'તને મોઢું બતાવવા લાયક નહીં રહેવા દઉં,' અમદાવાદની મહિલા વકીલને યુવકની ધમકી

'તને મોઢું બતાવવા લાયક નહીં રહેવા દઉં,' અમદાવાદની મહિલા વકીલને યુવકની ધમકી
પ્રતિકાત્મક તસવીર

મહિલા વકીલે વૉટ્સએપ ગ્રુપ પર યુવક ફ્રોડ ગ્રેમનું ગ્રુપ ચલાવી રહ્યો હોવાની પોલ ખોલી નાખી હતી.

  • Share this:
અમદાવાદ: વકીલાતની પ્રેક્ટિસ કરતી મહિલાને એક શખ્સે વોટ્સએપ ગ્રુપ (WhatsApp Group)માં એડ કરતા મહિલાએ ગ્રુપમાં લખ્યું હતું કે આ યુવક ફ્રોડ (Fraud) ગેમ ચલાવે છે. જેથી આ યુવકે આવેશમાં આવીને તેને ધમકીઓ આપતા મામલો પોલીસ સ્ટેશન (Ahmedabad Police)માં પહોંચ્યો હતો અને મહિલાએ આ યુવક સામે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. મહિલાની ફરિયાદ પ્રમાણે યુવકે તેને ગાળો ભાંડવાની સાથે સાથે ધમકી પણ આપી હતી.

અમદાવાદના હાંસોલમાં રહેતી 32 વર્ષીય યુવતી તેના પિતા સાથે રહે છે અને ગુજરાત હાઇકોર્ટમાં ચાર વર્ષથી વકીલાતની પ્રેક્ટિસ કરે છે. આ યુવતીને વોટ્સએપ મારફતે મોહિત નામના યુવક સાથે વાતચીત થતી હતી. આ યુવક 'મુસ્કુરાયેગા ઇન્ડિયા'નું ઓનલાઇન ગેમનું વોટ્સએપ ગ્રુપ ચલાવતો હતો. આ યુવકે મહિલાને આ ગ્રુપમાં એડ કરી હતી. જે બાદમાં મહિલાને જાણવા મળ્યું હતું કે મોહિત ફ્રોડ ગેમનું ગ્રુપ ચલાવે છે. જેથી આ યુવતીએ ગ્રુપમાં ચેતવણી આપી હતી કે મોહિત નામનો આ વ્યક્તિ ફ્રોડ ગ્રુપ ચલાવે છે, તેનાથી ચેતતા રહેજો.આ પણ વાંચો:

બાદમાં આ મહિલાને મોહિતે અલગ અલગ નંબર પરથી ફોન અને મેસેજ કર્યા હતા. મોહિતે મહિલાને કહ્યું હતું કે, 'તું ગ્રુપમાં આવું કેમ જાહેર કરે છે, તું તારા ફોનમાં જે પણ કંઈ કરે છે તે હું મારા વોટ્સએપ ગ્રુપમાં ધ્યાન રાખું છું' તેમ કહી ફોન ઉપર વોઇસ મેસેજથી બીભત્સ શબ્દો વાપરી મહિલાને ધમકી આપી હતી અને જાતીય માંગણી કરવા લાગ્યો હતો.

આ પણ જુઓ- 

મહિલાએ આ વાતનો ઇન્કાર કરતા આ યુવક તેના પર ગુસ્સે થઈ ગયો હતો અને બાદમાં ગાળો ભાંડી 'તારી મારા સાથે બોલવાની ઔકાત શું છે?' તેમ કહ્યું હતું. એટલું જ નહીં મહિતે મહિલાને ધમકી આપી હતી કે, 'હું તારી હાલત ખરાબ કરી નાખીશ, તને મોઢું બતાવવા લાયક નહીં રહેવા દઉં.' આ મામલે મહિલાએ એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા પોલીસે મોહિત નામના વ્યક્તિ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
Published by:Vinod Zankhaliya
First published:October 16, 2020, 10:07 am

टॉप स्टोरीज