Home /News /madhya-gujarat /અમદાવાદઃ નારોલ વિસ્તારમાં બોરવેલના ખાડામાં ફસાઈ જતાં કામદારનું મોત

અમદાવાદઃ નારોલ વિસ્તારમાં બોરવેલના ખાડામાં ફસાઈ જતાં કામદારનું મોત

અમદાવાદઃ નારોલ વિસ્તારમાં બોમ્બે હોટેલ પાસે આવેલા ચિરાગ પાર્કમાં છેલ્લા કેટલાય સમયથી કન્ટ્રક્શન સાઈડ પર બોરનું કામ ચાલતું હતું. વહેલી સવારથી આ સાઈડ પર 8થી 10 મજૂરો કામ કરી રહ્યા હતા. કામ કરી રહેલા મજૂરોમાંથી અનિલભાઈ અને મુકેશભાઈ નામના બે મજૂરો કામ દરમિયાન ખાડામાં ફસાયા હતા.

વધુ જુઓ ...
અમદાવાદઃ નારોલ વિસ્તારમાં બોમ્બે હોટેલ પાસે આવેલા ચિરાગ પાર્કમાં છેલ્લા કેટલાય સમયથી કન્ટ્રક્શન સાઈડ પર બોરનું કામ ચાલતું હતું. વહેલી સવારથી આ સાઈડ પર 8થી 10 મજૂરો કામ કરી રહ્યા હતા. કામ કરી રહેલા મજૂરોમાંથી અનિલભાઈ અને મુકેશભાઈ નામના બે મજૂરો કામ દરમિયાન ખાડામાં ફસાયા હતા. તાત્કાલિક ઘટનાની જાણ થતાં ફાયરના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને રેસ્ક્યૂ હાથ ધર્યું હતું. અનિલભાઈ નામના મજૂરને સ્થાનિકોએ પડતાંની સાથે બચાવી લીધો હતો, જયારે મુકેશ મોડિયા કાદવમાં ગરકાવ થતાં ભારે જહેમત બાદ તેને ફાયર જવાનોએ બહાર કાઢ્યો હતો અને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો હતો. જ્યા તેનું મોત નીપજ્યું હતું.

આ અંગે દાણીલીમડા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે અને જો આ સાઈડ પર કોન્ટ્રેક્ટરની બેદરકારી સામે આવશે તો તેની સામે પણ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.
First published:

Tags: Narol, અકસ્માત, અમદાવાદ, ગુજરાત

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन