Home /News /madhya-gujarat /

'સાહેબ, મારો પતિ તેની મા સાથે જ રહે છે, રાત્રે સૂવા જ ઘરે આવે છે,' અમદાવાદની પરિણીતાની ફરિયાદ

'સાહેબ, મારો પતિ તેની મા સાથે જ રહે છે, રાત્રે સૂવા જ ઘરે આવે છે,' અમદાવાદની પરિણીતાની ફરિયાદ

પ્રતીકાત્મક તસવીર

સાસરિયાના લોકો મહિલાને એવું પણ કહેતા હતા કે "અમારે તારી છોકરીઓનું પૂરું કરવાનું નથી અને અત્યારે અહીંયા રહેવું હોય તો તારા ભાઇની પાસેથી જે જોઈએ તે મંગાવી લે."

અમદાવાદ: શહેરમાં રહેતી એક પરિણીતા (Married woman)એ તેની સાસુ અને પતિ સામે ફરિયાદ નોંધાવી છે. આ યુવતીએ આક્ષેપ કર્યો છે કે તેનો પતિ ઘરખર્ચના પૈસા આપતો ન હતો અને તેણીને તેના ભાઈ પાસેથી પૈસા લઈ આવવા (Dowry) દબાણ કરતો હતો. મહિલા તેના પતિ સાથે તેના સાસુના ઘરની નજીક જ રહેતી હતી. જોકે, મહિલાનો પતિ આખો દિવસ તેની માતા પાસે રહેતો હતો અને રાત્રે પત્ની પાસે માત્ર સૂવા માટે જ આવતો હતો. મહિલા કંઈ કહે તો તેણીને માર મારતો હતો.

શહેરના જુહાપુરામાં રહેતી 36 વર્ષીય યુવતી એકાદ વર્ષથી તેના બાળકો સાથે તેના માતાપિતાના ઘરે રહે છે. યુવતીના લગ્ન આશરે 10 વર્ષ પહેલા સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના એક ગામમાં રહેતા એક યુવક સાથે થયા હતા. આ યુવતીના તથા તેના પતિના આ બીજા લગ્ન હતા. લગ્ન બાદ આ યુવતીએ બે દીકરી તથા એક દીકરાને જન્મ આપ્યો હતો. આ યુવતીનો પતિ ખેતીકામ તેમજ દરજી કામ કરતો હોવાથી તેને ઘરખર્ચના પૈસા આપતો ન હતો. જ્યારે જ્યારે યુવતી ઘરખર્ચના પૈસા માંગતી ત્યારે તેની સાસુ અને તેનો પતિ કહેતા હતા કે, તારો ભાઈ સારું કમાય છે. તેની પાસેથી રૂપિયા મંગાવી લે. યુવતીનો ભાઈ તેની બહેનનો સંસાર સારી રીતે ચાલે તે માટે આર્થિક મદદ કરતો રહેતો હતો.

આ પણ વાંચો: અમદાવાદ: 'તું દીકરો કેમ જણતી નથી,' બે દીકરીની જનેતાને સાસરિયાઓએ ત્રાસ આપીને કાઢી મૂકી

યુવતીને તેના પતિથી સંતાનમાં બીજી દીકરી થઈ ત્યારે તેની સાસુએ જણાવ્યું હતું કે "અમારે તો છોકરો જોઈતો હતો અને તે છોકરીને કેમ જન્મ આપ્યો છે?" આ પ્રકારની અલગ અલગ વાતો કરીને તેની સાસુ અને પતિ તેણીને ત્રાસ આપવા લાગ્યા હતા. એટલું જ નહીં તેના સાસરિયાઓ તો એવું પણ કહેતા હતા કે "અમારે તારી છોકરીઓનું પૂરું કરવાનું નથી અને અત્યારે અહીંયા રહેવું હોય તો તારા ભાઇની પાસેથી જે જોઈએ તે મંગાવી લે." યુવતી અને તેનો પતિ બાળકો સાથે તેના સાસુના મકાનથી અલગ મકાનમાં રહેતા હોવાથી તેનો પતિ મોટાભાગે માતાના ઘરે જ જમી-પરવારીને મોડી રાત્રે સૂવા માટે જ ઘરે આવતો હતો.

આ પણ જુઓ-

યુવતીએ જ્યારે તેના પતિને ઘરે વહેલા આવવા માટે જણાવતો તો તેને માર મારતો હતો અને કહેતો હતો કે ઘરે વહેલા આવવા માટે તારે મને કંઈ કહેવાનું નહીં. યુવતીને પોતાનો સંસાર બચાવવો હોવાથી તેણી આ પ્રકારનો ત્રાસ સહન કરતી રહી હતી. યુવતીના સાસુ અને પતિએ જ્યારે તેના ભાઈ પાસેથી 25 લાખ રૂપિયા લઈ આવવાનું કહ્યું ત્યારે તેણીએ આખરે કંટાળીને પતિ અને સાસુ સામે વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
Published by:Vinod Zankhaliya
First published:

Tags: Domestic violence, Husband, Latest News, Wife, અમદાવાદ, ગુનો

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन