અમદાવાદ: આપણી આસપાસ બનતી ઘટના ઘણી વખત પરિવર્તન લાવવા કે પછી કંઇક નવું કરવા માટે આપણને પ્રેરતી હોય છે. લોકડાઉન દરમિયાન નોકરી ધંધા પડી ભાંગતા અપર ક્લાસથી માંડી લોઅર ક્લાસ એમ દરેક વર્ગ ઉપર એની અસર વર્તાઇ છે . આ સ્થિતિમાંથી બહાર આવવા લોકોએ પોતા-પોતાની રીતે રસ્તો લીધો, જેમાં અમદાવાદનાં ન્યુ રાણીપ વિસાતરમાં રહેતા પૂજા બેહને માસ્ક બનાવવાના વ્યવસાયમાં જોડાઈ પગભર બન્યા છે .
અમદાવાદના ન્યુરાણીપ વિસાતરમાં રહેતા પૂજા બેહને તેમના ભાઈ સાથે મળી ને રોજના 100થી 500 માસ્ક બનાવે છે. અમદાવાદ માં બનેલા આ માસ્ક અલગ સેકટર સુધી પોહચે છે. કેટલાક પ્રાઇવેટ સેકટરમાં પ્રિન્ટ થઈને જાય છે તો કેટલાક માસ્ક સીધા ગવર્મેન્ટ સેકટરમાં સપ્લાય થાય છે .
પૂજા બેન જણાવે છે કે, કોરોનાકાળ પેહલા અમે દરજી કામ કરતા હતા ફેન્સી બેગો સીવીને D Mart તથા હેન્ડલુમ જેવા સુપર માર્કેટમાં સપ્લાય કરતા હતા પરંતુ કોરનાની મહામારીમાં આ વેપાર ઠપ્પ થઈ ગયો છે. જેથી ઘરે જાતે જ માસ્ક બનાવનું શીખ્યાને પગભર બન્યા છીએ. પૂજાબેનનું કહેવું છે કે, આ વેપારમાં મારા ઘરના સભ્યો પણ ખૂબ જ મદદ કરે છે અને આ નવો વેપાર અમારા પરિવાર માટે લાભદાયી નીવડ્યો છે. આ ઉપરાંત પૂજા બહેન સાથે અલગ અલગ વિસ્તારોમાંથી મહિલાઓ જોડાઈને ડિઝાઈનર માસ્ક બનાવે છે.
તેઓ જણાવે છે કે, કોરોનાની મહામારીની શરૂઆત થઇ ત્યારે અનેક પરિવારની રોજગારી છીનવાઈ તેવા સમયે અમદાવાદ શહેર અને જિલ્લામાં રહેતી વિવિધ બહેનઓએ આફતને અવસરમાં પલ્ટાવી. આ પડકારજનક તબક્કાને પસાર કર્યા બાદ બહેનોમાં મોટું પરિવર્તન આવ્યું. બહેનો દરેક પ્રકારની ચેલેન્જ સ્વીકારતી થઇ ગઇ છે. પરંતુ હવે તો દરેક બહેનો પોતાની રીતે પગભર બની ગઇ છે.
બહેનો દ્વારા બનાવેલા આ માસ્કની માટે રોજની 40થી વધુ ઈન્કવાયરી આવી રહી છે. રોજની 40થી વધુ ઈન્કવાયરી અને ખરીદી થઈ રહી છે. શરૂઆતના તબક્કામાં એન 95 માસ્કની ડિમાન્ડ હતી, પરંતુ હાલમાં કોટનના માસ્ક અને થ્રી લેયર્સ માસ્કની વધુ ખરીદી થઈ રહી છે.