અમદાવાદ : દૂધ લેવા જતી મહિલાને યુવકની ધમકી, 'મારી સાથે સંબંધ નહીં રાખે તો જીવથી મારી નાખીશ'


Updated: March 3, 2020, 10:45 AM IST
અમદાવાદ : દૂધ લેવા જતી મહિલાને યુવકની ધમકી, 'મારી સાથે સંબંધ નહીં રાખે તો જીવથી મારી નાખીશ'
રોડ પ્રોજેક્ટથી જોડાયેલા મોટા અધિકારીઓએ કહ્યું કે બીઆરઓ તમામ 20 સામરિક રસ્તાઓને ડિસેમ્બર 2022 સુધી તૈયાર કરી લેશે. તે પછી ભારતીય સેના આ વિસ્તારોમાં સૈનિક તૈનાત કરવામાં સરળતા રહેશે. કહેવાય છે કે ભારત આ રોડ પ્રોજેક્ટના કારણે ચીન પણ ગુસ્સેથી લાલપીળું થયું છે. આ કારણે તેણે લદાખની પૂર્વ સીમા પર ટેન્ટ પણ લગાવવાની શરૂઆત કરી છે.

મહિલા સોમવારે સવારે નિત્યક્રમ મુજબ દૂધ લેવા માટે ગઈ હતી, પરત ફરતી વખતે AMTSના બસ સ્ટોપ નજીક યુવાને તેને કહ્યું હતું કે, "હું તમને પસંદ કરુ છું."

  • Share this:
અમદાવાદ : કહેવાય છે કે પ્રેમ આંધળો હોય છે. અને એમાંય જ્યારે એક તરફી પ્રેમની વાત આવે ત્યારે કોઇપણ વ્યક્તિ કંઈ પણ નિર્ણય લેતા જરાય ખચકાતો નથી. આવો જ એક કિસ્સો શહેરના નિકોલ વિસ્તારમાં જોવા મળ્યો છે. નિકોલ વિસ્તારમાં રહેતી 50 વર્ષીય મહીલાને યુવકે ધમકી આપી કે, જો તું મારી સાથે સંબંધ નહીં રાખે તો તને અને તારા પરિવારને જાનથી મારી નાખીશ.

મળતી માહિતી પ્રમાણે નિકોલમાં રહેતી એક મહીલાએ પોલીસ ફરિયાદ આપી છે કે સોમવારે સવારે તે નિત્યક્રમ મુજબ દૂધ લેવા માટે ગયા હતાં. દૂધ લઇને પરત આવતી વખતે એએમટીએસના બસ સ્ટોપ નજીક એક યુવાને તેને કહ્યું હતું કે, "હું તમને પસંદ કરુ છું." જોકે, મહિલાએ આ યુવાનને સંબંધ રાખવાની ના પાડતા જ તેણે મહીલાને ધમકી આપી હતી કે, "જો તું મારી સાથે પ્રેમસંબંધ નહીં રાખે તો તને હેરાન-પરેશાન કરી દઇશ અને તને અને તારા પરિવારને જાનથી મારી નાંખીશ."

આ ઘટના બાદ મહીલા ડરી ગઈ હતી અને તરત જ તેણે તેના દીકરાને ફોન કરીને સમગ્ર ઘટનાની જાણ કરી હતી. તેનો દીકરો ઘટનાસ્થળ પર આવી પહોંચતા આ બાબતની જાણ પોલીસને કરવામાં આવી હતી. પોલીસે આ યુવકની પૂછપરછ કરતાં પોતે જીગેશ પટેલ કૃષ્ણનગરનો રહેવાસી હોવાનું જણાવ્યું હતું. મહીલાએ આ યુવક વિરુદ્ધમાં પોલીસ ફરિયાદ આપતા પોલીસએ ફરિયાદ નોંધીને સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.
First published: March 3, 2020, 10:12 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading