Home /News /madhya-gujarat /

અમદાવાદની આર્યાએ નાની ઉંમરમાં મેળવી ખાસ સિદ્ધિ, જાણો કેવી કરી કમાલ

અમદાવાદની આર્યાએ નાની ઉંમરમાં મેળવી ખાસ સિદ્ધિ, જાણો કેવી કરી કમાલ

પુસ્તકનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના (Chief Minister Bhupendra Patel)હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું

Ahmedabad news - પાંચમા ધોરણમાં અભ્યાસ કરતી આર્યા (Arya)હરવા-ફરવા મોજ મસ્તી કરવાની ઉમરમાં વિવિધ જનકલ્યાણ અને સમાજકલ્યાણમાં આગળ આવી

અમદાવાદ : અમદાવાદ (Ahmedabad)શહેરના થલતેજ વિસ્તારમાં રહેતી આર્યા the wandar girl બની છે. પાંચમા ધોરણમાં અભ્યાસ કરતી આર્યા (Arya)હરવા-ફરવા મોજ મસ્તી કરવાની ઉમરમાં વિવિધ જનકલ્યાણ અને સમાજકલ્યાણમાં આગળ આવી છે. વિશ્વ કલ્યાણના વિષયો ઉપર 8 જેટલા પુસ્તકો લખનાર આર્યા સારી ચિત્રકાર અને વક્તા પણ છે. આર્યાએ પોતાના પુસ્તક SEEDS OF HOPE અને SEEDS TO SOWમાં આજે સમગ્ર વિશ્વ જે "ક્લાઈમેટ ચેન્જ અને "ગ્લોબલ વોર્મિંગ" (global warming)જેવી સમસ્યાનો સામનો કરી રહ્યું છે તેના વિશે ખૂબ જ ઉંડાણપૂર્વક વાતને રજૂ કરી છે. આ પુસ્તકનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના (Chief Minister Bhupendra Patel)હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું. આ અંગે આટલી નાની ઉમર માં પુસ્તક લખનાર આર્યા ના કહેવા પ્રમાણે આ પ્રકારની આદત તેને નાનપણથી હતી. 5 વર્ષની ઉમરમાં તેને હેરિટેજ વોક કર્યું અને પોતાની કાલ્પનિક વાતોને બાળકોની ભાષામાં મૂકવા માટેનો સફળ પ્રયત્ન કર્યો.

આર્યાંના તમામ પુસ્તકોની ખાસિયત એ છે કે આર્યાએ તેમાં પોતાના દોરેલા ચિત્રોનો સમાવેશ કર્યો છે. વર્ષ 2017માં યુનેસ્કો દ્વારા અમદાવાદને વિશ્વનું પ્રથમ હેરિટેજ સિટી જાહેર કરવામાં આવ્યું ત્યારે પણ આર્યા પોતાના પિતા સાથે અમદાવાદની હેરિટેજ વોક માટે નીકળી હતી. ત્યારે એને થયું કે મારે આ સ્થાપત્ય અને કલાને લોકો સુધી પહોંચાડવી જોઇએ. આ વિચારની સાથે જ આર્યાનો લેખિકા તરીકે જન્મ થયો. માત્ર આઠ વર્ષની ઉંમરે પોતાનું પ્રથમ પુસ્તક " અમદાવાદ માય સિટી માય હેરિટેજ" લખ્યું. આજે પણ આર્યા લેખિકા તરીકેનુ કાર્ય નિરંતર ગતિથી આગળ ધપી રહ્યુ છે.

આ પણ વાંચો - અમદાવાદીઓ સાવધાન! પોલીસનો ફોન આવે તો ગભરાશો નહી કારણે corona vaccine બીજો ડોઝ માટે આવશે call

2019માં યુરોપમાં નેધરલેન્ડ, ફ્રાન્સ ખાતે અલગ-અલગ એલચી કચેરીઓમાં આર્યાએ પોતાના વિચારો રજૂ કર્યા હતા. જૂન 2019માં ફક્ત નવ વર્ષની ઉંમરે આર્યાએ પેરિસ સ્થિત વર્લ્ડ હેરિટેજ કમિટી અઝરબૈજાનના બાકુમાં 43માં સમારોહમાં 180 દેશના 2500 રાજદ્વારીઓ સામે પોતાનું હેરિટેજ અંગેનું કલા અને કૌશલ્યની પ્રતિભા બતાવી છે. આ અંગે આર્યા ના માતા રિશિકા ચાવડાનું કહેવું છે કે તેઓને નાનપણ થી જ આર્યાની સમજ શકિતનો અનુભવ થતો હતો. આર્યાની સમજ, અલગ વિચારથી જોવાની શક્તિ જ તેને અન્ય બાળકોથી અલગ બતાવે છે.

વારસાની જાળવણી માટે લોકોને પ્રોત્સાહિત કરનાર આર્યા અનેક સરકારી અને ખાનગી શાળાઓ, કોલેજો તથા વિવિધ સંસ્થાઓમાં વ્યાખ્યાન આપી ચૂકી છે. આ ઉપરાંત અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મ્સ પર ભારતીય સંસ્કૃતિ અને વારસાના પ્રચાર-પ્રસાર અંગે ભારતનું પ્રતિનિધિત્વ કરી ચૂકી છે. આર્યાની પ્રકૃતિ જાળવણીની વિવિધ પહેલથી પ્રભાવિત થઇને UNICEF દ્વાર પણ આર્યાના વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું.
Published by:Ashish Goyal
First published:

Tags: Bhupendra Patel, અમદાવાદ

આગામી સમાચાર