અમદાવાદ: KBCના નામે ફોન આવે તો ચેતજો, અમદાવાદની મહિલાએ ગુમાવ્યા 92 હજાર રૂપિયા

અમદાવાદ: KBCના નામે ફોન આવે તો ચેતજો, અમદાવાદની મહિલાએ ગુમાવ્યા 92 હજાર રૂપિયા
પ્રતીકાત્મક તસવીર

જજીસ બંગલો રોડ પર રહેતા ભાવિકાબેને વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ આપી છે કે 21મી એપ્રિલના દિવસે તેમના મોબાઇલ પર વોટ્સએપ કૉલ આવ્યો હતો.

  • Share this:
અમદાવાદ: "હું બેંક ઑફ બરોડા (Bank of Baroda)માંથી આકાશ વર્મા બોલું છું. તમારો નંબર કેબીસી (KBC)માં સિલેક્ટ થયો છે. તમને રૂપિયા 25 લાખની લોટરી (25 Lakh rupees lottery) લાગી છે, તમારા બેંક એકાઉન્ટ (Bank account) માં રૂપિયા ટ્રાન્સફર કરવાના છે." જો કોઈ આવું કહીને તેમને કોઈ લિંક ક્લિક કરવાનું કે કોઈ અન્ય વસ્તુ કરવાનું કહે તો ચેતજો. આવું કરવાથી તમે તમારી પરેસેવાની કમાણી ગુમાવી શકો છો. અમદાવાદના એક કેસમાં આવું કહીને ગઠિયાએ રૂપિયા 92 હજાર પડાવી લીધા છે.

જજીસ બંગલો રોડ પર રહેતા ભાવિકાબેને વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ આપી છે કે 21મી એપ્રિલના દિવસે તેમના મોબાઇલ પર વોટ્સએપ કૉલ આવ્યો હતો. ફોન કરનાર વ્યક્તિએ જણાવ્યું હતું કે હું બેંક ઑફ બરોડામાંથી આકાશ વર્મા બોલું છું. તમારો નંબર કેબીસીમાં સિલેક્ટ થયો છે. તમને રૂપિયા 25 લાખની લોટરી લાગી છે, તમારા બેંક એકાઉન્ટમાં રૂપિયા ટ્રાન્સફર કરવાના છે."આ પણ વાંચો: Sarkari Naukri: સીનિયર મેનેજર સહિત અનેક જગ્યા, અરજીની છેલ્લી તારીખ નજીક

જોકે, ફરિયાદીએ કેબીસીમાં ભાગ લીધો ન હોવાનું કહેતા ગઠિયાએ તેમને વિશ્વાસમાં લેવા માટે ચાલુ ફોન દરમિયાન તેમનો ફોટો, તેમના નામનો રૂપિયા 25 લાખના ચેકનો ફોટો, જેના પર કેબીસી લખ્યું હતું અને અમિતાભ બચ્ચન તથા અલગ અલગ ફોટો બતાવ્યા હતા. એટલું જ નહીં, ગઠિયાએ ફરિયાદીને કોઈ ઓટીપી પણ આપવાનો ન હોવાનું કહ્યું હતં. મહિલાએ ફક્ત તે જે લિંક મોકલે તે અલાઉ કરવા માટે કહ્યું હતું.

આ પણ વાંચો: 'તૌકતે' વાવાઝોડું શું તબાહી મચાવશે? ગુજરાતમાં કેટલી ઝડપે પવન ફૂંકાઈ શકે? તંત્રની કેવી છે તૈયારી?

આ પણ વાંચો: ફક્ત એક રૂપિયામાં ખરીદો 24 કેરેટ શુદ્ધ સોનું! જાણો વિવિધ કંપનીઓની ઑફર

ફરિયાદી વિશ્વાસમાં આવી જતા તેઓએ લિંક અલાઉ કરતા જ તેમના બેંક એકાઉન્ટમાંથી કુલ રૂપિયા 90 હજાર ડેબિટ થઈ ગયા હતા. જોકે, ફરિયાદીએ ગઠિયાને રૂપિયા પરત લેવા કૉલ કરતા તેમણે પોતે જે બેંક એકાઉન્ટ આપે તેમાં રૂપિયા 70 હજાર જમા કરાવવા માટે કહી અલગ અલગ બેંક એકાઉન્ટ આપી બીજા રૂપિયા બે હજાર ફરિયાદી પાસેથી જમા કરાવ્યા હતા. આમ કુલ 92 હજાર રૂપિયાની છેતરપિંડી થતાં ફરિયાદીએ પોલીસને જાણ કરી હતી. હાલ પોલીસે સમગ્ર મામલે ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.
Published by:Vinod Zankhaliya
First published:May 14, 2021, 12:20 pm

ટૉપ ન્યૂઝ