અમદાવાદ : મેટ્રો રેલના સળિયાની ચોરી કરતા એક યુવાન ઝડપાયો, એક ફરાર

News18 Gujarati
Updated: December 15, 2019, 11:23 PM IST
અમદાવાદ : મેટ્રો રેલના સળિયાની ચોરી કરતા એક યુવાન ઝડપાયો,  એક ફરાર
પ્રતિકાત્મક તસવીર

એક્ટીવા પર આવેલા બે શખ્સો ચોરી કરતાં હતાં તે દરમિયાન સુપરવાઇઝરને જોઇ જતાં બંન્ને શખ્સો એક્ટીવા લઇ ભાગ્યા હતા

  • Share this:
અમદાવાદ : શહેરમાં મેટ્રો રેલની સાઇટ પર ફરી એક વખત ચોરીનો બનાવ સામે આવ્યો છે. 15મી તારીખે સુપરવાઇઝર મનોજસિંઘ સ્ટાફ સાથે નાઇટ પેટ્રોલિંગમાં હતાં તે દરમિયાન પાલડી જલારામ મંદરી સામેના રોડ પર તેમની ગાડી જોઇએ એક્ટીવા પર બે શખ્સો ભાગ્યો હતાં. જેથી સુપરવાઇઝરને શંકા જતાં તેમનો પીછો કર્યો હતો અને પરીમલ અંડરબ્રીજ પાસે આ બંન્ને શખ્સોને રોક્યા હતાં. જેમાંથી એક્ટીવાની પાછળ બેઠેલો શખ્સ નાસી ગયો હતો. જ્યારે એક્ટીવા ચાલક પકડાઇ ગયો હતો. જે દરમિયાન સુપરવાઇઝરે તપાસ કરતાં એક્ટીવાની આગળ પગ મુકવાની જગ્યાએ તેમની કંપનીના લોખંડના વાળેલા સળિયાની રીંગો મળી આવી હતી.

આ અંગે એક્ટીવા ચાલકની પૂછપરછ કરતાં તેણે આ લોખંડના સળિયાની રીંગો જલારામ મંદીર સામે પડેલ જથ્થામાંથી ચોરી કરી હોવાની કબુલાત કરી હતી. જ્યારે સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરતાં જ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળ પર પહોચી હતી અને એક્ટિવા ચાલકની પૂછપરછ શરૂ કરી હતી. જેમાં આરોપીનુ નામ ગોર્ધન રાઠોડ હોવાનું સામે આવ્યું છે.

આ પણ વાંચો - યુવતીએ માંગરોળ સ્વામિનારાયણ મંદિરના સાધુ સાથે બિભત્સ વીડિયો ઉતારી 50 લાખની માંગણી કરી

હાલમાં પોલીસે આ આરોપીની પૂછપરછ કરીને ફરાર આરોપીને પકડવા માટેના ચક્રો ગતિમાન કર્યાં છે. જ્યારે આરોપીઓએ અગાઉ ક્યારેય મેટ્રો રેલ પ્રોજેક્ટની સાઇટ પરથી કે અન્ય કોઇ જગ્યાએ ચોરી કરી છે કે કેમ તે અંગે પણ વધુ તપાસ શરૂ કરી છે.
First published: December 15, 2019
વધુ વાંચો
अगली ख़बर