અમદાવાદઃ "તું કપડા ફાડી નાખજે, કહેજે કે પોલીસે મારી ઈજ્જત પર હાથ નાખ્યો", પત્ની સાથે નીકળેલા રીક્ષાચલકનો કિસ્સો

અમદાવાદઃ "તું કપડા ફાડી નાખજે, કહેજે કે પોલીસે મારી ઈજ્જત પર હાથ નાખ્યો",  પત્ની સાથે નીકળેલા રીક્ષાચલકનો કિસ્સો
પ્રતિકાત્મક તસવીર

આ રિક્ષાવાળાએ પોલીસ પર આક્ષેપ કરવા તેની પત્નીને કહ્યું કે "તું કપડા ફાડી નાંખજે અને કહેજે કે પોલીસવાળાએ મારી ઈજ્જત પર હાથ નાખ્યો છે".

  • Share this:
અમદાવાદ: શહેરમાં માસ્કને લઈને પોલીસ કાર્યવાહી કરી રહી હોય છે તેમનો ટાર્ગેટ પૂર્ણ કરી રહી હોય છે ત્યારે અનેક બબાલ ના કિસ્સા બની રહ્યા છે. ત્યારે આવો જ એક વધુ કિસ્સો એલિસબ્રિજ વિસ્તારમાં બન્યો હતો. એક રિક્ષાવાળો તેની પત્ની સાથે માસ્ક પહેર્યા વગર નીકળ્યો ત્યારે તેને પોલીસે રોક્યો હતો.

આ રિક્ષાવાળાએ પોલીસ પર આક્ષેપ કરવા તેની પત્નીને કહ્યું કે "તું કપડા ફાડી નાંખજે અને કહેજે કે પોલીસવાળાએ મારી ઈજ્જત પર હાથ નાખ્યો છે". જેથી પોલીસે રિક્ષાચાલકને ડિટેઇન મેમો આપી તેની સામે એલિસબ્રિજમાં ફરિયાદ નોંધાવી હતી.એમ ડિવિઝન ટ્રાફિક પોલીસસ્ટેશનમાં ફરજ બજાવતા એલ.આર મહેન્દ્રસિંહ નહેરુબ્રિજ સર્કલ પાસે ફરજ પર હાજર હતા. ગુરુવારે પીએસઆઇ જે કે પરમાર અન્ય પોલીસકર્મી અને ટીઆરબી જવાનો પણ આ પોઇન્ટ પર હાજર હતાં.

આ પણ વાંચોઃ-

ત્યારે એક રીક્ષા ત્યાંથી પસાર થતા પોલીસે આ રીક્ષા રોકી હતી. રિક્ષા ચાલકે માસ્ક પહેર્યું ન હતું. જેથી પોલીસે રિક્ષા ચાલક પાસેથી વાહનના ડોક્યુમેન્ટ માંગ્યા હતા. પણ માસ્ક ન પહેર્યું હોવાથી તેને એક હજાર દંડ ભરવા ચોકીમાં લઈ જવાનું કહ્યું હતું.

આ પણ વાંચોઃ-

જેથી રીક્ષા ચાલક આવેશમાં આવી ગયો અને દંડ નહિ ભરુ થાય તે કરી લેજો હું બધાને જોઈ લઈશ. આટલુ જ નહીં રિક્ષાચાલક એટલો આવેશમાં આવી ગયો કે તેણે તેની પત્નીને કહ્યું કે "તું કપડા ફાડી નાંખજે અને કહેજે કે પોલીસવાળા એ મારી ઈજ્જત પર હાથ નાખ્યો છે".જેથી પોલીસે ખોટા આક્ષેપ કરનાર નવીન દંતાણી સામે ગુનો નોંધી તેને ડિટેઇન મેમો આપી કાર્યવાહી હાથ ધરી હતી.
Published by:ankit patel
First published:January 22, 2021, 00:03 am

ટૉપ ન્યૂઝ