અમદાવાદઃ પતિને કહીને બીજા લગ્ન કરવા નીકળી પત્ની, પછી ભારે પસ્તાઇ

News18 Gujarati
Updated: October 18, 2019, 7:04 PM IST
અમદાવાદઃ પતિને કહીને બીજા લગ્ન કરવા નીકળી પત્ની, પછી ભારે પસ્તાઇ
પ્રતિકાત્મક તસવીર

ભોગ બનનાર મહિલા અમદાવાદમાં કાપડનો વેપાર કરે છે. અને તેના લગ્ન થયેલા છે છતા તે પોતાના પતિને છોડી બીજા લગ્ન કરવા માંગતી હતી.

  • Share this:
નવીન ઝા, અમદાવાદઃ અમદાવાદમાં (Ahmedabad)એક મહિલાને (woman)બીજા લગ્ન (Marriage)કરવાની ઈચ્છા મોંઘી પડી છે. બીજા લગ્નના ચક્કરમાં નાઈઝિરિયને (Nigerian) મહિલા પાસેથી 7.5 લાખ છેતરી લીધા હતા. સાયબર ક્રાઈમે (cyber crime)ફરિયાદ દાખલ કરી એક મહિલા સહિત બે લોકોની ધરપકડ કરી છે. જેમના નામ ઈકવેંઝ ઓડીકપો અને વિરહુની નાયેખા છે.

આરોપી યુવક નાઈઝિરિયાનો રહેવાસી છે અને મહિલા નાગાલેંડની (Nagaland) છે. આ બન્ને આરોપીઓ મળીને ફેસબુક (facebook)પર મિત્રતા કેળવી અન્ય મહિલાઓને લગ્નની લાલચ આપી ગિફ્ટો મોકલવાની વાતો કરી રુપિયાની છેતરપિંડી કરતા હતા.

બન્ને આરોપીઓ ફેસબુકથી મિત્રતા કરી હતી અને બન્ને છેલ્લા એક વર્ષથી દિલ્હીમાં (Delhi) લિવ ઈન રિલેશનશીપમાં (Leave in relationship)રહેતા હતા. નોંધનીય છે કે આરોપી મહિલાના પતિ અને બાળકો પણ છે અને જે નાગાલેંડમાં રહે છે..નાઈઝિરિયન આરોપી ફેસબુકમાં પોતાની ફેક પ્રોફાઈલ બનાવી અને પોતે લંડનનો રહેવાસી બની અમદાવાદની એક મહિલા સાથે લગ્ન કરવાની વાત કરી હતી.

આ પણ વાંચોઃ-તસવીરોઃ 9 ફૂટ લાંબા મગર સાથે સ્વિમિંગપૂલમાં કલાકો સુધી રમતો રહ્યો આ વ્યક્તિ

મળતી માહિતી પ્રમાણે ભોગ બનનાર મહિલા અમદાવાદમાં કાપડનો વેપાર કરે છે. અને તેના લગ્ન થયેલા છે છતા તે પોતાના પતિને છોડી બીજા લગ્ન કરવા માંગતી હતી. તેને આરોપી નાઈઝિરિયન યુવક સાથે ફેસબુકમાં મિત્રતા કરી હતી અને આરોપીએ પોતાનુ નામ બેન મોરિસ જણાવ્યું હતું.

પકડાયેલા આરોપીઓની તસવીર
આરોપીએ મહિલાને અલગ-અલગ ગિફ્ટો મોકલી આપવાની વાત કરી હતી અને જે છોડાવવા મહિલા આરોપીએ ભોગ બનનારને ફોન કરેલો અને જણાવ્યું હતું કે તે સુનિતા બોલે છે અને કસ્ટમ અધિકારી છે અને તમારી ગિફ્ટો લઈ જાવ અને જેના માટે અલગ-અલગ ચાર્જ આપવા પડશે.

આ પ ણ વાંચોઃ-કૉફી પીધા પછી મગ પણ ખાઇ શકશો, આ કંપનીએ બનાવ્યો ખાસ કપ

આરોપીએ અત્યાર સુધી 15 જેટલા લોકોને છેલ્લા એક વર્ષમાં છેતરી ચૂક્યા હોવાની વાત સામે આવી છે. આરોપીઓ અલગ-અલગ નંબરથી વૉટસઅપ કૉલ (whats app call)કરતા હતા જેથી તે પકડાઈ ન શકે. સાયબર ક્રાઈમના ડીસીપી રાજદીપસિંહ ઝાલાનુ કહેવુ છે કે આરોપીઓએ ભોગ બન્નાર મહિલા પાસેથી અલગ-અલગ ચાર્જના નામે રુપિયા છેતરી લીધા છે અને હાલ આરોપીઓએ કોના બેંક એકાઉન્ટમાં રુપિયા મંગાવતા હતા અને કોના નામે પ્રોફાઈલ બનાવતા હતા તેની તપાસ થઈ રહી છે.

આ પણ વાંચોઃ-ખુશખબરઃ સતત બીજા દિવસે સસ્તું થયું સોનું, ફટાફટ જાણો આજનો ભાવ

આ લોકોના પાસપોર્ટના વેરિફિકેશન પણ કરવામાં આવી રહ્યુ છે. નોંધનીય છે કે હાલ તો 15 જેટલા ગુનાઓના ભેદ ખુલ્યા છે પરંતુ તેમના પાસેથી મુદ્દામાલની તપાસમાં અન્ય ખુલાસાઓ થઈ શકે તેમ છે.
First published: October 18, 2019, 6:58 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading