અમદાવાદ: વરઘોડામાં કેમ હોંશિયારી કરતો હતો? યુવકને ગડદાપાટુનો માર મારી કાન નીચે છરી મારી

અમદાવાદ: વરઘોડામાં કેમ હોંશિયારી કરતો હતો? યુવકને ગડદાપાટુનો માર મારી કાન નીચે છરી મારી
પ્રતીકાત્મક તસવીર (Shutterstock)

આદિત્ય ઉર્ફે પંચીએ ફરિયાદીને કાનના નીચેના ભાગે છરી મારી દીધી હતી. ફરિયાદીનો ભાઈ વચ્ચે પડતાં તેઓને પણ આરોપીઓએ ગડદાપાટુનો માર માર્યો હતો.

  • Share this:
અમદાવાદ: ક્યારેક નજીવી બાબત ગંભીર સ્વરૂપ ધારણ કરી લે છે. આવો જ એક બનાવ શહેરના શાહપુર (Shapur)વિસ્તારમાં જોવા મળ્યો છે. પાડોશીના લગ્નમાં વરઘોડામાં યુવકને શાંતિથી ડાન્સ (Dance) કરવાનું કહેતા ચાર લોકોએ ભેગા મળીને તેને માર માર્યો હતો. ચારેયએ યુવકને છરીનો ઘા (Attack with knife) પણ મારી દીધો હતો.

શાહપુર વિસ્તારમાં રહેતા રાજ દાતણીયાએ શાહપુર પોલીસ સ્ટેશન (Shahpur police station)માં ફરિયાદ આપી છે કે ગઇકાલે રાત્રે આઠેક વાગ્યાની આસપાસ તેમના પડોશમાં રહેતા વિકાસના લગ્નના વરઘોડામાં ગયા હતા. વરઘોડામાં આદિત્ય ઉર્ફે પંચી અને તેના કાકા સતિષ જેમ તેમ ડાન્સ કરતા હતા. જેથી ફરિયાદીએ તેઓને શાંતિથી ડાન્સ કરવા માટે કહ્યું હતું.આ પણ વાંચો: પંચમહાલ: પતિને જેલમાં પુરાવનાર ફરિયાદીએ બીભત્સ માંગણી કરતા મહિલા આપઘાત કરવા પહોંચી

જોકે, રાત્રે વરઘોડો પૂર્ણ થયા બાદ ફરિયાદી ઘરે જઈ રહ્યા હતા ત્યારે રામ ચોક પાસે આદિત્ય, સતિષ, નિર્મળ અને તેનો જમાઈ અનુપ ત્યાં ઊભા હતા. જેમણે ફરિયાદીને વરઘોડામાં કેમ હોંશિયારી મારતો હતો તેમ કહીને ગાળો બોલી હતી. ફરિયાદીએ ગાળો બોલવાની ના પાડતાં તેઓ ઉશ્કેરાઇ ગયા હતા અને ફરિયાદીને ગડદાપાટુનો માર મારવા લાગ્યા હતા.

આ પણ વાંચો: મજબૂર પિતા: પોલીસે મદદ ન કરતા દીકરાની લાશને પ્લાસ્ટિકની થેલીમાં નાંખીને પોસ્ટ મોર્ટમ માટે લઈ જવી પડી

આ દરમિયાન આદિત્ય ઉર્ફે પંચીએ ફરિયાદીને કાનના નીચેના ભાગે છરી મારી દીધી હતી. ફરિયાદીનો ભાઈ વચ્ચે પડતાં તેઓને પણ આરોપીઓએ ગડદાપાટુનો માર માર્યો હતો. સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરતા પોલીસે આ મામલે ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.

બનાવ-2: વિમલ ન ખવડાવતા યુવકને મારી દીધા છરીના ઘા

શહેરમાં ગુનાખોરી બેફામ વધી રહી છે. તાજેતરમાં લૂંટ વિથ ડબલ મર્ડર અને બાદમાં વટવામાં ફાયરિંગની ઘટના બની હતી. હવે સામાન્ય બાબતમાં છરી મારી દેવાનો બનાવ બન્યો છે. એક યુવક કામથી પરત આવ્યા બાદ કંટાળીને શાક લેવા જતો હતો. ત્યાં તેનો પરિચિત યુવક તેને મળ્યો હતો. યુવકને પરિચિત પાસે રૂપિયા અને નોકરી ન હોવાથી 209 રૂપિયા અને પાંચ રૂપિયાની વિમલ માંગી હતી. બંને વસ્તુ આપવાનો ઇન્કાર કરતા યુવકે છરી મારી દીધી હતી. જેનાથી યુવક લોહીલુહાણ થઈ ગયો હતો. યુવકને સારવાર અર્થે ખસેડી પોલીસને જાણ કરતા જ અમરાઈવાડી પોલીસે ઘટના સ્થળે પહોંચી યુવકની ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.
Published by:Vinod Zankhaliya
First published:March 08, 2021, 10:27 am

ટૉપ ન્યૂઝ