અમદાવાદ : દિવાળીના પૈસા ન આપતા પુત્રએ માતા-પિતાને બ્લેડના ઘા માર્યા

અમદાવાદ : દિવાળીના પૈસા ન આપતા પુત્રએ માતા-પિતાને બ્લેડના ઘા માર્યા
પ્રતિકાત્મક તસવીર

અમદાવાદ સિવિલ હોસ્પિટલની કેન્સર હોસ્પિટલની મહિલાકર્મીએ પુત્ર સામે બાપુનગરમાં ફરિયાદ નોંધાવી

 • Share this:
  હર્મેશ સુખડિયા, અમદાવાદઃ સામાન્ય રીતે દિવાળી બાદ નવા વર્ષના દિવસે સંતાનો માતા-પિતાના આશીર્વાદ મેળવતા હોય છે. માતા-પિતા પણ સંતાનોને આશીર્વાદ રૂપે પ્રેમથી થોડા રૂપિયા આપતા હોય છે. જોકે, અમદાવાદના બાપુનગરમાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. અહીં એક પુત્રએ તેની માતા પાસે નવા વર્ષના પૈસા માંગ્યા હતા. પગાર ન થયો હોવાથી માતાએ પૈસા આપવાનો ઇન્કાર કર્યો હતો. જે બાદમાં પુત્રએ તેની માતાને બ્લેડના ઘા મારી દીધા હતા. આ મામલે માતાએ બાપુનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

  બાપુનગરમાં આવેલી એકલવ્ય ભીલ સોસાયટીમાં રહેતા સવિતાબેન ભીલ સિવિલની કેન્સર હોસ્પિટલમાં ફરજ બજાવે છે. ગઇકાલે તેઓ તહેવાર હોવાથી તેમના ઘરે હાજર હતા. ત્યારે તેમનો પુત્ર દશરથ ભીલ તેમના ઘરે આવ્યો


  હતો. દશરથે તેની માતા પાસે દિવાળી હોવાથી 500 રૂપિયા માંગ્યા હતા. જોકે, સવિતાબેને પગાર ન થયો હોવાથી પૈસા આપવાનો ઇન્કાર કર્યો હતો. આથી પુત્ર ઉશ્કેરાઈ ગયો હતો અને માતાને માર માર્યો હતો. પુત્ર દશરથને વધુ ગુસ્સો આવતા તે દોડીને બ્લેડ લઇ આવ્યો હતો અને માતાના કાનના તથા અન્ય ભાગે બ્લેડના ઘા માર્યા હતા.

  આ પણ વાંચો : ફટાકડા ફોડવા બાબતે છરી વડે હુમલો કરી આરોપીઓ BMW કારમાં ફરાર

  આ દરમિયાન દશરથના પિતા વચ્ચે પડતા પુત્રએ તેને પણ બ્લેડના ઘા મારી દીધા હતા. બનાવ બાદ બંનેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ મામલે બાપુનગર પોલીસે સવિતાબેનના પુત્ર દશરથ સામે આઇપીસી 323, 324, 294(ખ) મુજબ ફરિયાદ નોંધી ફરાર પુત્રને પકડવા માટે કાર્યવાહી શરૂ કરી છે.

  આ પણ વાંચો : ફટાકડા ફુટ્યા છતાં અમદાવાદનું હવામાન શુદ્ધ રહ્યુ, શું છે તેની પાછળનું કારણ?
  Published by:News18 Gujarati
  First published:October 30, 2019, 08:39 am

  ટૉપ ન્યૂઝ