અમદાવાદ : ટ્રાફિક દંડથી બચવા પોલીસની બનાવટી ઓળખ આપવી યુવકને ભારે પડી

News18 Gujarati
Updated: November 13, 2019, 8:43 AM IST
અમદાવાદ : ટ્રાફિક દંડથી બચવા પોલીસની બનાવટી ઓળખ આપવી યુવકને ભારે પડી
મળતી માહિતી પ્રમાણે સપ્ટેમ્બર મહિનામાં 68638 કેસો કરવામાં આવ્યા અને જેની સામે 1 કરોડ 26 લાખ 98 હજાર 600 રુપિયા વસુલી કરવામાં આવ્યા છે ત્યારે ઓકટ મહિનામાં 38155 કેસો સામે 1 કરોડ 87 લાખ 90 હજાર 500 રુપિયા દંડ પેટે વસુલ કરવામાં આવ્યા છે અને ચાલુ મહિનાની વાત કરીએ તો 53612 કેસો કરવામાં આવ્યા છે અને જેની સામે સૌથી વધુ બે કરોડ 60 લાખ 73 હજાર 600 રુપિયા ટ્રાફીક પોલીસે અલગ-અલગ નિયમ ભંગ બદલ વસુલ કર્યા છે.

બીઆરટીએસ ટ્રેકમાં વાહન ચલાવતા રોકતા યુવકે જેલ વિભાગના પોલીસ કોન્સ્ટેબલ તરીકેની બનાવટી ઓળખ આપી હતી.

  • Share this:
ઋત્વિજ સોની, અમદાવાદ : હાલ ટ્રાફિક પોલીસ નિયમોનો ભંગ કરતા વાહન ચાલકોને રોકીને તેમને દંડ ફટકારી રહી છે. મોટર વ્હીકલ ઍક્ટમાં સુધારા બાદ ટ્રાફિક પોલીસે ટ્રાફિકના નિયમોને તોડતા વાહનચાલકો સામે લાલ આંખ કરી છે ત્યારે ચાલકો ટ્રાફિક દંડથી બચવા અવનવા નુસખા અજમાવે છે. અમદાવાદમાં આવા જ એક બનાવમાં વાહન ચાલકે બનાવટી પોલીસની ઓળખ આપી હતી. પોલીસે આ યુવક સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

મંગળવારે સવારે સાબરમતી ટોલનાકા પાસે એક વાહનચાલકે ટ્રાફિક પોલીસને જેલ પોલીસનું બનાવટી આઇકાર્ડ બતાવ્યું હતું. એલ ડીવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ.કે.વાઘેલા તેમના સ્ટાફ સાથે સાબરમતી ટોલનાકા નજીક બીઆરટીએસમાં વાહન ચલાવી રહેલા વાહનચાલકો સામે કાર્યવાહી કરી રહ્યા હતાં. આ દરમિયાન એક બાઇક ચાલકને બીઆરટીએસ રૂટમાં બાઇક ચલાવતા અટકાવ્યો હતો અને તેની પાસે લાઇસન્સની માંગણી કરી હતી.

આ પણ વાંચો : અમદાવાદ : હૉમગાર્ડના સસ્પેન્ડેડ સિનિયર કમાન્ડન્ટ બ્રિજરાજસિંહ ગોહિલની હકાલપટ્ટી

જોકે, આ યુવાને લાઇસન્સ આપવાને બદલે પોતે જેલ વિભાગમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે નોકરી કરી રહ્યો હોવાનું જણાવી પોતાનું આઇકાર્ડ બતાવ્યું હતું. પોલીસને શંકા જતાં આ યુવકની ઉલટ તપાસ કરી હતી. તપાસ દરમિયાન આ યુવાન ચાંદખેડાના આઇઓસી રોડ પર રહેતો હીરેન દવે હોવાનું જાણવા મળ્યું હતું. આ યુવાનના પિતા જેલ વિભાગમાં પોલીસમાં ફરજ બજાવતા હતા. પિતાના નિધન બાદ પુત્રએ તેમના આઇકાર્ડ પરથી નવું કાર્ડ બનાવ્યું હતું.

પોલીસે આ મામલે આરોપી વિરુદ્ધમાં ગુનો દાખલ કરીને તેણે આઇકાર્ડનો અન્ય કોઇ જગ્યાએ ઉપયોગ કર્યો છે કે કેમ તેની તપાસ શરૂ કરી છે.
First published: November 13, 2019, 8:38 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading