Home /News /madhya-gujarat /

અમદાવાદ: 'અમારી વગ ઉપર સુધી છે, અરજી પાછી નહીં લો તો પાછળથી તકલીફ પડશે,' મહિલાને ધમકી

અમદાવાદ: 'અમારી વગ ઉપર સુધી છે, અરજી પાછી નહીં લો તો પાછળથી તકલીફ પડશે,' મહિલાને ધમકી

પ્રતીકાત્મક તસવીર

ગેરકાયદે જમીન પચાવી પાડવા મામલે મહિલાએ અરજી કરતા ત્રણ શખ્સોએ મહિલાનાં ઘરમાં ઘૂસીને અરજી પરત ખેંચી લેવા માટે દબાણ કર્યું.

અમદાવાદ: શહેરના ચાંદખેડા પોલીસ સ્ટેશન (Chandkheda police station)માં 39 વર્ષીય મહિલાએ ત્રણ લોકો સામે ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી છે. ગાંધીનગરમાં પિતાની જમીન ગેરકાયદે પચાવી (Land grabing) પાડવા મામલે મહિલાએ અરજી કરતા આ શખ્સોએ મહિલાનાં ઘરમાં ઘૂસીને પોતાની સામે કરેલી અરજી પાછી ખેંચવા માટે દબાણ કર્યુ હતું. જોકે, મહિલાએ અરજી પાછી ખેંચવાની ના પાડતા ત્રણેય શખ્સોએ 'અમારી વગ ઉપર સુધી છે, તમે અમારૂ કશું બગાડી નહીં શકો' તેમ કહીને જોઈ લેવાની ધમકી આપી હતી.

અમદાવાદનાં ચાંદખેડા ગોલ્ડન વિલા બંગ્લોમાં રહેતા માયાબેન અરોરાએ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે. જે ફરિયાદ મુજબ તેમના પિતાની ગાંધીનગર જિલ્લાના ભાટ ગામે માલિકીની 60 કરોડની કિંમતની 9,800 વાર એટલે પોણા ત્રણ વીઘા જમીન આવેલી છે. જે જમીન પર વર્ષ 2016માં સાબરમતીના બળદેવ દેસાઈ, ચંપાબેન દેસાઈ, સાકળચંદ પટેલ તેમજ મનોજભાઈ પંચાલે ગેરકાયદે કબ્જો જમાવી લીધો છે. જેથી મહિલાએ આ મામલે ગાંધીનગર કલેકટર કચેરી ખાતે લેન્ડ ગ્રેબીંગ એક્ટ હેઠળ અરજી આપી હતી. જે અરજી અનુસંધાને અત્યારે ગાંધીનગર એલ.સી.બી ઓફિસમાં તપાસ ચાલી રહી છે.

આ પણ વાંચો: 'જેક અંકલ દરવાજો ખોલો,' NRI વૃદ્ધના ઘરમાં અડધી રાત્રે ચોરી, લૂંટારુઓએ વૃદ્ધના હાલ કર્યાં બેહાલ

ગત તા. 17 મી ફેબ્રુઆરીના રોજ મહિલા તેઓના માતાપિતા સાથે ઘરે હતા. આ સમયે સાંજના સાત વાગે માયાબેન અરોરાનાં ઘરે બળદેવ દેસાઈ, મનોજ પંચાલ તેમજ કનુ દેસાઈ નામના ત્રણ લોકો આવ્યા હતા. જેઓ સાથે ભાટ ગામની જમીન બાબતે ચર્ચા ચાલતી હતી. આ સમયે મહિલાનો ભાઈ પણ ઘરે આવ્યો હતો અને વાતચીત ચાલી રહી હતી. વાતચીત દરમિયાન ઘરે આવેલા ત્રણેય શખ્સોએ મહિલાને કહ્યું હતું કે “તમે અમારી વિરુદ્ધ ગાંધીનગર ખાતે જે અરજી કરી છે તે પરત ખેંચી લો.” જેથી મહિલાએ તેઓની અરજી પરત ખેંચવાની ના પાડતા ત્રણેય શખ્સોએ ઉશ્કેરાઈ જઈને મહિલાને કહ્યું હતું કે “અમારી વગ ઉપર સુધી છે, તમારું કંઈ નહીં આવે, જો તમે અરજી પાછી નહીં લો તો પાછળથી તકલીફ પડે તો અમને કંઈ કહેતા નહીં. તમને જોઈ લઈશું.” આવી ધમકી આપીને ત્રણેય ત્યાંથી નીકળી ગયા હતા.

આ પણ વાંચો: કાર અકસ્માત બાદ દોડી આવેલા 108ના સ્ટાફે 2.3 કિલોગ્રામ સોનું ચોરી લીધું, પોલીસે 24 કલાકમાં ભેદ ઉકેલ્યો

આવી ધમકી બાદ મહિલા ડરી ગઈ હતી. જે બાદમાં પરિવારના સભ્યો સાથે ચર્ચા કર્યા બાદ આ અંગે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં બળદેવ દેસાઈ, મનોજ પંચાલ અને કનુ દેસાઇ સામે ફરિયાદ નોંધાવી છે. આ મામલે ચાંદખેડા પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધી ધરપકડની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો: જામનગરમાં જમાઈ બન્યો 'જમ': મકાનના વાસ્તાનું નિમંત્રણ આપવા આવેલા સસરાનું ઢીમ ઢાળી દીધું

મહત્ત્વનું છે કે આ કેસમાં આરોપી બળદેવ દેસાઈ એસીબીના ઈતિહાસમાં સૌથી ભ્રષ્ટ કલોલનાં નિવૃત નાયબ મામલતદાર વિરમ દેસાઈનો ભાઈ હોવાનું સામે આવ્યુ છે. એસીબીએ વિરમ દેસાઈ પાસેથી 33.47 કરોડની બેનામી સંપત્તિ જપ્ત કરી હતી. તેમજ 11 મોંધીદાટ લક્ઝ્યુરીયસ કાર ઉપરાંત 11 દુકાનો, 3 ફ્લેટ, 2 બંગલા, એક ઓફિસ અને 30 બેંક એકાઉન્ટ અન ગાંધીનગરમાં બે પ્લોટ સહિત કરોડોની જમીન મળી આવી છે. આ કેસમાં પણ વિરમ દેસાઈની સંડોવણી છે કે કેમ તે પોલીસ તપાસ બાદ જ માલુમ પડશે.
Published by:Vinod Zankhaliya
First published:

Tags: Ahmedabad police, અમદાવાદ, એસીબી, ગાંધીનગર, જમીન, પોલીસ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन