દિકરા સાથે ઝઘડો થતાં યુવકે હત્યા થઇ હોવાનો પોલીસ કંટ્રોલ રૂમમાં ખોટો ફોન કર્યો

News18 Gujarati
Updated: November 5, 2019, 10:21 PM IST
દિકરા સાથે ઝઘડો થતાં યુવકે હત્યા થઇ હોવાનો પોલીસ કંટ્રોલ રૂમમાં ખોટો ફોન કર્યો
સરદાનગર પોલીસે ગુનો નોંધી આ અંગે તપાસ હાથ ધરી

સરદાનગર પોલીસે ગુનો નોંધી આ અંગે તપાસ હાથ ધરી

  • Share this:
રુત્વિજ સોની, અમદાવાદ : પોલીસ કંટ્રોલ રૂમમાં હત્યા થઇ હોવાનો ખોટો મેસેજ મોકલનાર યુવક સામે ફરિયાદ નોંધાઇ છે. પોલીસને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે, દિકરા સાથે ઝઘડો થતા યુવકે ખોટો મેસેજ કર્યો હતો. સરદાનગર પોલીસે ગુનો નોંધી આ અંગે તપાસ હાથ ધરી છે.

સોમવારે બપોરે યુવકે પોલીસ કંટ્રોલરૂમમાં મેસેજ કરી જણાવ્યું હતું કે, નરોડા પાટીયા મહાજનીયા વાસ ખાતે હત્યા થઇ ગઇ છે. કંટ્રોલરૂમથી સરદાનગર પોલીસને આ અંગે જાણ થઇ હતી. હત્યા થઇ હોવાનો મેસેજ હોવાથી પોલીસે ગંભીરતા દાખવી હતી અને ઘટના સ્થળ પર પહોંચી હતી. જ્યાં એએસઆઇ લાલજીભાઇ ખાતુભાઇ તપાસ કરી હતી. પરંતુ કંઇ જ મળી આવ્યું ન હતું.

આ પણ વાંચો - આતંકવાદ સહિતના ગુનાઓને નાથવા ઘડાયેલા ગુજસીટોક બિલને રાષ્ટ્રપતિની મંજૂરી

જેથી જે નંબરથી કંટ્રોલમાં મેસેજ આવ્યો હતો. તે નંબર પર ફોન કરી યુવકને બોલાવ્યો હતો. જેથી પ્રકાશ રાઠોડ નામનો યુવક ત્યાં આવ્યો હતો. પોલીસે ખોટા મેસેજ અંગે પુચ્છા કરતા યુવકે જણાવ્યું હતું કે, મારા દિકરા સાથે ઝઘડો થયો હતો જેથી ખોટો મેસેજ કર્યો છે. આવો કોઇ જ ગુનો બન્યો નથી. જેથી પોલીસે પ્રકાશ સામે એન.સી. ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

નોંધનીય છે કે, પોલીસ કંટ્રોલ રૂમમાં રોજ અવનવા મેસેજ કરી પોલીસને હેરાન પરેશાન કરાય છે. ત્યારે હવે પોલીસે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે. જેના કારણે ખોટા મેસેજ કરતા વ્યક્તિઓ પર અંકુશ લાગશે તેવી પોલીસને આશા છે.
First published: November 5, 2019
વધુ વાંચો
अगली ख़बर