અમદાવાદ: સાસુનો પુત્રવધૂ પર ત્રાસ, 'ઓછું જમજો, પાતળા થવાનું છે'

અમદાવાદ: સાસુનો પુત્રવધૂ પર ત્રાસ, 'ઓછું જમજો, પાતળા થવાનું છે'
પ્રતીકાત્મક તસવીર

શહેરના મણીનગર વિસ્તારમાં રહેતી 25 વર્ષીય યુવતીના લગ્ન વર્ષ 2018માં બાપુનગર ખાતે રહેતા એક યુવક સાથે થયા હતા.

  • Share this:
અમદાવાદ: શહેરના મણીનગર (Maninagar area)માં રહેતી એક યુવતીએ તેના સાસુ-સસરા, પતિ અને નણંદ સામે ફરિયાદ નોંધાવી છે. યુવતીનો આક્ષેપ છે કે તેની સાસુ તેને જમવાનું સમયસર આપતા ન હતા અને જમવા બેસે ત્યારે 'ઓછું જમજો, તમારે પાતળું થવાનું છે' કહીને ત્રાસ (Physical and mental harassment) આપતા હતા. એટલું જ નહીં નણંદ પણ આવા મ્હેંણા મારી યુવતીના લગ્ન (Marriage) બાદ ત્રાસ આપતી હતી. જ્યારે પતિ પણ મારઝૂડ કરી ત્રાસ આપતો હોવાથી યુવતીએ આખરે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

શહેરના મણીનગર વિસ્તારમાં રહેતી 25 વર્ષીય યુવતીના લગ્ન વર્ષ 2018માં બાપુનગર ખાતે રહેતા એક યુવક સાથે થયા હતા. લગ્ન બાદ તેના સાસરિયાઓએ થોડા દિવસ સુધી તેને સારી રીતે રાખી હતી. બાદમાં સાસરિયાઓએ માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. યુવતીની સાસુએ તેણીને "વધારે જાડી છે" એમ કહી મ્હેંણા મારી માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું અને સમયસર જમવાનું પણ આપતા ન હતા. યુવતી જ્યારે જમવા બેસતી ત્યારે "વધારે જમતા નહીં, તમારે પાતળું થવાનું છે" એમ કહીને ત્રાસ આપતા હતા.આ પણ વાંચો: રાજકોટ: સિવિલમાં દાખલ વૃદ્ધા સાથે દુષ્કર્મ, પરિવારને ઝડપથી આવવાનું કહેતા હોય એવો ઓડિયો વાયરલ

યુવતીના સસરા પણ તેની સાસુનો પક્ષ લઈ મનફાવે તેમ બોલતા હતા. તેઓ એવું કહેતા કે તમારી સાસુ કહે તેમ કરવાનું. આટલું જ નહી, યુવતીના સસરા વારંવાર તમારા મા-બાપે કરિયાવરમાં કંઈ આપ્યું નથી તેમ કહી વસ્તુઓની માગણી કરતા હતા. યુવતીને તેના સાસુ-સસરા જ નહીં પરંતુ નણંદ પણ બોલાચાલી કરી ત્રાસ આપતી હતી.

આ પણ વાંચો: અમદાવાદ: GMDC ખાતે ધન્વંતરી હૉસ્પિટલમાં દર્દીઓને દાખલ કરવાની પ્રક્રિયા વધુ સરળ બનાવાઇ


યુવતીની નણંદ તેના ભાઈને કહેતી કે કેવા ભાભી લઈને આવ્યા છો? આ બાબતને લઈને પતિ-પત્ની બંને વચ્ચે ઝઘડો પણ થતો હતો. વર્ષ 2018માં યુવતીને જ્યારે ગર્ભ રહ્યો હતો ત્યારે તેના પતિએ તેને ગોળીઓ ખવડાવી ગર્ભપાત કરાવ્યો હતો. આટલું જ નહીં, યુવતીનો પતિ તેના બેંક એકાઉન્ટમાંથી પૈસા ઉપાડી લેપટોપ લાવ્યો હતો અને એકાંતમાં ગાળો બોલી તેને માર મારતો હતો. યુવતીએ પોતાના સંસાર બચાવવા માટે આ બધા ત્રાસ સહન કર્યા હતા. આખરે કંટાળીને આ યુવતીએ તેના પતિ સાસુ-સસરા અને નણંદ સામે મણીનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
Published by:Vinod Zankhaliya
First published:April 30, 2021, 11:29 am

ટૉપ ન્યૂઝ