'ડોશી તું આ ઘર છોડીને જતી રહે નહીં તો મારી નાખીશું,' પુત્રવધૂ અને પૌત્રએ વૃદ્ધાને આપી ધમકી


Updated: September 16, 2020, 10:25 AM IST
'ડોશી તું આ ઘર છોડીને જતી રહે નહીં તો મારી નાખીશું,' પુત્રવધૂ અને પૌત્રએ વૃદ્ધાને આપી ધમકી
ફાઇલ તસવીર

સંપત્તિ પડાવી લેવા માટે પુત્રવધૂ અને પૌત્રએ વૃદ્ધાને પરેશાન કરવાના શરૂ કર્યા, ત્યાં સુધી કે મારી નાખવાની પણ ધમકી આપી.

  • Share this:
અમદાવાદ: કહેવાય છે કે જળ, જમીન અને જોરૂ આ ત્રણેય કજિયાના છોરું. મિલકત માટે અત્યારસુધીમાં અનેક વખત લોહીયાળ જંગ ખેલાયો હોય તેવા બનાવો સામે આવ્યા છે. અમદાવાદ શહેર (Ahmedabad City)માં નાના વણઝાર ગામમાં મકાન પચાવી પાડવા પુત્રવધૂ (Daughter In Law) અને પૌત્રએ ભેગા મળી વૃદ્ધાને માર મારી જાનથી મારી નાખવાની ધમકી (Death Threat) આપતા પોલીસ ફરિયાદ દાખલ થઈ છે.

શારદાબેન પટેલ નામના વૃદ્ધાએ પોલીસ ફરિયાદ આપી છે કે આજથી 20 વર્ષ પહેલા તેના દીકરા જીગરના લગ્ન સુમિત્રા સાથે થયા હતા. લગ્ન જીવનમાં બંનેને એક દીકરો પણ છે. લગ્ન બાદ તેમની પુત્રવધૂ સાથે તેમને નજીવી બાબતમાં વારંવાર ઝઘડા થતા હતા. તેણી ઘરનું કામ કરતી ન હતી અને કહેવા પર બોલાચાલી કરીને ઝઘડા કરતી હતી. આજથી આશરે આઠેક વર્ષ પહેલાં તેઓ સામાજિક કામથી બહાર ગયા હતા તેમજ તેમની દીકરી જીગર નોકરી પર ગયો હતો ત્યારે તેમની પુત્રવધૂ તેના દીકરાને લઈને પિયર સુરતના અમરોલી ખાતે ચાલી ગઈ હતી. બાદમાં ફરિયાદીનો પુત્ર પણ તેમનાથી અલગ વટવા ખાતે રહેવા માટે ચાલ્યો ગયો ગયો. જે બાદથી ફરિયાદી એકલા રહેતા હતા.

આ પણ વાંચો: સુરતમાં ત્રણ દિવસમાં પાંચમી હત્યા, યુવાનને ચપ્પુ મારીને અજાણ્યા લોકોએ મોતને ઘાટ ઉતારી દીધો

છ મહિના પહેલા તેમની પુત્રવધૂ અચાનક તેના દીકરા સાથે ફરીથી તેના મકાનમાં ફરિયાદી સાથે રહેવા માટે આવી ગઈ હતી. આટલા વર્ષો બાદ આવવાનું કારણે પૂછતા પુત્રવધૂએ સાસુને ગાળો ભાંડી હતી. જોકે, પરત આવવાનો ઇરાદો વૃદ્ધાને સચાવવાનો ન હતો પરંતુ તેઓ ઘર છોડીને જતાં રહે તે માટે પરેશાન કરવાનો હતો. વૃદ્ધાની ફરિયાદ પ્રમાણે તેમનો પૌત્ર અને પુત્રવધૂ તેઓ ઘર છોડીને જતાં રહે તે હેતુથી તેમને આડકતરી રીતે પરેશાન કરતાં હતાં.

દોઢેક મહિના પહેલા ફરિયાદીએ તેની પુત્રવધૂ અને પૌત્રને કહ્યું હતું કે, તમે ગમે તે કરો. હું આ ઘર છોડીને નહીં જાઉં. જે બાદમાં બંને જણા ઉશ્કેરાઈ ગયા હતા અને ફરિયાદીને માર મારીને ધમકી આપી હતી કે, ડોશી તું ઘર મૂકીને જતી રહે નહીંતર તને જાનથી મારી નાખીશું. આ મામલે વૃદ્ધાએ સરખેજ પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી. જે બાદમાં પોલીસે ફરિયાદ દાખલ કરી છે.
Published by: Vinod Zankhaliya
First published: September 16, 2020, 10:25 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading