અમદાવાદ : મહિલાને સાડી ખેંચી રસ્તા વચ્ચે પાડી દીધી, આબરું લેવાનો પ્રયાસ

News18 Gujarati
Updated: November 14, 2019, 10:11 AM IST
અમદાવાદ : મહિલાને સાડી ખેંચી રસ્તા વચ્ચે પાડી દીધી, આબરું લેવાનો પ્રયાસ
પ્રતિકાત્મક તસવીર

છ મહિના પહેલા આરોપીના ભાઈ સાથે ફરિયાદી મહિલાની ભત્રીજીની સગાઈની વાત ચાલી હતી પરંતુ સગાઈ થઈ ન હતી.

  • Share this:
નવીન ઝા, અમદાવાદ : શહેરના માધુપુરા વિસ્તારમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. પોલીસે બે આરોપીઓ સામે ફરિયાદ દાખલ કરી તપાસ શરુ કરી છે. ભોગ બનનારી મહિલાએ પંકજ અને સંજય ઠાકોર નામના બે યુવકો સામે ફરિયાદ આપી છે. મહિલાની ફરિયાદ છે કે આરોપીઓએ રસ્તા વચ્ચે તેની સાડી ખેંચીને તેની આબરુ લેવાનો પ્રયાસ કર્યો હતો. આ ઉપરાંત યુવકોએ રસ્તા પર ધક્કો મારી દેતા તેને ઈજા પહોંચી હતી.

મહિલાની ફરિયાદ પ્રમાણે આરોપીઓએ તેના પતિ સાથે મારામારી કરી હતી. એટલું જ નહીં રસ્તા વચ્ચે જ ફરિયાદીની આબરુ લેવાનો પ્રયાસ કર્યો હતો. આ માટે તેની સાડી ખેંચીને તેને રસ્તા પર ધક્કો મારી દીધો હતો, જેમાં તેણીને ઈજા પણ પહોંચી છે.

ફરિયાદીની દીકરીને પેટમાં તકલીફ હોવાને કારણે તેણી પતિ અને દીકરી સાથે સોડા પીવા માટે બહાર નીકળી હતી. જ્યાં ઈદગાહ સર્કલ સીટી સેન્ટરથી ઘરે પરત ફરી રહી હતી ત્યારે આરોપીઓ એક્ટિવા લઈને આવ્યા હતા. આરોપી સંજયે તેની પાસે રહેલો લોખંડનો પાઇપ ફરિયાદી તરફ વિંઝતા તેના પતિને ઈજા પહોંચી હતી.

આ પણ વાંચો : લૂંટ With રેપ કેસ મામલે એકની ધરપકડ, લૂંટ માટે ગયા હતા સાથે Rape પણ કર્યો

આટલું જ નહીં આરોપીઓએ ફરિયાદીના પતિ અને બાળકોને માર મારીને જાતિ વિષયક ટિપ્પણી કરી હતી. આરોપીઓએ ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આરોપી પંકજે ફરિયાદીની આબરુ લેવા માટે તેની સાડી ખેંચીને ધક્કો મારી નીચે પાડી દીધી હતી. જેથી ફરિયાદીને ઈજા પહોંચી હતી.

આ અંગે એવી માહિતી સામે આવી છે કે ફરિયાદીની ભત્રીજીની સગાઈની વાત આરોપી પંકજના ભાઈ સાથે છ મહિના પહેલા ચાલી હતી. જોકે, સગાઈ ન થતા તેની અદાવત રાખી આરોપીઓએ ફરિયાદી સાથે ઝઘડો કર્યો હોવાનું સામે આવ્યું છે. આ મામલે હાલ માધુપુરા પોલીસે આઈપીસી 354, 323, 294 (ખ), 506 (2), અને 114 મુજબ ફરિયાદ દાખલ કરી તપાસ કરી રહી છે.આ પણ વાંચો : અમદાવાદ : પરિણીતાનો આપઘાત, સાસરિયાઓએ દોરા-ધાગા કરી ભૂવા ધૂણાવ્યાં
First published: November 14, 2019
વધુ વાંચો
अगली ख़बर