'તારા પતિને શબાનાથી દૂર રાખજે, નહીં તો તારા પર તેજાબ છાંટી દઈશ'

'તારા પતિને શબાનાથી દૂર રાખજે, નહીં તો તારા પર તેજાબ છાંટી દઈશ'
પ્રતિકાત્મક તસવીર

અમદાવાદના જુહાપુરામાં રહેતી મહિલાને ધમકી મળી, વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી.

 • Share this:
  હર્મેશ સુખડિયા, અમદાવાદઃ શહેરના જુહાપુરામાં રહેતી એક મહિલાને તેજાબ છાંટી દેવાની ધમકી મળી છે. મહિલા પોતાના ઘરે એકલી હતી ત્યારે બાપુનગરમાં રહેતા બે શખ્સોનો તેણી પર ફોન આવ્યો હતો. ફોન કરીને આ બંને શખ્સોએ કહ્યું કે, 'તારા પતિનું જે શબાના નામની યુવતી સાથે અફેર છે તેનાથી તેને દૂર રહેવાનું કહેજે, નહીં તો તેજાબ છાંટીને તારો ચહેરો બગાડી નાખીશ.' તેજાબની ધમકી બાદ યુવતી ડરી ગઈ હતી અને તેણે આ મામલે પતિને વાત કરી હતી. યુવતીના પતિએ આ મામલે વેજલપુર પોલીસ સ્ટેશનમાં બંને શખ્સો સામે ફરિયાદ આપી છે.

  મળતી માહિતી પ્રમાણે જુહાપુરામાં ફતેવાડીની સમા સ્કૂલ પાસે 35 વર્ષીય મહિલા પોતાના પતિ સાથે રહે છે. મહિલાનો પતિ રિલિફ રોડ પર મોબાઇલ શોપમાં નોકરી કરે છે. મહિલા તેના ઘરે હતી ત્યારે તેના મોબાઇલ પર એક ફોન આવ્યો હતો. ફોન કરનાર વ્યક્તિએ પોતે શોએબ બોલે છે તેમ કહીને મહિલાને કહ્યું કે, તારા પતિને શબાના સાથે અફેર છે, તેને તેનાથી દૂર રહેવાનું કહેજે. જે બાદમાં શોએબે ધમકી આપીને ફોન મૂકી દીધો હતો.  થોડા સમય પછી ફરી એક નંબર પરથી ફોન આવ્યો હતો અને ફોન કરનારે પોતાનું નામ શોયબનો ભાઇ સલમાન હોવાનું કહ્યું હતું. સલમાને મહિલાને કહ્યું હતું કે, તારા પતિને ફોન આપ. મહિલાએ જ્યારે બંને ભાઈઓને ગાળો ન બોલાવાનું કહ્યું ત્યારે ફોન પર બંનેએ મહિલાના ચહેરા પર તેજાબ છાંટી દેવાની ચીમકી આપી હતી.

  આવી ધમકી બાદ મહિલા ડરી ગઈ હતી અને પતિને વાત કરીને વેજલપુરમાં શોએલ અને સલમાન વિરુદ્ધ ફરિયાદ આપી છે. પોલીસે આ મામલે આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.

  આ પણ વાંચો : 
  Published by:News18 Gujarati
  First published:September 18, 2019, 08:20 am

  ટૉપ ન્યૂઝ