અમદાવાદ : દુકાન માલિકે વસ્તુ લેવા આવેલી પરિણીતાના ગાલે બચકું ભરી લીધું

અમદાવાદ : દુકાન માલિકે વસ્તુ લેવા આવેલી પરિણીતાના ગાલે બચકું ભરી લીધું
પ્રતિકાત્મક તસવીર

પરિણીતા વસ્તુ લીધા બાદ પૈસા આપવા માટે દુકાને પરત આવી હતી ત્યારે દુકાન માલિકે બળજબરીથી તેના બંને હાથ પકડીને ગાલ પર બચકું ભરી લીધું હતું.

  • Share this:
અમદાવાદ : શહેરના નિકોલ વિસ્તાર (Nikol Area)માં એક વિચિત્ર ઘટના સામે આવી છે. અહીં એક મહિલાને દુકાનદાર (Shop Owner)નો ખરાબ અનુભવ થયો હતો. આ મામલે પોલીસ મથકે (Police Station) ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ફરિયાદ પ્રમાણે 30 વર્ષની પરિણીતા સાથે એક દુકાન માલિકે ખરાબ વર્તન કર્યું હતું. દુકાને ખરીદી માટે આવેલી પરિણીતા (Married Woman)ને દુકાન માલિકે ગાલે બચકું ભરી લીધું હતું અને તેને બળજબરીથી સ્પર્શ કરવાનો પ્રયાસ કર્યો હતો.

શહેરના નિકોલ વિસ્તારમાં રહેતી 30 વર્ષીય એક મહિલા નિકોલ વિસ્તારમાં આવેલા ધનરાજ નોવેલ્ટી પ્લાસ્ટિક સ્ટોરમાં ખરીદી કરવા ગઈ હતી. અહીં ખરીદી કરી સામાન મૂકી તે પરત દુકાનમાં આવી હતી ત્યારે દુકાન માલિકે કંઈ બોલ્યા વગર મહિલાના બે હાથ પકડીને બળજબરીથી સ્પર્શ કરી બળ વાપરીને મહિલાના ડાબા ગાલ પર બચકું ભરી લીધું હતું.આ પણ વાંચો : સુરત : લૉકડાઉનમાં આર્થિક સંકડામણને કારણે વધુ એક રત્નકલાકાર હિંમત હારી ગયો

મહિલાએ આ ઘટના બાદ ગુસ્સામાં આવીને આરોપીને પાઠ ભણાવવા માટે એક તમાચો ચોડી દીધો હતો. જે બાદમાં મહિલાએ પોતાના ઘરે જાણ કરી હતી અને પતિની મદદથી આ મામલે ફરિયાદ દાખલ કરી હતી.

વીડિયો જુઓ : જામરાવલ ગામ બેટમાં ફેરવાયું

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીનું નામ મુકેશ પ્રજાપતિ છે. મહિલા 15 દિવસ પહેલા ટિફિન ખરીદવા માટે આરોપીની દુકાને ગઈ હતી. જે બાદમાં કોઈ કારણસર તે વસ્તુ બદલાવવા માટે ફરીથી દુકાને ગઈ હતી. જોકે, નવી વસ્તુ આવી ન હતી. જે બાદ મહિલા મંગળવારે પાણીની બોટલ લેવા ફરીથી દુકાન પર ગઈ હતી. જે બાદમાં પાણીની બોટલ એક્ટિવામાં મૂકીને બપોરના સમયે રૂપિયા આપવા માટે દુકાને ગઈ હતી. આ સમયે આરોપીઓ ગંદી હરકત કરી હતી. આ મામલે ફરિયાદ દાખલ થયા બાદ પોલીસે આગળની કાર્યવાહી શરૂ કરી છે.
Published by:Vinod Zankhaliya
First published:July 08, 2020, 10:42 am

टॉप स्टोरीज