Home /News /madhya-gujarat /

અમદાવાદ: આરોપીને પકડવા ગયેલી પોલીસને મહિલાએ બચકું ભરી લીધું, અન્ય મહિલાએ નખ માર્યાં

અમદાવાદ: આરોપીને પકડવા ગયેલી પોલીસને મહિલાએ બચકું ભરી લીધું, અન્ય મહિલાએ નખ માર્યાં

પ્રતીકાત્મક તસવીર

Women scuffle with police: 'સુનીલને કેમ પકડવા માટે આવ્યા છો? આજે તને નહીં છોડીએ. પોલીસવાળા હોય તો શું થઈ ગયું? આજે જાનથી મારી નાખીશું.' 

અમદાવાદ: શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી પોલીસ (Ahmedabad Police) અને પ્રજા વચ્ચે ઘર્ષણના બનાવો વધી રહ્યા છે. એવું લાગી રહ્યું છે કે જાણે કે હવે લોકોને પોલીસને કોઈ ડર જ રહ્યો નથી. શહેરના સરદારનગર વિસ્તાર (Sardarnagar area)માં વૉરંટના આધારે ધરપકડ કરવામાં આવેલા આરોપીને છોડાવવા માટે એક મહિલા પોલીસ સાથે ઘર્ષણ ઉતરી હતી. એટલું જ નહીં, મહિલાએ પોલીસને બચકું ભરી લીધું હતું. અન્ય લોકોએ પોલીસને નખ મારીને ગડદાપાટુનો માર માર્યો હતો.

એરપોર્ટ પોલીસ સ્ટેશન (Airport police station)માં ફરજ બજાવતા અશોકકુમાર ખેતાજી ગઈકાલે ભદ્રેશ્વર જોગણી માતાના મંદિર પાસે સની ઉર્ફે સુનિલ ઠાકોર, મુકેશ મારવાડીના ધરપકડ વૉરંટ હોવાથી સમન્સ બજાવવા અને આરોપીની તપાસ કરવા માટે પહોંચ્યા હતા. જ્યાં વૉરંટમાં દર્શાવેલા આરોપીની ખાતરી કરવા માટે સ્થળ પર બેઠેલા લોકોને આરોપી અંગે પૂછપરછ કરતાં જ એક ઈસમે ભાગવાનો પ્રયાસ કર્યો હતો. જેથી પોલીસ જવાને તેને ઝડપી લીધો હતો.

આ પણ વાંચો: અમદાવાદ: શું તમે કિંમતી મતા લઈને રિવરફ્રન્ટ ફરવા જાઓ છો? તો આટલું જાણી લો, નહીં તો પસ્તાવાનો વારો આવશે

યુવકે બૂમાબૂમ કરતા ઘરમાંથી ત્રણ મહિલાઓ બહાર આવી હતી. જેમણે આ ઈસમને છોડાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ પોલીસ જવાને તેને પકડી રાખ્યો હતો. જેથી ત્રણ મહિલાઓેએ પોલીસ જવાનને બીભત્સ ગાળો આપીને માર માર્યો હતો. આ દરમિયાન પોલીસે ઝડપેલા ઈસમે પણ જવાનને માર માર્યો હતો. મહિલાઓએ પોલીસ જવાનોને કહ્યું હતું કે, સુનીલને કેમ પકડવા માટે આવ્યા છો? આજે તમને નહીં છોડીએ. પોલીસવાળા હોય તો શું થઈ ગયું? આજે જાનથી મારી નાખીશું.

આ પણ વાંચો: અમદાવાદ: મા, તું આટલી નિષ્ઠુર કેમ બની? બે દિવસમાં ચાર નવજાત બાળકી મળી, ત્રણ જીવિત તો એક મૃત હાલમાં મળી આવી

આ દરમિયાન એક મહિલાએ પોલીસને ડાબા હાથના પંજા પર બચકું ભરી લીધું હતું. બીજી મહિલાએ નખ માર્યા હતા. જોકે, આસપાસના લોકો એકઠા થઇ જતા પોલીસ જવાનને છોડી દેવામાં આવ્યો હતો. પોલીસ જવાને કંટ્રોલરૂમમાં ફોન કરતા અન્ય પોલીસ સ્ટાફ પણ ત્યાં આવી પહોંચ્યો હતો અને આરોપી સુનિલ, તેજલ મારવાડી, લીલા બાવરી અને રમીલા બાવરીને લઈને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા. પોલીસે આ ચારેય વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે.
Published by:Vinod Zankhaliya
First published:

Tags: Ahmedabad police, Woman, અમદાવાદ, ગુનો, પોલીસ

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन