અમદાવાદ: કાળીયાએ જાહેરમાં મહિલાનો હાથ પકડીને કહ્યુ, 'મારી અક્ટિવામાં બેસી જા'

અમદાવાદ: કાળીયાએ જાહેરમાં મહિલાનો હાથ પકડીને કહ્યુ, 'મારી અક્ટિવામાં બેસી જા'
પ્રતીકાત્મક તસવીર

મહિલાએ રિક્ષામાં એક્ટિવા ચાલકનો પીછો કરતા તે ફતેવાડી મસ્જિદ પાસે તેના મિત્રો પાસે ઊભો હતો. મહિલાએ તેની પાસે જઈને તેને કહ્યું કે, તે મારો હાથ કેમ પકડ્યો?

  • Share this:
અમદાવાદ: શહેરમાં છેડતીનો વધુ એક બનાવ સામે આવ્યો છે. ફતેવાડી કાદરી પાર્ટી પ્લોટ પાસે રિક્ષા (Rickshaw)ની રાહ જોતી મહિલા (Woman) પાસે એક્ટિવા લઈને આવી નરાધમે મહિલાનો હાથ પકડી 'મારી એક્ટિવા પાછળ બેસી જા. હું તને ઓળખું છું,' કહીને શારીરિક છેડછાડ કરતાં પોલીસ ફરિયાદ દાખલ થઇ છે. ફતેવાડી વિસ્તારમાં રહેતી એક મહિલાએ વેજલપુર પોલીસ સ્ટેશન (Vejalpur police station)માં ફરિયાદ આપી છે કે, ગઇકાલે રાત્રીના આઠેક વાગ્યાની આસપાસ તે અંબર ટાવરથી ચાલતાં ચાલતાં ફતેવાડી તરફ જઈ રહી હતી. ફતેવાડી કાદરી પાર્ટી પ્લોટ પાસે તે ઊભી રહીને રિક્ષાની રાહ જોઈ રહી હતી તે દરમિયાન એક શખ્સ એક્ટિવા લઈને આવ્યો હતો. જેણે મારો હાથ પકડી 'મારી એક્ટિવા પાછળ બેસી જા. હું તને ઓળખું છું' કહીને છેડતી (molestation) કરી હતી.

યુવકની આવી હરકત બાદ મહિલા ડરી ગઈ હતી અને હું તને ઓળખતી નથી એવું જણાવ્યું હતું. યુવકની હરકત બાદ મહિલાએ બૂમાબૂમ કરતા લોકો એકઠા થઈ ગયા હતા. જે બાદમાં એક્ટિવા ચાલક ફતેવાડી તરફ જતો રહ્યો હતો.



આ પણ વાંચો: સુરત: મકાન ખાલી કરાવવા બાબતે દેરાણીએ જેઠાણીને બચકું ભરી લીધું, મામલો પોલીસ મથકે પહોંચ્યો

બાદમાં મહિલાએ રિક્ષામાં એક્ટિવા ચાલકનો પીછો કરતા તે ફતેવાડી મસ્જિદ પાસે તેના મિત્રો પાસે ઊભો હતો. મહિલાએ તેની પાસે જઈને તેને કહ્યું કે, તે મારો હાથ કેમ પકડ્યો? તે મારી સાથે સારું નથી કર્યું. યુવકના આવા કૃત્ય અંગે મહિલાએ પોલીસને જાણ કરતા આ શખ્સ એક્ટિવા લઈને ફરાર થઈ ગયો હતો. જોકે, તેના મિત્રો પાસેથી જાણવા મળ્યું હતું કે, આ વ્યક્તિનું નામ શાહરૂખ ઉર્ફે કાળિયો છે. મહિલાએ આ બાબતની જાણ તેના ભાઈને કરી હતી. આ મામલે પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.

ઘરમાં ઊંઘી રહેલા મહિલાની છેડતી કરી

અમદાવાદ શહેરમાં બનેલા છેડતીના વધુ એક બનાવમાં શાહીબાગ વિસ્તારમાં રહેતી 39 વર્ષીય વિધવા (Widow woman Molested) મહિલાએ તેની જ ચાલીમાં રહેતા યુવક સામે છેડતી અને શારીરિક અડપલાં કર્યા હોવાની ફરિયાદ નોંધાવી છે. આ શખ્શે જ્યારે મહિલા તેના ઘરમાં સૂતી હતી ત્યારે આવીને તેને હોઠ પર ચુંબન કર્યું હતું અને છાતીના ભાગે સ્પર્શ કર્યો હતો. મહિલાએ આ શખ્સને ધક્કો મારતા તે ભાગી ગયો હતો. મહિલા એ આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
Published by:Vinod Zankhaliya
First published:February 18, 2021, 10:47 am

ટૉપ ન્યૂઝ