અમદાવાદ: છ બાળકોનો પિતા અન્ય મહિલા સાથે ભાગી ગયો, પત્નીએ ફરિયાદ નોંધાવી

અમદાવાદ: છ બાળકોનો પિતા અન્ય મહિલા સાથે ભાગી ગયો, પત્નીએ ફરિયાદ નોંધાવી
પ્રતિકાત્મક તસવીર

લગ્ન બાદ મહિલાએ એક પછી એક બે બાળકીને જન્મ આપ્યો હતો ત્યારે પતિએ 'મારે તો દીકરો જ જોઈએ છે' તેવી જીદ પકડી હતી.

  • Share this:
અમદાવાદ: શહેરના સોલા પોલીસ સ્ટેશન (Sola Police Station)માં એક એવો કિસ્સો સામે આવ્યો છે જેમાં પતિ (Husband)ની હેવાનિયત જણાઈ રહી છે. એક મહિલાએ તેના પતિ વિરુદ્ધ અન્ય સ્ત્રી સાથે ઘરના સામાન અને રોકડા રૂપિયા (Cash Amount) લઈને નાસી જવાની ફરિયાદ નોંધાવી છે. મહિલાને લગ્ન બાદ તેનો પતિ માર મારીને ત્રાસ આપતો હતો. લગ્ન બાદ મહિલાએ જ્યારે બે દીકરી (Baby Girl)ને જન્મ આપ્યો ત્યારે તેના પતિએ મારે પુત્ર જ જોઈએ છે તેવી જીદ પકડી હતી. આ વાતને લઈને મહિલાને માર પણ માર્યો હતો. સમગ્ર બાબતથી કંટાળીને છ સંતાનોની માતાએ પોલીસને ફરિયાદ આપતા પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.

સોલા બ્રિજ પાસે રહેતી 45 વર્ષીય મહિલા તેના બાળકો સાથે રહે છે. આજથી ત્રીસ વર્ષ પહેલાં તેના લગ્ન થયા હતા. તેને સંતાનમાં છ બાળકો છે. જેમાં પહેલી બે પુત્રીનાં લગ્ન થઈ ગયા છે. અન્ય ચાર બાળકો હાલ તેમની સાથે રહે છે. મહિલાનો પતિ ચંપલ પર ડિઝાઇન કરવાનું કામ કરે છે. લગ્ન બાદ મહિલાએ જ્યારે બે દીકરીને જન્મ આપ્યો ત્યારે તેનો પતિ તેને માર મારી પરેશાન કરતો હતો અને તેને દીકરો જોઈએ છે, દીકરી જોઈતી નથી તેમ કહી માર મારતો હતો. આ વાતને લઈને મહિલાના પતિએ માર મારતા મહિલાનો દાંત તૂટી ગયો હતો.આ પણ વાંચો: સુરતમાં ત્રણ દિવસમાં બીજા પાટીદાર આગેવાનનો આપઘાત

જોકે, સંસાર ટકાવવા માટે મહિલાએ જે તે સમયે પોલીસ ફરિયાદ આપી ન હતી. મહિલા દિલ્હી ખાતે હતી ત્યારે પણ તેના પતિએ તેને માર માર્યો હતો અને તે બાબતે ફરિયાદ પણ કરી હતી. જોકે, બાદમાં સમાધાન થઈ ગયું હતું. મહિલા બાદમાં અમદાવાદ ખાતે આવી ગઈ હતી. અમદાવાદ ખાતે પણ તેનો પતિ તેના પર અત્યાચાર ગુજારતો હતો. જે બાદમાં દીકરાનો જન્મ થયો તેમ છતાં તેનો પતિ તેની સાથે મારપીટ કરતો હતો. આશરે ચારેક વર્ષ પહેલા મહિલાને તેના પતિએ કાઢી પણ મૂકી હતી. ત્યાર બાદ દોઢેક વર્ષ મહિલા તેના પિયરમાં રહી હતી. બાદમાં સમાધાન કરી તે પરત આવી ગઈ હતી.

નીચે વીડિયોમાં જુઓ: સરદાર સરોવર ડેમની સપાટીમાં સતત વધારો

ગત મે મહિનામાં તેનો પતિ તેના ઘરેથી કોઈને જાણ કર્યા વગર નીકળી ગયો હતો. જે બાબતે સોલા પોલીસને આ મહિલાએ જાણ કરી હતી. બાદમાં તેને જાણવા મળ્યું કે તેનો પતિ ઘરમાંથી સામાન અને રોકડા રૂપિયા લઇ કોઈ બીજી સ્ત્રી સાથે રહેવા માટે જતો રહ્યો છે. જોકે, તે ક્યાં ગયો છે અને કોની સાથે ગયો છે તે બાબતે લઈને તેને કોઇ જાણકારી નથી. આ મામલે મહિલાએ વધુ એક ફરિયાદ સોલા પોલીસ સ્ટેશનમાં આપતા હવે પોલીસે આ મામલે પતિની શોધખોળ હાથ ધરી છે.
Published by:Vinod Zankhaliya
First published:September 10, 2020, 11:50 am