત્યાચાર તેઓ વર્ષોથી સહન કરતા આવ્યા છે.



આ પણ વાંચો: 'અમે સાથે જીવી ન શક્યા પરંતુ અમારા અગ્નિસંસ્કાર એકસાથે કરજો,' કેનાલમાં જંપલાવી પ્રેમી યુગલનો આપઘાત

વિવેકના સોશિયલ મીડિયા એકાઉન્ટ સાથે તેના ગામના અનેક લોકો જોડાયેલા છે. તેણે ઇન્સ્ટાગ્રામ આઈડીમાં વિવેકસિંહ રાણા લખેલું હોવાથી તેના ગામના ચાર લોકોએ જાતિગત દ્વેષભાવ રાખી વિવેકને ધમકી આપી હતી. તારીખ 19 રોજ જયદીપસિંહ વાઘેલાનો વિવેક પર ફોન આવ્યો હતો. જયદીપસિંહે કહ્યુ હતુ કે, તમે લોકો ક્યારથી સિંહ લખાવતા થઈ ગયા છો? સિંહ કાઢી નાખજે નહીં તો છરીઓ મારી દઈશું અને ગામમાં પગ પણ નહીં મૂકવા દઈએ." જયદીપસિંહની સાથે અનિલ વાઘેલા, જયરાજસિંહ વાઘેલા, કુલદીપસિંહ વાઘેલાએ વિવેકને અમદાવાદ આવી માર મારવાની ધમકી આપી હતી. આ શખ્સોએ જાતિવિષયક શબ્દો બોલી વિવેકને ધમકી આપી હતી.

આ પણ વાંચો: અમદાવાદ: બર્થ ડે પાર્ટીમાં ડીજે પર ન નાચવા બદલ યુવકને પડ્યો માર, ચાર લોકો લાકડી લઈને તૂટી પડ્યા

ચારેયની ધમકી બાદ વિવેક ડરી ગયો હતો. થોડીવાર પછી ફરી ફોન આવ્યો અને ઓડિયો રેકોર્ડિંગ કેમ મોકલે છે કહીને ધમકી આપી હતી. યુવકે પરિવારને આ બાબતે વાત કરી હતી. જેથી પરિવારે પોલીસનો સંપર્ક સાધતા સાબરમતી પોલીસ સ્ટેશનમાં જયદીપસિંહ વાઘેલા, અનિલ વાઘેલા, જયરાજસિંહ વાઘેલા, કુલદીપસિંહ વાઘેલા સામે ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસ હાલ આ મામલે તપાસ કરી રહી છે.
Published by:Vinod Zankhaliya
First published:February 24, 2021, 10:42 am