'ધમાલમાં સિંઘમ બનવા ન જતી, અમદાવાદની ધમાલ તે જોઇ નથી' : LRDને તેના પતિએ ધમકી આપતા ફરિયાદ

'ધમાલમાં સિંઘમ બનવા ન જતી, અમદાવાદની ધમાલ તે જોઇ નથી' : LRDને તેના પતિએ ધમકી આપતા ફરિયાદ
અમદાવાદમાં તાજેતરમાં શાહઆલમ વિસ્તારમાં થયેલી હિંસાની તસવીર

વર્ષ 2006માં આ મહિલા એલઆરડીના લગ્ન થયા હતા, હાલ લગ્ન જીવનથી તેને 13 વર્ષનો પુત્ર છે. પતિ સાથે અણબનાવ બાદ તે 2010થી પિયરમાં રહે છે.

  • Share this:
અમદાવાદઃ શહેરના એક પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી મહિલા એલઆરડીને તેના જ પતિએ ધમકીભર્યા મેસેજ કરતા તેણે ફરિયાદ નોંધાવી છે.વાત એમ છે કે આ મહિલા એલઆરડી વિરોધ પ્રદર્શનના બંદોબસ્તમાં હતી ત્યારે તેના ફોન પર તેના પતિએ ધમકીભર્યા મેસેજ કર્યા હતા. પહેલા મેસેજમાં 'ધમાલમાં સિંઘમ બનવા ન જતી, અમદાવાદની ધમાલ હજુ તે જોઇ નથી' તેવો ઉલ્લેખ કર્યો હતો. જ્યારે બીજા મેસેજમાં બહુ ત્રાસ આપીશ તો પુત્રને જોઇ લઇશ તેવી પણ ધમકી આપી હતી.

શહેરના એક પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી 30 વર્ષીય મહિલા એલઆરડીએ પશ્ચિમ વિસ્તારના એક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. વર્ષ 2006માં આ મહિલા એલઆરડીના લગ્ન થયા હતા અને હાલ તેને 13 વર્ષનો પુત્ર પણ છે. પતિ સાથે નાની મોટી વાતોમાં ઝઘડા થતા મહિલા એલઆરડી 2015થી તેના પિયરમાં રહેવા આવી ગઈ હતી.વર્ષ 2010માં તેણે ખંભાતમાં પતિ સામે શારીરિક માનસિક ત્રાસ આપવાની પણ ફરિયાદ નોંધાવી હતી. ગત 21મીએ નાગરિકતા બિલના વિરોધને લઇને મહિલા એલઆરડી આશ્રમ રોડ પર બંદોબસ્તમાં હતી. આ દરમિયાન તેના પતિએ 10 જેટલા ટેક્સ્ટ મેસેજ કર્યા હતા. જેમાં તેણે લખ્યું હતું કે, 'ધમાલમાં સિંઘમ બનવા ન જતી, ભીડમાં લોકો તારી હાલત ખરાબ કરી નાખશે, અમદાવાદની ધમાલ હજુ તે જોઇ નથી, કઇ બાજુથી ક્યાંથી પડશે તેની તને ખબર પણ નહીં રહે.'

જે બાદમાં બીજો મેસેજ પણ આવ્યો હતો. જેમાં તેણે ધમકીભર્યુ લખાણ લખ્યું હતું કે, 'મને માનસિક ત્રાસ આપીશ તો તારા દીકરાને તકલીફ પડશે, તને લડવાનો ખુબ શોખ છે, તો તું જેના પર કૂદતી હોય તેની સાથે મેદાનમાં આવી જા, ખબર પડી જશે. મારા ખાનદાનનું કોઇ કંઇ ઉખાડી નહીં શકે.' આવા ધમકીભર્યા મેસેજ આવતા જ મહિલા એલઆરડીએ તેમના ઉચ્ચ અધિકારીઓને જાણ કરતા તેમણે તેમના પતિ સામે આઇપીસી 507 મુજબ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.
Published by:News18 Gujarati
First published:December 25, 2019, 08:56 am

ટૉપ ન્યૂઝ